October 19, 2011

Length of the Proposal

The length of an innovation proposal has a major influence on whether managers will select the idea for further consideration. The record shows that proposals that are either too long or too short do not get the same level of consideration from managers as those that are the "right" length, given the particular environment. The optimal word length in the company I studied was about 250 words; other organizations will have different norms.

The fact is, the lower level managers who screen proposals are busy and have short attention spans. A proposal that is too long may be eliminated from further consideration irrespective of the potential merit of the idea; a long and turgid proposal frequently suffers from lack of focus. However, a skimpy proposal may also be an indication that the submission is in fact insufficiently thought through and fails to answer the basic questions. Thus, above and beyond perceptions issues on the part of the evaluator, optimal proposal length also reflects objective proposal quality, which increases the chance of the idea being promoted further. Companies looking to tap into the most promising ideas need to communicate the standards for proposals. Otherwise, they may find that some of the very best ideas are being disqualified before they are seriously considered.

How to Change Bad Habits

Want to change a bad habit that you have — or that your organization has developed? 

In their new book Change Anything, authors Kerry Patterson, Joseph Grenny, David Maxfield, Ron McMillan and Al Switzler, all affiliated with the consulting firm VitalSmarts, present research and insights about how to change bad personal habits.

One interesting point the authors make: Multiple “sources of influence” affect behavior. In turn, if you employ multiple ”sources of influence” when attempting to change behavior, you are more likely to be successful.

Readers of MIT Sloan Management Review may recognize this finding from an article called  “How to Have Influence,” which was written by Grenny and Maxfield, along with Andrew Shimberg, and published in the Fall 2008 issue of MIT Sloan Managment Review.

In that article, which won MIT SMR’s Richard Beckhard Memorial Prize, Grenny, Maxfield and Shimberg reported that executives who used a combination of four or more different influence strategies to try to change a “nagging organizational problem” were “10 times more likely to succeed than those who relied on a single source of influence” in their change attempts.

Here are the six sources of organizational influence that the authors identified in that article — in case you’re seeking to bring about change within your organization:

1. Linking to mission and values
2. Overinvesting in skill building
3. Harnessing peer pressure
4. Creating social support
5. Aligning rewards and ensuring accountability
6. Changing the environment.

October 18, 2011

- 'લિકર કિંગ'ના નામથી પ્રખ્યાત વિજય માલ્યાનું ગગનચુંબી ઘર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે

- યુબી સિટીમાં કિંગફિશર ટાવર્સ-રેસિડન્સીસ યુબી ગ્રૂપના ચેરમેન વિજય માલ્યાનું નવું આશિયાના હશે

- આ બિલ્ડિંગ પર કામ ચાલી રહ્યું છે અને આ આવતા ત્રણ વર્ષમાં તૈયાર થઇ જશે
- 34 માળના આ 'હવાઇ મહેલ'ની સૌથી ઉપર પેન્ટહાઉસ હશે
 
દેશના ધનકુબેરોની વચ્ચે આલીશાન મહેલ બનાવાની હોડ લાગી ગઇ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીના મુંબઇ સ્થિત આલીશાન મહેલને લઇને ચર્ચા હજુ પણ ચાલી જ રહી છે ત્યાં 'લિકર કિંગ'ના નામથી પ્રખ્યાત વિજય માલ્યાનું ગગનચુંબી ઘર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

યુબી સિટીમાં કિંગફિશર ટાવર્સ-રેસિડન્સીસ યુબી ગ્રૂપના ચેરમેન વિજય માલ્યાનું નવું આશિયાના હશે. આ બિલ્ડિંગ પર કામ ચાલી રહ્યું છે અને આ આવતા ત્રણ વર્ષમાં તૈયાર થઇ જશે. 34 માળના આ 'હવાઇ મહેલ'ની સૌથી ઉપર પેન્ટહાઉસ હશે.

અંબાણીનું મુંબઇમાં 27 માળનું ઘર 'અંતાલિયા' ઘણું ચર્ચામાં રહ્યું છે. આ બિલ્ડિંગમાંથી આખી મુંબઇનો નજારો જોવા મળે છે.
જામીન પર મુક્ત થયેલા સસ્પેન્ડેડ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટે વિવિધ સમાચાર માધ્યમો-ટીવી ચેનલો સાથે વાત કરતા મોદી સરકાર વિરૂદ્ધ સ્ફોટક નિવેદનો કર્યા હતા. તેમણે હરેન પંડ્યાની જેમ પોતાની પણ હત્યા કરવામાં આવે એવી આશંકા વ્યક્ત કરી હતી, જો કે આત્મવિશ્વાસથી છલોછલ ભટ્ટે મોદી સામે લડાઈ ચાલુ રાખવાનું એલાન પણ કર્યું હતું, 

આ રહ્યા સંજીવ ભટ્ટના કેટલાક નિવેદનોઃ

-હું નરેન્દ્ર મોદી માટે ખતરારૂપ છે
-હરેન પંડ્યાની જેમ મારી સાથે પણ કંઈ પણ કરી શકે છે
-સાથે કામ કરનાર અધિકારીઓ, અગાઉના વડાઓએ ઘણો સાથ આપ્યો
-કોન્સ્ટેબલ પંતે કરેલા આક્ષેપોની સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ થવી જોઈએ
-મોદીને ક્રિમિનલ તરીકે જોવાનું ચાલું રાખીશ
-કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર
-મોદી સરકાર માટે ખતરો હોવાથી મારો કાંટો કાઢી નાખવામાં આવે એવું બની શકે છે
-મારી ધરપકડ બાદ મારા ઘરમાંથી ઘણા દસ્તાવેજો સળગાવી દેવામાં આવ્યા
-રમખાણો દરમિયાન ઈન્ટેલિજન્સ બ્યુરોમાં કામ કરતી વખતે ઘણા દસ્તાવેજો એકત્ર કર્યા હતા
-દરેક પોલીસ અધિકારીઓના સેલફોન પર નજર રાખવામાં આવે છે તેથી કોઈપણ ફોન પર વાત કરતા નથી
-ધરપકડ બાદ પોલીસ દ્વારા પરિવારજનો સાથે કરવામાં આવેલા વ્યવહારના સંદર્ભમાં સંજીવ ભટ્ટે કહ્યું, ‘ચિતરંજનદાસ અને સુધીરસિંહા જેવા અધિકારીઓ પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય?’

China Economic Growth Eases to 9.1% in Third Quarter

China's economy eased slightly in the third quarter, expanding at its slowest pace since the second quarter of 2009 as the world's growth engine strained against tight monetary policy at home and softening demand abroad.

Gross domestic product rose 9.1 percent in the third quarter from a year ago, moderating from the second quarter's 9.5 percent, slightly below market forecasts for a 9.2 percent expansion.  

The data shows China is not impervious to fall-out from the euro zone's debt crisis and highlighted the risks that the world's second-biggest economy faces if its top trading partner, Europe, does not resolve festering debt problems.  

But the relatively moderate easing of growth does not signal an a shift in monetary policy in response, according to Connie Tse, economist at consultancy Forecast in Singapore.  

"Based on the vew that China should have acted more aggressively in the beginning of the year with its interest rate policies and that price pressures are still a problem, absent a hard-landing scenario, we do not see scope for interest rate cuts in the near-future," Tse said.  

