ઇન્ટરનેટ દુનિયાની સર્વોચ્ચ ગૂગલ સર્જ એન્જીન કંપની એક એવા પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે જેનાથી કાર ચલાવવી ખાસ્સી સરળ થઈ જશે. આ પ્રાજેક્ટ ટૉપ સીક્રેટ રાખવામાં આવ્યો છે અને તેની ટેસ્ટિંગ લૉસ એન્જેલસ અને સન ફ્રાન્સિસ્કોના હાઈવે ઉપર થઈ પણ ચુકી છે.
અમેરિકન સમાચારપત્ર ન્યૂયૉર્ક ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે સાત કારોએ, માણસની કોઈ પણ જાતની મદદ વિના 1000 કિલોમિટરનું અંતર પુરુ કર્યું છે.
અને નાની અમથી મદદ સાથે તે કારોએ એક લાખ ચાલીસ હજાર કિલોમીટરનું અંતર પુરુ કર્યું છે. પાછલા સપ્તાહે ગૂગલે એક ટોયાટો પ્રિઅસને પોતાના સૉફ્ટવેર અને સેન્સર્સ દ્વારા પોતાના મુખ્યાલયથી શહેર મઘ્ય સુધી પહોચાડી દીધી હતી.
જીપીએસમાં તેને માટે ખાસ પ્રકારે પ્રોગ્રામિંગ કરવામાં આવી છે. તેમા તમામ પ્રકારની સુચનાઓ ચાલતી રહે છે જેમકે ક્રોસિંગ અથવા કોઈ રસ્તો ક્રોસ કરે તે સમયે સુચના થાય છે. આ સૉફ્ટેવેર ગૂગલના એક 43 વર્ષિય એન્જીનિયર સેબેસ્ટિયન લેબની દેન છે.
સમાચારપત્રનું કહેવું છે કે આ પદ્ધતિથી કાર ચલાવવામાં કેટલાય કાનૂની દાવપેજ ઉભા થઈ શકે છે. જેમકે દુર્ઘટનાની સ્થિતિમાં કોણ જવાબદાર હશે? પરંતુ કંપનીએ તેની માટે કઇક તો વિચારી રાખ્યુ હશે.
ગૂગલનો આ ટૉપ સિક્રેટ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરે છે તેને જાણવાની દર્શકોમાં ભારે તાલાવેલી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એવા સમાચાર પ્રાપ્ત થયા હતા કે કારો હવે કાર ચાલક(ડ્રાઈવર)વગર ચાલશે.
No comments:
Post a Comment