ઇશ્વરને જ્યારે પ્રાર્થના કરો ત્યારે કહેજો કે અમને એવું વરદાન આપો કે જેથી અમારી વાણી સદા આપના ગુણગાન ગાયા કરે. અમારા કાન સદા આપની કથાનું શ્રવણ કરતા રહે. અમારા હાથ વડે સતત સમાજની સેવા થતી રહે. અમારું મસ્તક કાયમ અહંકારશૂન્ય બનીને આપનાં ચરણોમાં નમન કરતું રહે. અમારી આંખોથી સદા સંતદર્શન અથવા શુભદર્શન થતું રહે. જે સત્ય છે એ શિવ છે અને શિવ હંમેશાં સુંદર છે એ અર્થમાં અમારાં લોચન વડે સદા સત્ય, શિવ અને સુંદર તત્વને નિહાળતા રહીએ.
અમારા પગ સતત તીર્થયાત્રા કરે અથવા કોઇ દીનહીન મનુષ્યનાં આંસુ સુધી પહોંચવા માટે પદયાત્રા કરતા રહે અને અમારું મન સદા આપના ચરણારવિંદમાં સમર્પિત રહે. અમે ભલે આપ મળો નહીં ત્યાં સુધી આપનો વિયોગ અનુભવીએ પરંતુ અમને સદ્ગુરુનો સદૈવ સંયોગ રહે એવી અમારા ઉપર કૃપા કરશો. આપણી પ્રાર્થનાનો સાર આવો હોય તો સમજવું કે આપણે સાચા માર્ગ ઉપર છીએ. ભાષા અને શબ્દો ફરે છે પણ ભાવ ફરતો નથી. ધર્મ બદલાય છે પરંતુ ધારણા બદલાતી નથી.

No comments:
Post a Comment