Fixed asset investment — the core driver of China's rampant economic growth — continued at a robust pace, chalking up growth of 24.9 percent in the January to September period, slightly ahead of forecasts of 24.8 percent.  

Trade data out last week showed annual growth in Chinese exports to Europe more than halved from August, with growth in China's overall exports falling to seven-month lows.  

China's Statistics Bureau said in a statement with the data release that the economy was facing increasing uncertainty at home and abroad and called for the maintenance of stable economic policies.  

Slower activity could help some of that stabilisation process as it implies some softening of price pressures for inflation-wary officials in Beijing.   

China's inflation, albeit easing, ran at an annual pace of 6.1 percent in September, within earshot of near three-year highs of 6.5 percent struck in July and well over Beijing's 2011 target of 4 percent.  

To combat rising prices and prevent them from stoking social unrest, Beijing raised interest rates five times and banks' reserve requirements nine times in the past year.  

However, the darkening world economic outlook has forced Beijing to stand pat on policy since July, with some analysts betting that authorities may even loosen policy a shade to support growth if needed.  

To prop up the economy, analysts say China may opt to slightly loosen credit controls or even cut banks' reserve requirements from record highs to encourage more lending to firms, especially the smaller ones.  

"China has overtightened its policy since May. That has increased the risks of a hard landing, as global economic growth also slowed since the second quarter," said Dong Xian'An, chief economist at Peking First Advisory.    

"That risk of sharp economic slowdown in China still exists. We expect Chinese economic growth to slow down to around 8.6 percent in the fourth quarter," Dong added.    

But few believe China is set to cut rates anytime soon given stubborn price pressures.  

"I don't think they will make any move (in rates) in the near term. Then maybe after a few quarters, towards the middle of next year, if everything is okay, I think they will continue to hike interest rates, not cut interest rates," said Ting Lu, economist at Bank of America-Merrill Lynch in Hong Kong. 

Indian banking will be the third largest in the world by 2025 just behind China and the USA, says a Boston Consulting Group report authorized by Saurabh Tripathi and Bharat Poddar. By 2025, Indian banks will have assets to the tune of $30,000 billion.

The return on equity for Indian banks at 15.3 per cent is at the median only next to China. US banks, which are the biggest in the world, earn an ROE of only 2.7 percent, arguably one of the lowest in the world.

The ROEs of Indian banks are well maintained due to lower costs and efficient management of capital. Interestingly, the best banks in the world are run by Turkey and Malaysia. But these banks don't have the size that matters to the world economy.

ટેલિકોમ ક્ષેત્રે RILનો હાઈ-સ્પીડ પ્રવેશ થશે

મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવતા વર્ષની શરૂઆતથી આકર્ષક ભાવના ટેબ્લેટ્સ પર હાઈ-સ્પીડ ડેટા સર્વિસ પૂરી પાડવા માંગે છે. 2012 ના મધ્ય સુધીમાં તેને રાષ્ટ્રીય સ્તરનું નેટવર્ક બનાવાશે.

ગયા વર્ષે ટેલિકોમ સેક્ટરમાં પુનરાગમન કરનાર કંપની ફોર-જી કાર્ડ ઓફર કરશે જેને કમ્પ્યુટર્સ અને ટેબ્લેટમાં જોડી શકાશે. આ ઉપરાંત તે રૂ. 3,000 ના ભાવે ટેબ્લેટ્સ પણ વેચશે.

આરઆઇએલે વોલ્ટ ડિઝનીના ભારતીય સાહસ યુટીવી સોફ્ટવેર સહિતની મીડિયા અને મનોરંજન કંપનીઓ સાથે વાતચીત શરૂ કરી છે જેના હેઠળ તે વાયરલેસ બ્રોડબેન્ડ ઓફરિંગ માટે સામગ્રી મેળવશે.

કંપની સસ્તા દરે 50 થી 100 એમબીપીએસની સ્પીડ સાથે ડેટા કનેક્ટિવિટી આપશે. 2003 માં પણ કંપનીએ આવી જ નીતિ અપનાવી હતી જેમાં રૂ. 501 ના ભાવે મોબાઇલ હેન્ડસેટ આપીને 10 દિવસમાં 10 લાખ ગ્રાહક મેળવ્યા હતા.

અવિભાજિત રિલાયન્સ ગ્રૂપની ટેલિકોમ કંપની રિલાયન્સ ઇન્ફોકોમે 28 ડિસેમ્બર 2002 ના રોજ ધીરુભાઈ અંબાણીના જન્મદિને સર્વિસ શરૂ કરી હતી. અત્યારે આ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ તરીકે ઓળખાય છે અને મુકેશના નાના ભાઈ અનિલ અંબાણી તેની માલિકી ધરાવે છે.

રિલાયન્સે ગયા વર્ષે બ્રોડબેન્ડ વાયરલેસ એક્સેસ માટે ઇન્ફોટેલ કંપની ખરીદી હતી જે 2012 ના મધ્યમાં કામગીરી શરૂ કરશે. ત્યાં સુધીમાં તે દેશમાં 700 શહેરમાં પોતાનું નેટવર્ક વિસ્તારશે. કંપની ડિસેમ્બરમાં જ સોફ્ટ લોન્ચની યોજના ધરાવે છે તેમ સૂત્રોએ કહ્યું હતું.

રિલાયન્સ તેના તાજેતરના સાહસમાંથી મહત્તમ સફળતા મેળવવા માંગે છે જેનાથી રોકાણકારના વિશ્વાસમાં વધારો થશે. કેગની ટીકા પછી રોકાણકારોનો વિશ્વાસ ઘટ્યો છે. કંપનીનાં અન્ય સાહસોમાં રિટેલની કામગીરી હજુ નબળી છે જ્યારે ગેસ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે.

રિલાયન્સના પ્રવક્તાએ બ્રોડબેન્ડ યોજના વિશે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ ટેલિકોમ બિઝનેસના અપડેટ વિશે કંપનીએ જણાવ્યું હતું કે , તે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિશ્વ સ્તરનું બ્રોડબેન્ડ વાયરલેસ નેટવર્ક બનાવવા માંગીએ છીએ.

બ્રોડબેન્ડનાં ઉપકરણો માટે કંપની હાલમાં અલ્કાટેલ લ્યુસેન્ટ , એરિકસન અને ચીનની હુઆવી સાથે અંતિમ તબક્કાની વાતચીત કરી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક વેન્ચરને પસંદ કરશે કે ત્રણ વચ્ચે વિભાજન કરશે તે નક્કી નથી.

ઉદ્યોગના કેટલાક એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું કે આરઆઇએલે તાઇવાન અને ચીનની લગભગ 15 કંપનીઓના ટેબ્લેટ્સના પ્રોટોટાઇપની ચકાસણી કરી છે જે રૂ. 3,000 થી રૂ. 15,000 સુધીમાં વેચીને તેના પર વિવિધ સર્વિસ પૂરી પાડશે.

રિલાયન્સ ત્રણથી ચાર મોડલ પર ભાર મૂકશે જેની કિંમત રૂ . 3,000 થી રૂ . 8,000 વચ્ચે હશે . એન્ટ્રી લેવલના ટેબ્લેટ્સ પર ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ હશે.

