રંગપુર ગામમાં એક નવયુવાન છોકરો દોડનો બહુ સારો ખેલાડી હતો. એક દિવસ ગામમાં યોજાયેલી સ્પર્ધામાં તેણે એક પછી એક બધાને હરાવી દીધા. નવયુવાને ગર્વ સાથે ચારેબાજુ જોઇને કહ્યું કે,‘બીજું કોઇ છે?’એક ઋષિ પણ દોડની સ્પર્ધા જોવા માટે આવ્યા હતા. તેમણે એક અંધ પુરુષને આગળ કરતાં કહ્યું,‘આને હરાવીને બતાવ.’ આ સાંભળી યુવક અને લોકોને આશ્ચર્ય થયું. દોડ શરૂ થઇ. છોકરાએ જીતની રેખા સુધી પહોંચી પાછળ વળીને જોયું તો, પેલી વ્યક્તિ પોતાની જગ્યા ઉપર જ ઊભી હતી. યુવાન જીતી ચૂકયો હતો. પરંતુ દર્શકોમાં તાળીઓનો ગડગડાટ સંભળાતો નહોતો. યુવાને ઋષિને પૂછ્યું,‘લોકો મારી સફળતાથી ખુશ કેમ નથી દેખાતા?’
ઋષિએ કહ્યું,‘બીજી વખત દોડ અંધ પુરુષની સાથે જીતની રેખા સુધી પહોંચ.’ યુવાને એમ જ કર્યું. હરીફાઇ પૂર્ણ થતાં સુધીમાં તો લોકો પહેલાં કરતાં વધારે તાળીઓ પાડી રહ્યા હતા.
બોધ: નબળા લોકો સાથે હરીફાઈ ન કરો. તેમને સાથે લઈને ચાલો.

No comments:
Post a Comment