હાલમાં અશોક જાડેજા, ઇમ્તિયાઝ, અભય ગાંધી, હરેશ પંચાલ, અલ્પેશ વસોયા, મલ્ટિલેવલ માર્કેટિંગ (MLM) ઠગ ઝહીર રાણા, પ્રતીક શાહ, ભાવેશ પટેલ, અશ્વિન સુથાર વગેરે દ્વારા કૌભાંડોની અને છેતરપિંડીની જે હારમાળા રચાઇ છે તેમાં લોભના માર્યા લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે.
કહેવત છે કે લોભને થોભ નહીં. જેને લોભ જાગ્યો તે બીજા દ્વારા રોકવા છતાં રોકાતો નથી અને કોઇ ને કોઇ છેતરપિંડીના કૂવામાં ભૂસકો મારે છે. કેટલાકને તો કાળાં નાણાંનું રોકાણ હોય છે. આવા લોકો પોલીસ ફરિયાદ પણ કરી શકતા નથી. કહે છે ને કે ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રડે. પરંતુ જેની મરણમૂડી આ પ્રકારની છેતરામણીમાં ચાલી ગઇ હોય તેવા દસ-પંદર ટકા લોકો ફરિયાદ કરે છે. તેમનું કશું ઊપજતું નથી.
સૌથી મોટો અને સૌથી વધુ લોભ નાણાં કમાવાનો છે. ‘સર્વે ગુણા કાંચનમ્ આશ્રયન્તે’ માનનારા લોકો પૈસા મેળવવા ગમે તે માર્ગ અપનાવવા તૈયાર થાય છે. ઘણાને ખ્યાલ હશે કે પચીસેક વર્ષ પહેલાં લક્ષ્મીચંદ ભગાજી નામની શરાફી પેઢી ડૂબેલી તેમાં ઘણા લોકોના પૈસા ડૂબી ગયા હતા. આવું ત્યારથી અવારનવાર બનતું આવ્યું છે.

No comments:
Post a Comment