મોબાઇલ બાદ હવે હેલ્થ ઇન્શ્યોરન્સ ક્ષેત્રમાં પોર્ટેબિલિટી

તમે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રોવાઇડરથી નારાજ છો ? તો પછી એપ્રિલ 2011 થી તમે વર્તમાન સર્વિસ પ્રોવાઇડર દ્વારા આપવામાં આવતા તમામ લાભ જાળવી રાખીને હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી તમારી પસંદગીના સર્વિસ પ્રોવાઇડર સમક્ષ લઈ જઈ શકો તેવી શક્યતા છે . જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ અને વીમા નિયંત્રક ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ( ઇરડા ) હેલ્થ પોલિસીના પોર્ટેબિલિટીની માર્ગદર્શિકા પર કામ કરી રહી છે .

દેશની સૌથી મોટી જનરલ ઇન્શ્યોરર ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તથા પોર્ટેબિલિટી પરની ચર્ચા સાથે સંકળાયેલા એમ રામદોસે જણાવ્યું હતું કે અમે પોર્ટેબિલિટીનાં ધારાધોરણો પર કામ કરી રહ્યા છીએ અને એક મહિનામાં ઇરડાને તેનો આખરી મુસદ્દો સુપરત કરીશું . હાલમાં ગ્રાહકો વર્તમાન સર્વિસ પ્રોવાઇડરની શરતોથી નારાજ હોય તો તેમણે તેમની પસંદગીના સર્વિસ પ્રોવાઇડરની નવી પોલિસી ખરીદવી પડે છે . પણ તેની સાથે તેઓ વર્તમાન પોલિસીના ફાયદા અને અત્યંત મહત્ત્વપૂર્ણ માંદગી માટેનું કવચ ગુમાવે છે .

નવી હેલ્થ પોલિસીઓના કિસ્સામાં જોઈએ તો વર્તમાન માંદગીને પ્રારંભિક વર્ષોમાં આવરી લેવાતી નથી અથવા તેનું પ્રીમિયમ અત્યંત ઊંચું હોય છે . આથી હેલ્થ ઇન્શ્યોરન્સના કિસ્સામાં પોલિસી ચાલુ રહે તે અત્યંત મહત્ત્વની બાબત છે . જનરલ ઇન્શ્યોરર આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડના હેલ્થ ઇન્શ્યોરન્સ હેડ સંજય દત્તાએ જણાવ્યું હતું કે આ પ્રકારની જોગવાઈ ગ્રાહક અને કંપની બંને માટે ફાયદાકારક છે . ગ્રાહક પાસે શ્રેષ્ઠ સર્વિસ પ્રોવાઇડર પૂરા પાડવાનો વિકલ્પ રહે છે , જ્યારે વીમા કંપનીઓને ઇન્શ્યોર્ડ વ્યક્તિના ડેટાની વહેંચણીનો ફાયદો મળે છે , જે બાબત તેને છેતરપિંડીવાળા દાવા અટકાવવામાં મદદરૂપ બને છે .

આ મુસદ્દાની જોગવાઈઓ સૂચવે છે કે આ સગવડ ફક્ત એકસમાન પ્રોડક્ટ , એકસમાન વયજૂથની સાથે એકસમાન પ્રીમિયમ ધરાવતા સર્વિસ પ્રોવાઇડરો વચ્ચે જ પૂરી પાડી શકાય . આ ઉપરાંત પોર્ટેબિલિટી કે સર્વિસ પ્રોવાઇડર બદલવાના લીધે કોઈ પણ પ્રકારની વધારાની ફી કે ચાર્જ નહીં લાગે . પોર્ટેબિલિટીના માપંદડમાં ઉંમર , રૂ . એક લાખ સુધીનું કવરેજ પૂરું પાડતી પ્રોડક્ટ્સ માટે ચાર્જ કરાતા પ્રીમિયમ જેવી બાબતોનો સમાવેશ થાય છે . જનરલ ઇન્શ્યોરરો અને જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલે થોડા સમય પહેલાં ઇરડાને આ માટેની માર્ગદર્શિકાઓનો મુસદ્દો વિચારણા માટે મોકલ્યો હતો અને હવે ઇરડાના નિર્દેશો મુજબ તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે .

પેપર ઉત્પાદકોને કાગળ બચાવવાનો આઇડિયા પસંદ ન પડ્યો

મોબાઇલ સર્વિસ ઓપરેટર આઇડિયાનું મોબાઇલ વાપરો , પૃથ્વી બચાવો પ્રચાર અભિયાન વિવાદમાં સપડાયું છે. અભિષેક બચ્ચનને ચમકાવતા આ એડ્ કેમ્પેઇન સામે ઇન્ડિયન પેપર મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન ( IPMA) એ વાંધો ઉઠાવ્યો છે અને આઇડિયા સેલ્યુલરને એડ્વર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ( ASCI) માં ઢસડી ગયું છે.

પેપર ઉત્પાદકોનો આરોપ છે કે આઇડિયાની જાહેરખબરમાં લોકોને કાગળનો ઉપયોગ બંધ કરીને ઇલેક્ટ્રોનિક માધ્યમ તરફ જવાનો સંદેશ અપાયો છે. આ એડ્માં કાગળ ઉદ્યોગ જાણે પર્યાવરણ માટે જોખમરૂપ હોય તેવું દર્શાવવા પ્રયાસ થયો છે.

બીજી તરફ આઇડિયા સેલ્યુલરે જણાવ્યું છે કે એડ્માં માત્ર કાગળ બચાવવા પર ભાર મુકાયો છે. તેમાં જે દર્શાવાયું છે તે વાસ્તવિક નથી તથા કાગળ ઉદ્યોગ માટે તેઓ આદર ધરાવે છે. આઇડિયાની ટ્રેડમાર્ક સરજી કેમ્પેઇનમાં અભિષેક બચ્ચનને એક વૃક્ષ સમાન દર્શાવાયો છે જે કાગળની જગ્યાએ મોબાઇલનો ઉપયોગ કરીને પૃથ્વીને બચાવવાની હિમાયત કરે છે.

આઇડિયા આ એડ્ને ટીવી પરથી હટાવી રહી છે , પરંતુ આઇડિયા સેલ્યુલરના ચીફ માર્કેટિંગ ઓફિસર પ્રદીપ શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે IPMA ની ફરિયાદના કારણે તેઓ એડ્ પાછી ખેંચી રહ્યા નથી.

તેમણે કહ્યું હતું કે , એડ્ કેમ્પેઇન પાછી ખેંચી રહ્યા છીએ કારણ કે તે પ્રચાર ચોક્કસ સમયગાળા માટે હતો જે પૂરો થઈ ગયો છે. હવે અમે નવું પ્રચાર અભિયાન કરીશું પરંતુ તે પેપર ઉદ્યોગે ઉઠાવેલા વાંધા સાથે સંકળાયેલું નથી.

IPMA માં કાગળ ઉદ્યોગની અગ્રણી કંપનીઓ બલ્લારપુર ઇન્ડસ્ટ્રીઝ , જે કે પેપર , આઇટીસી , ઇમામી ગ્રૂપ સામેલ છે. તેમણે આઇડિયા સેલ્યુલરના ટોચના અધિકારીઓ અને એએસસીઆઇને લેખિત ફરિયાદ મોકલી છે , જેની એક નકલ ઇટી પાસે હાજર છે.

