કોઈ બીજા માટે સારું હોય કે બીજા માટે કંઈ કરીએ અને પ્રેમ કરીએ તો લગભગ સરખુ છે. ‘જશને બદલે જૂતાં’ એ કહેવત છે. તમે બીજાને શું કામ મદદ કરો છો? ખરેખર તમારામાં મદદ કર્યાનો કોઈ ફાંકો આવે તે માટે? ખરેખર તો મદદ કરીને ભૂલી જાઓ. પ્રેમમાં પણ એવું છે. પ્રેમ કરીને કદી જ બદલો ન માગો. પ્રેમ એક તરફી અને અપેક્ષા વગરનો હોય તે જ મજાનો છે.
સૌપ્રથમ વાત એ છે કે માણસ જેને તમે મદદ કરવા માગો છો કે જેના તરફ પ્રેમાળ થવા માગો છો તે પોતે જ પોતાને પ્રેમ કરતો હોવો જોઈએ. કોઈ દારૂડિયો હોય અને તેને દારૂ છોડાવવો હોય તો સૌપ્રથમ તો તેણે જ આ માનવ અવતાર મળ્યો છે તે ઈશ્વરની બક્ષિસનું જતન જાતે કરવાનું છે તેણે આ ફરજ સમજવી જોઈએ. એ બક્ષિસની કીમત સમજાઈ જાય પછી તે દારૂથી છુટી જશે.
રૂપાળી સ્ત્રી કે સફળ પુરુષને જો પોતાનાં વ્યક્તિત્વનું મહત્વ સમજાય તો ઘણું છે. ૨૧મી સદીમાં હવે પ્રેમ ને રોમાન્સ એ કોઈ અસાધ્ય ચીજ નથી. દુનિયામાં કંઈ કરી બતાવવા માટે પ્રેમ માત્ર સાધન છે અને લગ્ન પણ એક અનિવાર્ય આપત્તિ છે. સ્ત્રીઓ માટે યુગો પછી તેનું સામથ્ર્ય, તેનું બુદ્ધિબળ, તેની વ્યવહાર કુશળતાને ખુલ્લું મેદાન આપવાનો મોકો મળ્યો છે ત્યારે ૧૮-૧૯-૨૦-૨૨ની ઉંમરે પ્રેમ રોમાન્સને તડકે મૂકીને પોતાની બુદ્ધિ ક્ષમતા, ઊંચું ભણતર અને ઊંચા સ્ટેટસ માટે અને પોતાની બુદ્ધિને અનુરૂપ વ્યવસાય મળે અને પોતાની શક્તિ બતાવવા માટેનું પ્લેટફોર્મ મળે તેને માટે તમામ શક્તિ વાપરવી જોઈએ.

No comments:
Post a Comment