પ્રાર્થના આત્માનો ખોરાક છે. જ્યારે સમય મળે, જ્યાં સમય મળે તથા જેટલો સમય મળે દરેક વ્યક્તિએ પોતાના પરમને પ્રાર્થના કરવી જોઇએ. જે રીતે કોઇ પરદેશી પર્યટક ભારતના પ્રવાસે પધારે ત્યારે દરરોજ સાંજે પોતાના દેશમાં ફોન કરીને પોતાના પરિવારના ક્ષેમકુશળ પૂછે છે અને પોતે અહીં કુશળ છે તેમ કહે છે, તેવી જ રીતે દરેક જીવ આ પૃથ્વી નામના ગ્રહ ઉપર સાઠ, સિત્તેર કે એંસી વર્ષના વિઝા લઇને ફરવા આવ્યો છે અને તેથી પ્રાર્થના નામના ટેલિફોનથી પોતાના મૂળ ઘરને યાદ રાખવું અને પોતાના વિશે જાણ કરવી એ જીવની નૈતિક ફરજ છે.
No comments:
Post a Comment