IPMA ના સેક્રેટરી જનરલ આર નારાયણ મૂર્તિએ જણાવ્યું હતું કે , અમે આઇડિયા સેલ્યુલરની વિરુદ્ધ નથી. પરંતુ પ્રચાર અભિયાન પરથી એવું લાગે છે જાણે કાગળ ઉદ્યોગ જ જંગલોના વિનાશ માટે જવાબદાર હોય.

આઇડિયા સેલ્યુલરે IPMA ના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે , અમે કાગળ વગરના વિશ્વ માટે સૂચન નથી કરી રહ્યા , અમારી એડ્માં અમે માત્ર કાગળ બચાવવાની તરફેણ કરીએ છીએ. તેમાં તમારા એસોસિયેશનની કંપનીઓને નિશાન બનાવવાનો પ્રયાસ નથી જેઓ જંગલો બચાવવા માટે પૂરતા પ્રયાસ કરે છે એવો અમને વિશ્વાસ છે.

શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે , અમે કાગળ ઉદ્યોગ પ્રત્યે આદર ધરાવીએ છીએ . અમે માત્ર એટલું કહેવા માંગીએ છીએ કે કાગળનો બગાડ કરવાનું કોઈને ગમતું નથી.

LIC, HDFC લાઇફ ઇન્શ્યોરન્સને પાંચ-પાંચ લાખનો દંડ

વીમા નિયમનકાર ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર ડેવલપમેન્ટ ઓથોરિટી (ઇરડા)એ સરકાર સંચાલિત લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (એલઆઇસી) અને એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સને નાણાકીય વર્ષ 2008-'09 માં ગ્રામીણ અને સામાજિક ક્ષેત્રની જવાબદારીઓને પહોંચી ન વળવા બદલ પાંચ-પાંચ લાખ રૂપિયાનો દંડ કર્યો છે તેવી માહિતી સંસદમાં શુક્રવારે આપવામાં આવી હતી.

નાણામંત્રી પ્રણવ મુખરજીએ શુક્રવારે લોકસભામાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2008-09 દરમિયાન ગ્રામીણ ક્ષેત્રના લક્ષ્યાંકો પૂરા ન કરવા બદલ એલઆઇસી અને એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઇફ ઇન્શ્યોરન્સને ઇરડાએ દંડ કર્યો છે. 25 ટકાના લક્ષ્યાંક સામે એલઆઇસી ગ્રામીણ ક્ષેત્રમાં 24.27 ટકા પોલિસીઓ આપી શકી હતી જ્યારે 19 ટકાના લક્ષ્યાંક સામે એચડીએફસી લાઇફ ફક્ત 12.85 ટકા પોલિસીઓનું જ વિતરણ કરી શકી હતી તેવું તેમણે જણાવ્યું હતું.

અન્ય એક પ્રશ્નના જવાબમાં રાજ્ય કક્ષાના નાણામંત્રી નારાયણ મીનાએ કહ્યું હતું કે જાહેર ક્ષેત્રની જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ તેમને પ્રીમિયમ સ્વરૂપે થતી આવક કરતાં વધારે રકમના હેલ્થ ઇન્શ્યોરન્સ દાવાની ચુકવણી કરી છે અને 10 ટકા જેટલા એક્વિઝિશન ખર્ચ અને 25 ટકા કરતાં વધારે મેનેજમેન્ટ ખર્ચને ગણીએ તો આ રકમ હેલ્થ પોર્ટફોલિયો માટે કુલ ખર્ચ પ્રીમિયમની આવક કરતાં વધીને 140 ટકા થઈ જાય છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટફોલિયોને તાર્કિક કરવા અને વાજબી ખર્ચે હેલ્થકેર સુવિધા પૂરી પાડવાના તથા સાથેસાથે હેલ્થકેરના વધતા ખર્ચને નિયંત્રણમાં રાખવા વીમા કંપનીને મદદરૂપ થવાના પ્રયાસમાં જાહેર ક્ષેત્રની જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓએ ચાર મહાનગરોમાં હોસ્પિટલોની પ્રેફર્ડ પ્રોવાઇડર નેટવર્ક (પીપીએન) ઊભું કરવાની પ્રક્રિયા શરૂ કરી છે તેવું તેમણે કહ્યું હતું.

આ શહેરોમાં દિલ્હી , મુંબઈ , ચેન્નાઈ અને બેંગલોર સામેલ છે. અત્યારે પીપીએન નેટવર્કમાં 449 હોસ્પિટલો સામેલ છે , જેમાં 163 હોસ્પિટલો દિલ્હીમાં , 121 હોસ્પિટલો મુંબઈમાં , 84 હોસ્પિટલો ચેન્નાઈમાં અને 81 હોસ્પિટલો બેંગલોરમાં છે. આ નેટવર્કમાં વધુ હોસ્પિટલો જોડાઈ રહી છે તેવું તેમણે ઉમેર્યું હતું. અન્ય એક પ્રશ્નનો જવાબ આપતાં મીનાએ કહ્યું હતું કે એરલાઇન ઉદ્યોગે તેની સમસ્યાઓ સરકાર સમક્ષ રજૂ કરી છે. ઇન્ડિયન બેન્ક્સ એસોસિયેશને આ બાબત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સમક્ષ રજૂ કરી છે.

બ્રાન્ડ સચિનનું મૂલ્ય નાણામાં આંકવું અશક્ય : પિયૂષ પાંડે

ઓગિલ્વી એન્ડ મેથર (સાઉથ એશિયા)ના એક્ઝિક્યુટિવ ચેરમેન પીયૂષ પાંડેના મતે સચિનનું મૂલ્ય
નાણામાં આંકી શકાય નહીં. આ ખેલાડીએ બે દાયકા લાંબી કારકિર્દીમાં નિષ્ઠા અને એકાગ્રતાથી જે પ્રતિષ્ઠા અને માન મેળવ્યું છે તેને તમે ક્યારેય નાણાથી માપી શકો નહીં.

સચિને 20 વર્ષના સ્પર્ધાત્મક ક્રિકેટ છતાં આક્રમક ક્રિકેટ સાથે જે ખેલદિલ તરીકેની જે છબિ ઉભી કરી છે તેનું માપ નાણામાં કાઢવું મુશ્કેલ છે.

તમે ક્યારેય કૌટુંબિક મૂલ્યને નાણામાં માપી શકો ? રવિવારે જ્યારે આ ખેલાડીએ 50 મી સદી ફટકારી ત્યારે આ સદી તેણે સ્વર્ગસ્થ પિતાને અર્પણ કરી લોકોને કૌટુંબિક મૂલ્યનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તમે ક્યારેય આ બાબતને નાણામાં આંકી શકો ?

સચિને ક્રિકેટ વર્લ્ડકપ વખતે તેના પિતાને ગુમાવ્યા હતા તેનું દર્દ અને આટલી લાંબી કારકિર્દીમાં વેઠેલી ઈજાઓનું મૂલ્યાંકન ક્યારેય નાણામાં માપી શકાય નહીં.

