નરસિંહ મહેતાએ કહ્યું છે, ‘નીપજે નરથી તો કોઇ નવ રહે દુ:ખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે.’ જો સફળતા આવા ટૂંકા-ઝડપી રસ્તાઓથી મળતી હોત તો બધા જ લોકો પૈસાદાર થઇ ગયા હોત. ફટાફટ પૈસાથી કોઇ રોકાણકાર ન્યાલ થયો હોય તેવું બન્યું નથી. છતાં કોઇ એજન્ટ આંબા-આંબલિ બતાવે ત્યારે લોભીના મનમાં લપલપ થાય છે. તેની બુદ્ધિ બહેર મારી જાય છે. વિપુલ પૈસાના સ્વપ્ન એજન્ટ દેખાડે છે, ત્યાં રોકાણકાર બાપડો નરસિંહ મહેતાને ભૂલી જાય છે.
No comments:
Post a Comment