માનસ પાસે જ્ઞાન, ધન, સદગુણ બધું જ હોય, પણ જો તે નમ્ર ના હોય તો બધું જ વ્યર્થ છે. બાકીનું બધું જ નમ્રતાથી શોભે છે. પ્રખ્યાત સંત રહીમ પૈસે ટકે સમૃદ્ધ હતા અને દાનવીર તરીકે વિખ્યાત હતા. દાન આપતી વખતે તેઓ એમની નજર કાયમ નીચી રાખતા. કોઈકે પૂછતા એમને કહ્યું કે "લેનાર મને દાનવીર સમજે છે, એ જ હું એમની નજર મારી નજર સાથે મેળવી શકતો નથી. દાતા તો ખરેખર પરમાત્મા જ છે".
જયારે પણ માનસ અહમ્વૃતીથી આપે છે, ત્યારે લેનારના અહંકાર સાથે ટકરાય છે. પ્રતિક્રિયા રૂપે "તમારું જ્ઞાન અને સંપતિ તમારી પાસે જ રાખો" એમ મનમાં થાય. જયારે પણ આપને નમ્રતાપૂર્વક મદદ કરીએ છીએ ત્યારે મદદ લેનાર પણ નમ્રતાથી સ્વીકારે છે. આપનાર કદાચ નમ્ર ન પણ હોય તો પણ લેનારે નમ્રતા અને આભારવૃતિ સહીત જ મદદ સ્વીકારવી જોઈએ.
આપણને મળેલા આ જીવનનો, એકલાએ જ સામનો કરવાનો છે અને એને ઘડવાનું પણ છે; આટલું સમજ્યા પછી, આપના જીવનની પૂરી જવાબદારી સ્વીકારવી જ જોઈએ. આપણને મળેલા આ મૂલ્યનું જીવનનું ઉત્તરદાયિત્વ આપના પર જ છે, તેમ જ આ જીવન સફળ કે નિષ્ફળ બનાવવાની જવાબદારી પણ આપની જ છે. જીવનમાં આવતી પરિસ્થિતિઓ માટે તકરાર કરવાનો તેમજ જીવનમાં બનેલા પ્રસંગોનો દોષ બીજાઓ ઉપર ઢોળવાનો કોઈ અર્થ નથી.
એક જુવાનિયાને પૂછ્યું કે તે ૨૫ વર્ષના થવા માટે શું કર્યું? જવાબ મળ્યો: કશું જ નહિ, મારા બેફામ ડ્રાઈવિંગ કરવા છતાય હું મર્યો નહિ, એટલું જ!" તેને પાછો જવાબ મળ્યો : "પણ એમાં તો ભગવાનની મહેરબાની છે, તારું કર્તવ્ય ક્યાં?". આપને જીવીએ છીએ અને મોટા થઈએ, એ નેસર્ગિક છે. કેવી રીતે જીવીએ છીએ અને પ્રગતિ કરીએ છીએ એ આપના હાથમાં છે. આપનું જીવન યશસ્વી અને સુંદર થાય એના માટે પ્રયત્નો આપને કરવા જ જોઈએ.
દુનિયામાં ચાર પ્રકારના લોકો હોય છે. એક જે પોતાનું જીવન ધડે છે, બીજા જીવન ઘડવાની ફક્ત વાતો કરે છે, ત્રીજા જે ઘડી ચુક્યું છે એની જ ચર્ચા કરે છે અને ચોથા શું ઘડી ચુક્યું છે એના પર આશ્ચર્ય પામે છે. આપને પોતાના જીવનની પૂરી જવાબદારી લઇ કંઈક કરી બતાવવું જોઈએ.

No comments:
Post a Comment