માનસિક અને શારીરિક પીડાને પાર કરીને સચિન આજના શિખરે પહોંચી શક્યો છે. આ એવો ક્રિકેટર છે કે જેણે સુકાની બનવાનું નાપસંદ કરીને ઘણા વર્ષો સુધી તેના જૂનિયર ક્રિકેટર્સ નીચે કોઈ પણ જાતના અહંમ વગર રમતો રહ્યો છે. છતાં સમગ્ર ટીમને પ્રેરણા અને માર્ગદર્શન પુરું પાડવામાં તેણે ક્યારેય પાછી પાની કરી નથી.

સચિન મુઠ્ઠી ઊંચેરા ખેલાડી સાથે એક સારો પતિ અને પિતા પણ છે. તે હંમેશા વ્યસ્ત પ્રોફેશનલ કારકિર્દી સાથે પારિવારિક જવાબદારીઓનું સંતુલન સાધવાનો પ્રયાસ કરતો રહ્યો છે. મને હજુ યાદ છે જ્યારે સચિન પત્ની અને બે બાળકો સાથે રજા માણીના પાછા ફરતી વખતે મને ફ્લાઈટમાં મળ્યો હતો , તે વખતે તે સુપરસ્ટાર ન હતો , માત્ર એક પતિ અને પિતા હતો.

કરોડો ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભગવાન તરીકે પૂજાતી વ્યક્તિ માટે વ્યક્તિગત સંતુલન રાખવું પણ મુશ્કેલ છે. તમામ સિદ્ધિઓ અને સન્માનને પચાવી આગળ વધવું એ આ મહાન ખેલાડીની ખુબી છે.

એક ક્રિકેટર , મિત્ર અને ચાહક તરીકે હું તેને સલામ કરું છું. સચિન તુ માત્ર યુવા ભારતને જ નહીં પણ મારા જેવા મોટી વયના લોકોને પણ પ્રેરણા આપે છે. સચિનના ચાહકોની સંખ્યા એટલી મોટી છે કે મને બીટલનું જાણીતુ ગીત યાદ આવે છે , મની કાન્ટ બાય મી લવ.

કોકા-કોલાએ આમિરનો કોન્ટ્રાક્ટ રિન્યૂ ન કર્યો

કોકા-કોલાએ એક દાયકા સુધી તેના સૌથી મોટા બ્રાન્ડ એમ્બેસેડર રહેલા આમિર ખાનનો કોન્ટ્રાક્ટ આ વખતે રિન્યૂ ન કરવાનો નિર્ણય લીધો છે. ઠંડાં પીણાં ઉત્પાદક કંપની હવે યુવા ગ્રાહકોને આકર્ષવા માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ યુવા સેલિબ્રિટીની પસંદગી કરશે.

એન્ડોર્સમેન્ટમાં આમિર ખાન દેશની સૌથી મોંઘી સેલિબ્રિટી છે પરંતુ છેલ્લા છ મહિનામાં બીજી વાર તેનો કોન્ટ્રાક્ટ રિન્યૂ થયો નથી. તાજેતરમાં પારલે પ્રોડક્ટ્સે પણ તેને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પડતો મૂક્યો છે. કોકા-કોલાના એક અધિકારીએ જણાવ્યું હતું કે , કોક હાલમાં આમિર સાથે કાગળ પર કોઈ કરાર ધરાવતી નથી તેથી તે ઇચ્છે તો હરીફ કોલા બ્રાન્ડનું એન્ડોર્સમેન્ટ કરી શકે છે.

નામ જાહેર ન કરવાની શરતે એક સૂત્રે જણાવ્યું હતું કે , પીણાં ઉત્પાદક કંપની પ્રોજેક્ટના આધારે જરૂર પડે ત્યારે તેમનો ઉપયોગ કરી શકે છે.આમિર ખાન છેલ્લાં બે વર્ષથી કોકની એડ્માં આવ્યો નથી. છેલ્લે તે 2009 માં કોકની ઓપન હેપ્પીનેસ એડ્માં જોવા મળ્યો હતો જે એનિમેશન સાથેની એડ્ હતી.

2009 થી તેનો ભાણેજ ઇમરાન ખાન કોકની નવી એડ્માં ચમકે છે. કોકા-કોલાએ 1999 માં આમિર ખાન સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો જે ફેબ્રુઆરીમાં રિન્યૂ થવાનો હતો. વારંવાર પ્રયાસ કરવા છતાં તેમના મેનેજરનો સંપર્ક કરી શકાયો ન હતો. કોકા-કોલાના ભારત સ્થિત પ્રવક્તાએ જણાવ્યું હતું કે , કંપની વ્યૂહાત્મક કોમ્યુનિકેશન માટે સ્ટાર સાથે જોડાણ ચાલુ રાખશે.

તેમણે કહ્યું હતું કે , અમે કેટલાક કાર્યક્રમ પર કામ કરી રહ્યા છીએ જેમાં તેના વ્યક્તિત્વનો મહત્તમ ફાયદો લઈ શકાય.એન્ડોર્સમેન્ટ જગતમાં આમિરની ગણના ઊંચી રકમ મેળવતી સેલબ્રિટીઓમાં થાય છે જે દરેક બ્રાન્ડ માટે વર્ષ રૂ. આઠથી 10 કરોડ મેળવે છે. ગયા વર્ષે તેણે ટેલિકોમ કંપની એટિસલાટ સાથે રૂ. 30 કરોડનો કરાર કર્યો હતો.

લગાન અને તારેં ઝમીં પર જેવી હિટ ફિલ્મો આપનાર આમિર ઘણાં વર્ષથી કોકના સૌથી લોકપ્રિય કેમ્પેઇનમાં મુખ્ય સ્ટાર રહ્યો છે. કોક માટે ભારે પ્રચાર કરવા છતાં તે કોકા-કોલાની અન્ય કોલા બ્રાન્ડ થમ્સ અપ કરતાં ક્યારેય આગળ વધી શકી નથી.

તે તેની હરીફ કંપની પેપ્સી કરતાં પણ પાછળ છે. પેપ્સીએ બે વર્ષ અગાઉ સુપરસ્ટાર શાહરૂખ ખાનને પડતો મૂકીને યુવા સ્ટાર રણબીર કપૂરને પેપ્સીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યો હતો.

સર્વિસ, ગ્રાહક ક્ષેત્રમાં ભારતીય બિઝનેસ જૂથોનો નબળો દેખાવ

જનરલ ઇલેક્ટ્રિક (જીઇ) જો કરી શકતી હોય તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઇએલ) કેમ ન કરી શકે ? આવું વિચારીને જ મુકેશ અંબાણીએ ગયા સપ્તાહમાં અગ્રણી પ્રાઇવેટ ઇક્વિટી કંપની અને હેજ ફંડ ડીઇ શૉ સાથે સંયુક્ત સાહસ દ્વારા નાણાકીય સેવા ક્ષેત્રે પ્રવેશવાનો નિર્ણય લીધો હતો. સવાલ એ છે કે ફાઇનાન્સ બિઝનેસમાં

આરઆઇએલને જીઇ જેવી સફળતા મળશે ખરી ?

