October 11, 2010

નિરમાં BSE, NSE શેર માર્કેટ માંથી ડીલિસ્ટ થશે

વૉશિંગ પાઉડર બનાવનારી કંપની નિરમા બીએસઈ અને એનએસઈથી ડીલિસ્ટ થવાની છે.

નિરમા 3.25 કરોડ શેરોનું બાયબેક કરશે. બાયબેક માટે 235 રૂપિયા પ્રતિ શેર ઑફર પ્રાઇસ નક્કી કરવામાં આવી છે. શુક્રવારે નિરમાના શેર 223 રૂપિયાએ કારોબાર કરી રહ્યા હતા.

નિરમામાં પ્રમોટરોની 80 ટકા આસપાસ ભાગીદારી છે. કંપનીનું કહેવુ છે કે નવા કારોબારમાં ઉતરવા સાથે જોડાયેલા ભારે જોખમને ધ્યાનમાં લેતા તેઓએ ડિલિસ્ટિંગનો નિર્ણય કર્યો છે.

નિરમાએ 1984માં સોપ અને ડિટર્જન્ટનો કારોબાર શરૂ કર્યો હતો. 1994માં કંપનીએ શેર બજાર ઉપર પગ મુક્યો હતો. નિરમાનો ભારત અને અમેરિકામાં કુલ કારોબાર 1 અબજ ડૉલરનો છે. નિરમા અલ્કાઇલ બેન્જીન, સોડા એસ, ફાર્મા ઉપરાંત ગ્રીન ફિલ્ડ સીમેન્ટ પ્લાન્ટ પણ લાવવાની તૈયારીઓમાં છે.

No comments:

Post a Comment