હું બીજાના ધ્યેય માટે અથવા બીજી વ્યક્તિ માટે જીવી શકું; પણ બીજી વ્યક્તિ મારી એકદમ નજીકની કેમ ના હોય, અથવા મારી દ્રઢ ઈચ્છા હોય તો પણ એનું જીવન હું ના જીવી શકું. મારું જીવન વિજો કોઈ પણ જીવી ના શકે. મને ભૂખ લાગી હોય તો મારે જ ખાવું પડે અને ભૂખ સંતોષવી પડે. બાળક જો વ્યવસ્થિત જમે તો માતા જરૂર સંતોષ પામે પણ એની પોતાની ભૂખ એનાથી ના સંતોષાય.
આ બાબત ઘણી સ્પષ્ટ છે, છતાય એના ગભીર્તાર્થો ઘણી વખત ઘ્યાનમાં આવતા નથી. ઘણી વખત આપને એવું ઈચ્છીએ છીએ કે આપના જીવનની અઘરી પરિસ્થિતિ બીજાએ જીરવવી જોઈએ. પણ એ સંભવ નથી. એવું બને કે બીજાઓ માટે આપને ઢાલ નું કામ કરીને એમને સાચવીએ. વાલીઓ બાળકોની પરીક્ષા સમયે ચિંતિત અને તનાવગ્રસ્ત થાય છે. આ નિરર્થક છે. વાલીઓ બાળકો માટે પરીક્ષા આપી શકવાના નથી. ચિંતા કરીને કોને ફાયદો થાય?
એવું બને કે વિદ્યાર્થીને એક જ વખતે ઘણી બધી કોલેજોમાં પ્રવેશ મળે, હવે કઈ કોલેજોમાં પ્રવેશ લેવો, એ એને પોતે જ નક્કી કરવું પડે. ધારો કે બીજો કોઈ નિર્ણય લે અને એ નિર્ણય યોગ્ય સિદ્ધ થાય તો જયારે પણ સમસ્યા આવે ત્યારે જેને એ નિર્ણય લીધો હોય તેના પર દોષારોપણ કરશે. અંતે આપને પોતે જ પોતાનો જીવનપથ નક્કી કરવાનો હોય છે અને આવતી સમસ્યાઓનો સામનો કરવાનો હોય છે.
No comments:
Post a Comment