ગ્રાહકોના સીધા સંપર્કમાં આવવું પડતું હોય તેવા સર્વિસ સેક્ટરમાં ભારતીય જૂથોનો દેખાવ સાતત્યસભર નથી. પેટ્રોકેમિકલ્સ અને રિફાઇનિંગમાં અગ્રણી આરઆઇએલે સંગઠીત રિટેલમાં ધીમી ગતિએ વિસ્તરણ કરવું પડ્યું હતું.

આદિત્ય બિરલા ગ્રૂપે ફાઇનાન્સ , સંગઠીત રિટેલ અને બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (બીપીઓ)માં ટોચની ત્રણ કંપનીમાં સ્થાન મેળવવાની કામગીરીનું કદ ઘટાડવું પડ્યું હતું. અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પર રૂ. 34,000 કરોડનું દેવું છે. ટાટાએ પણ સર્વિસ ક્ષેત્રે વીમા અને ટેલિકોમમાં મુશ્કેલ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે.

તેની સરખામણીમાં માત્ર સર્વિસ ક્ષેત્રે જ સક્રિય હોય તેવી કંપનીઓ કમાણી કરી રહી છે. સુનિલ મિત્તલની ભારતી એરટેલ અને વોડાફોન મોબાઇલ ટેલિફોનીમાં ટોચની બે પ્રાઇવેટ સેક્ટરની કંપનીમાં સ્થાન ધરાવે છે.

કિશોર બિયાનીનું ફ્યુચર ગ્રૂપ દેવા હેઠળ દબાયેલ છે , પરંતુ સંગઠીત રિટેલિંગમાં તે સૌથી મોટું જૂથ છે. સ્થાનિક નાણાકીય સેવા જૂથો મોતીલાલ ઓસ્વાલ અને એડેલવેઇસ હાલમાં બ્રોકિંગ અને સંપત્તિના વ્યવસ્થાપનમાં અગ્રણી છે.

જીઇનો બિઝનેસ ઉર્જાથી લઇને ઓઇલ અને ગેસ તથા હેલ્થકેર સુધી ફેલાયેલો છે. આ મોડલ ભૂતપૂર્વ વડા જેક વેલ્ચના પ્રયાસોને આભારી છે જેમણે ગ્રૂપનું જોખમ ઘટાડવાની નીતિ અપનાવી હતી. ભારતમાં લોકોની આવકમાં વધારો થયો હોવાથી ગ્રાહકલક્ષી બિઝનેસ તરફ પારિવારિક બિઝનેસનો રસ ઉચ્ચ વૃદ્ધિદરને આભારી છે.

જોકે વ્યૂહ ઘડવો એક વાત છે અને તેનું અમલીકરણ બીજી વાત છે. ઘણા ભારતીય કૌટુંબિક બિઝનેસ જૂથો અનેક બિઝનેસમાં હાજર છે , અનેક કંપનીઓ ચલાવે છે અને સમગ્ર વિશ્વમાં હાજરી ધરાવે છે. ટાટા પાસે સાત બિઝનેસ , 90 કંપનીઓ અને 85 પ્રદેશોમાં હાજરી છે. આદિત્ય બિરલા ગ્રૂપની 27 દેશમાં 50 કંપનીઓ છે અને તે 15 બિઝનેસ ચલાવે છે.

કુટુંબ સંચાલિત બિઝનેસ જૂથના વડા જ્યારે નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ થાય ત્યારે ચિંતા વધી જાય છે . મુંબઈ સ્થિત એક બિઝનેસ જૂથના અધિકારી જણાવે છે કે , પરિવાર આધારિત બિઝનેસ જૂથમાં પરિવારના વડા બધા નિર્ણય લેતા હોવાથી પ્રત્યાઘાતનો સમય ઝડપી હોય છે .

આરપીજી એન્ટરપ્રાઇઝિસના ચેરમેન હર્ષ ગોએન્કા જણાવે છે કે , મોટા ઉદ્યોગપતિઓને વિશાળ પ્લાન્ટમાં જંગી રોકાણ કરવાનું , સમય ફાળવવાનું અને કંપનીને ખર્ચની બાબતમાં કાર્યક્ષમ બનાવવાનું ગમે છે . જોકે તેમને બ્રાન્ડ રચવામાં એટલો રસ હોતો નથી .

ગોએન્કા હકીકત જાણે છે કારણ કે તેમની કંપની ટેલિકોમ અને સંગઠીત રિટેલમાં આગળ હતી અને અત્યારે કંપની ટેલિકોમમાંથી નીકળી ગઇ છે જ્યારે સ્પેન્સર્સ રિટેલ પ્રથમ પ્રવેશનો લાભ ઉઠાવી શકી નથી .

એસકેએ એડવાઇઝર્સના સ્થાપક અને ચેરમેન સુનિલ અલઘે જણાવ્યું હતું કે ઔદ્યોગિક જૂથોના પ્રમોટર્સને સર્વિસમાં કામ મુશ્કેલ જણાઇ શકે છે કારણ કે મેન્યુફેક્ચરિંગ કરતા તે અલગ બિઝનેસ હોય છે .

રિટેલ અને ટેલિકોમમાં ગ્રાહકોની પસંદગી પ્રમાણે પરિવર્તન ચાલુ રાખવું જરૂરી હોય છે . આ ઉપરાંત પ્રમોટર્સ પોતાના મેન્યુફેક્ચરિંગ સાહસમાંથી વિશ્વાસુ લોકોને સર્વિસ સેક્ટરના નવા સાહસમાં ટોચ પર મૂકવા પ્રેરાતા હોય છે . અલઘ કહે છે કે આ લોકો સર્વિસ બિઝનેસનું નેતૃત્વ કરવા માટે શ્રેષ્ઠ હોય તે જરૂરી નથી .

કેટલાક બિઝનેસ જૂથો માટે સર્વિસ એ તેમના કોર બિઝનેસથી ઘણું દૂર હોય છે . ઉદાહરણ તરીકે ધીરુભાઇના સમયથી રિલાયન્સે પોલિએસ્ટર , પ્લાસ્ટિક્સ , પેટ્રોકેમિકલ્સ , રિફાઇનિંગ અને ઓઇલ એન્ડ ગેસ શારકામમ અને ઉત્પાદન તરફ બેકવર્ડ ઇન્ટીગ્રેશનની નીતિ અપનાવી હતી.

અમિતાભ બચ્ચન ફરી પાર્કરના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા

લક્સર રાઇટિંગ ઇન્સ્ટ્રુમેન્ટે બે વર્ષ બાદ ફરી એક વાર ' પાર્કર ' પેન માટે બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. બચ્ચન અગાઉ 2001 થી 2008 સુધી પાર્કર પેનના બ્રાન્ડ એમ્બેસેડર હતા. નવો એન્ડોર્સમેન્ટ કોન્ટ્રાક્ટ બે વર્ષ માટેનો છે.

જોકે કંપનીએ આ કોન્ટ્રાક્ટની નાણાકીય વિગત જાહેર કરી નથી. લક્સર ગ્રૂપનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પૂજા જૈને જણાવ્યું હતું કે , બચ્ચનને ફરી સાઇન કરવાનો નિર્ણય સહજ છે , કારણ કે બીજું એવું કોઈ નામ નથી જે અમારા મતે પાર્કરના વારસા સાથે બંધ બેસી શકે.

