ગુજરાતીમાં કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. તેમાં પણ અમદાવાદી તેને કહેવાય જે રૂપિયાના ત્રણ અડધા શોધે. એક બીજી પણ કહેવત છે કે મોટો પૈસો નાનો પૈસાને ખેંચી જાય છે. આ બધી કહેવતો ભૂતકાળમાં નહોતી પડી એટલી આજે સાચી પડી રહી છે. હાલમાં અશોક જાડેજા, ઇમ્તિયાઝ, અભય ગાંધી, હરેશ પંચાલ, અલ્પેશ વસોયા, મલ્ટિલેવલ માર્કેટિંગ (MLM) ઠગ ઝહીર રાણા, પ્રતીક શાહ, ભાવેશ પટેલ, અશ્વિન સુથાર વગેરે દ્વારા કૌભાંડોની અને છેતરપિંડીની જે હારમાળા રચાઇ છે તેમાં લોભના માર્યા લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે. આ કંઇ માત્ર આજની વાત નથી. આ સદીઓથી બનતું આવ્યું છે.
કહેવત છે કે લોભને થોભ નહીં. જેને લોભ જાગ્યો તે બીજા દ્વારા રોકવા છતાં રોકાતો નથી અને કોઇ ને કોઇ છેતરપિંડીના કૂવામાં ભૂસકો મારે છે. કેટલાકને તો કાળાં નાણાંનું રોકાણ હોય છે. આવા લોકો પોલીસ ફરિયાદ પણ કરી શકતા નથી. કહે છે ને કે ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રડે. પરંતુ જેની મરણમૂડી આ પ્રકારની છેતરામણીમાં ચાલી ગઇ હોય તેવા દસ-પંદર ટકા લોકો ફરિયાદ કરે છે. તેમનું કશું ઊપજતું નથી.

No comments:
Post a Comment