લક્સર રાઇટિંગ ઇન્સ્ટ્રુમેન્ટે 1996 માં ભારતમાં પાર્કરની રજૂઆત કરી હતી અને હાલમાં દેશના 50,000 કરતાં વધુ સ્ટોર્સમાં આ પેનનું વેચાણ થાય છે.
ભારતના બિઝનેસ અખબારોમાં ઇકોનોમિક ટાઇમ્સ નિર્વિવાદપણે અગ્રેસર છે એવું બીજા ક્વાર્ટરના ઇન્ડિયન
રીડરશિપ સરવે (આઇઆરએસ) 2011 ના આંકડા પરથી ફલિત થાય છે.

વાચકોની દષ્ટિએ તે ટોચના 10 અંગ્રેજી અખબારોની યાદીમાં પણ એક સ્થાન આગળ વધ્યું છે. 7.85 લાખની એવરેજ ઇશ્યૂ રીડરશિપ (એઆઇઆર) સાથે ઇટી આ યાદીમાં સાતમા ક્રમે છે. સ્વાભાવિક રીતે જ ટોપના 10 માં તે એકમાત્ર બિઝનેસ અખબાર છે.

ઇટીની અગ્રેસર સ્થિતિનો અંદાજ એ હકીકત પરથી આવે છે કે ચાર અગ્રણી બિઝનેસ અખબારોના એઆઇઆરને સંયુક્ત રીતે મૂકવામાં આવે તો તેમાં ઇટીનો હિસ્સો 61 ટકા જેટલો હશે.

એટલું જ નહીં ઇટી તેના સૌથી નજીકના ત્રણ હરીફ અખબારો કરતાં વાચકોની સંખ્યામાં 2.86 લાખની જંગી લીડ ધરાવે છે. ટોટલ રીડરશિપ (ટીઆર)ના સંદર્ભમાં ઇટીના હિસ્સાને ધ્યાનમાં લેતાં તમારું મનપસંદ અખબાર અન્ય દૈનિકો કરતાં 64 ટકા આગળ છે.

ઇટીના નિરંતર વૃદ્ધિનું મહત્ત્વ એ છે કે બિઝનેસ પ્રકાશનના ઓડિયન્સમાં કેન્દ્રસ્થાન ધરાવતા યુવા ઓફિસ એક્ઝિક્યુટિવ્સ , બિઝનેસમેન અને ઉદ્યોગપતિઓ તેના વાચકવર્ગમાં સ્થાન ધરાવે છે.

ઇકોનોમિક ટાઇમ્સે 20 થી 39 વયના વર્ગજૂથમાં 36,000 નવા વાચકોનો ઉમેરો કર્યો તે દર્શાવે છે કે 50 વર્ષ પૂરાં કર્યાં પછી પણ ઇટી એક યુવાન અખબાર છે અને આ ટ્રેન્ડ છેલ્લાં ઘણાં વર્ષોથી જાળવ્યો છે. ઇટીની લીડરશિપનો અંદાજ એ બાબત પરથી મળશે કે તે 3.45 લાખ ઓઇબીએસઇપી વાચકો સાથે સૌથી નિકટના હરીફ બિઝનેસ અખબાર કરતાં તે અઢી ગણું આગળ છે.

ઇટીએ હંમેશા નવા ઉદ્ભવતા વિચારોની સાથે સામગ્રી પર વધારે ભાર મૂક્યો છે તેથી તેના વાચકોમાં 2,000 જુનિયર કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ અને મધ્યમ અને સિનિયર સ્તરે 7,000 વાચકોનો ઉમેરો કર્યો છે.

આ ઉપરાંત તેના વાચકોમાં બિઝનેસમેન અને ઉદ્યોગપતિઓનો પણ ઉમેરો થયો છે. ભૌગોલિક પ્રભાવની વાત કરીએ તો દક્ષિણમાં ઇટી આક્રમક રીતે આગળ વધી રહ્યું છે. તેણે ચેન્નાઈ , બેંગલોર અને હૈદરાબાદમાં અનુક્રમે 50 ટકા , 9 ટકા અને 5 ટકાના દરે વૃદ્ધિ કરી છે.

દિલ્હીમાં પણ 7,000 નવા વાચકો સાથે તેની રીડરશિપમાં ચાર ટકાનો વધારો થયો છે.
ઇટીના વાચકોમાં 6,000 સેક-એ રીડર્સ ઉમેરાયા છે. અત્યારે ઇટીના કુલ સેક-એ વાચકોની સંખ્યા 5.55 લાખ છે જે તેના વાચકવર્ગની ગુણવત્તા દર્શાવે છે.

જૂના હરીફોને પણ માર્ગદર્શન આપતા બ્રાન્ડ બિલ્ડર્સ

ઓગસ્ટના અંતમાં એવેન્ટિસ ફાર્માએ ભારતીય કંપની યુનિવર્સલ મેડિકેરના બ્રાન્ડેડ ન્યુટ્રાસ્યુટિકલ બિઝનેસને ખરીદવાની યોજના જાહેર કરી ત્યારે રંગા ઐયરને આનંદ થયો હતો.

ભારતીય હેલ્થકેર બજારમાં હાજરી વધારવા માટે એવેન્ટિસે 18 મહિના પહેલાં જ અમેરિકન દવા ઉત્પાદક વાયેથના ભૂતપૂર્વ એમડી રહી ચૂકેલા ઐયરનો સંપર્ક કર્યો હતો. વાયેથનું ફાઇઝર સાથે મર્જર થયા બાદ ઐયર તે સમયે વાયેથમાંથી નીકળી ગયા હતા.

અન્ય જોબ ઓફર્સને ફગાવી દઈને ઐયર સ્ટ્રેટેજી , બિઝનેસ ડેવલપમેન્ટ , મર્જર અને એક્વિઝિશન અંગે ફાર્માસ્યુટિકલ કંપનીઓના સીઇઓના સલાહકાર બન્યા હતા. એવેન્ટિસને સંભવિત ખરીદીમાં તેમણે જ મદદ કરી હતી.

ઐયર ઉપરાંત બીજા ઘણા વરિષ્ઠ એક્ઝિક્યુટિવ્સ કન્સલ્ટન્ટ બની ગયા છે અને એક સમયે હરીફ રહી ચૂકેલી કંપનીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. ભારતભરમાં કંપનીઓ વ્યૂહાત્મક સોદા માટે ભૂતપૂર્વ બિઝનેસ વડાઓની પસંદગી કરી રહી છે.

સુનિલ અલગ , શ્રીપદ નાડકર્ણી , નરેન્દ્ર અંબવાની અને નાબાંકર ' નોબી ગુપ્તા ' જેવા પૂર્વ બિઝનેસ વડાઓ તેનાં ઉદાહરણ છે.

ગ્લેક્લોસ્મિથક્લાઇન કન્ઝ્યુમર હેલ્થકેરે બે વર્ષ અગાઉ રૂ. 10,000 કરોડના બિસ્કિટ બજારમાં હોર્લિક્સને આગળ ધપાવવાની યોજના ઘડી ત્યારે તેણે બિસ્કિટ ઉદ્યોગના સૌથી પ્રતિષ્ઠિત પૈકી એક વ્યક્તિનો સંપર્ક સાધ્યો હતો.

તેમણે બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર સુનિલ અલઘની કુશળતા પર ભરોસો મૂક્યો હતો. બેંગલોર સ્થિત બિસ્કિટ ઉત્પાદકની બ્રાન્ડના સર્જનમાં અલઘની મુખ્ય ભૂમિકા હતી જેમણે ટાઇગર જેવી બ્રાન્ડ લોન્ચ કરી હતી.

ગ્લેક્લોસ્મિથક્લાઇન કન્ઝ્યુમરની વ્યૂહરચના અસરકારક રહી હોય તેમ લાગે છે. અલઘ જોડાયા પછી ત્રણ વર્ષની અંદર હોર્લિક્સ રૂ. 100 કરોડની બ્રાન્ડ બની છે અને એક ડઝનથી વધુ વેરિયન્ટ્સ લોન્ચ કર્યા છે.

ઠંડા મતલબ કોકા-કોલા એડ્ સ્લોગન રચનાર કોકા-કોલાના ભૂતપૂર્વ માર્કેટિંગ વડા શ્રીપદ નાડકર્ણીએ કોલા સેગમેન્ટમાં થમ્સઅપને પણ ઊંચા સ્થાને પહોંચાડી હતી.

તેમને ભારત ઉપરાંત ચીન , નેપાળ , બાંગ્લાદેશ અને શ્રીલંકામાં ગ્રામ્ય વિસ્તારમાં કોર બ્રાન્ડ્સની જાહેરખબરની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. અત્યારે નાડકર્ણી તેમની બુટિક કન્સલ્ટિંગ કંપની માર્કેટ ગેટ ખાતે કોકા-કોલાની હરીફ કંપની પેપ્સિકો તથા અન્ય ઠંડાં પીણાં ઉત્પાદકને માર્ગદર્શન આપે છે.

કન્ઝ્યુમર મેડિકલ પ્રોડક્ટ્સમાં નિષ્ણાતોની સલાહ મેળવવા માંગતી કંપનીઓ જ્હોન્સન એન્ડ જ્હોન્સન , ઇન્ડિયાના ભૂતપૂર્વ એમડી નરેન્દ્ર અંબવાની પાસે જઈ રહી છે . અંબવાની કહે છે , હું નિવૃત્ત થયો ત્યારથી આ ફિલ્ડની અન્ય કંપનીઓએ મારો સંપર્ક કર્યો છે . તેમને બ્રાન્ડિંગ અને માર્કેટિંગમાં મારા અનુભવની જરૂર છે.

ક્રોમ્પ્ટન બોજરૂપ વિમાન વેચી નાખશે

સંસ્થાકીય રોકાણકારોના વિરોધને પગલે દિલ્હી સ્થિત અબજોપતિ ગૌતમ થાપરના અવંથા ગ્રૂપે ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝનો વિમાન ખરીદીનો બોજ હળવો કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી વગદાર રોકાણકારોનો વર્ગ શાંત પડવાની શક્યતા છે.

પાવર ઇક્વિપમેન્ટ ઉત્પાદક ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝે ગયા વર્ષે રૂ. 270 કરોડમાં વિમાન ખરીદ્યું હતું. હિલચાલથી વાકેફ સૂત્રોએ જણાવ્યા પ્રમાણે જે ભાવે ખરીદી થઈ હતી તે જ ભાવે અનલિસ્ટેડ ગ્રૂપ કંપનીને તેનું વેચાણ કરવામાં આવે તેવી શક્યતા છે.

ક્રોમ્પ્ટનના ટોચના અધિકારીઓ આ નિર્ણય જણાવવા માટે મ્યુચ્યુઅલ ફંડ અને વીમા કંપનીઓના ફંડ મેનેજર્સને મળી રહ્યા છે જેઓ કંપનીના શેર ધરાવે છે.

સૂત્રોના કહેવા પ્રમાણે કંપનીનો નફો ઘટી રહ્યો છે ત્યારે વિમાનની ખરીદીથી રોકાણકારો નારાજ હતા. મેનેજમેન્ટ હવે વગદાર રોકાણકારોને શાંત કરવા માટે વિમાન વેચી નાખશે. કંપનીએ આ વિમાનની ખરીદીને ' રોકાણ ' ગણાવતા રોકાણકારો વધુ નારાજ હતા.

ખાનગી મ્યુચ્યુઅલ ફંડના એક ફંડ મેનેજરે જણાવ્યું હતું કે , વિમાનની ખરીદી કોણ કરશે તેની અમને ચિંતા નથી. અમે એ જોવા માંગીએ છીએ કે ક્રોમ્પ્ટન બધાં નાણાં (રૂ. 270 કરોડ) પાછા મેળવે છે કે નહીં.

અમને એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે કંપનીને આખી રકમ પાછી મળશે. '' ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝે 31 માર્ચ 2011 ના સમાપ્ત થયેલા વર્ષમાં રૂ. 888 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.

આ વિશે ઇટીની પ્રશ્નાવલિના જવાબમાં કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે , કંપની વિમાન વેચવા માટે વિવિધ વિકલ્પોની વિચારણા કરી રહી છે. 19 જુલાઈએ કંપનીએ નબળા નાણાકીય પરિણામ જાહેર કર્યાં ત્યારથી એક મહિનામાં ક્રોમ્પ્ટનનો શેર લગભગ 44 ટકા ઘટ્યો હતો.

ક્રોમ્પ્ટનના નોન-એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન એસ એમ ત્રેહાને 1 જૂને મેનેજિંગ ડિરેક્ટરપદ છોડ્યા પછી 29 જૂનથી 1 જુલાઈ વચ્ચે તેમનું સમગ્ર હોલ્ડિંગ વેચી નાખતાં રોકાણકારો અને એનાલિસ્ટોએ તેની ટીકા કરી હતી.

વિમાનની ખરીદી તથા કંપનીના બિઝનેસ વિશે ચિંતા હોવાના કારણે તેનો શેર હજુ રિકવર થયો નથી. કંપનીની કોર્પોરેટ ગવર્નન્સની પ્રક્રિયા વિશે સવાલો પેદા થયા હોવાથી વિદેશી રોકાણકારોને આકર્ષવા મુશ્કેલ છે.

રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે તેના પ્રમોટર્સ સેકન્ડરી માર્કેટમાંથી શેર ખરીદીને હિસ્સો વધારી રહ્યા છે. 15 સપ્ટેમ્બરે કંપનીમાં તેમનો હિસ્સો 40 ટકા હતો. એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડે 21 જુલાઈ બાદ ક્રોમ્પટનના 1.95 કરોડ શેર ખરીદ્યા છે.

બ્લેકબેરી સર્વિસિસ ફરી ચાલુ થઈ

ત્રણ દિવસ સુધી ખોરવાઈ ગયા પછી બ્લેકબેરીની ઇ-મેઇલ , મેસેન્જર અને બીજી ઓનલાઇન સર્વિસિસ ફરી ચાલુ થઈ છે. બ્લેકબેરીના ઉત્પાદક રિસર્ચ ઇન મોશન (આરઆઇએમ)ના ચીફ ઇન્ફર્મેશન ઓફિસર રોબિન બિયનફેટે જણાવ્યું હતું કે , ઇ-મેઇલ સિસ્ટમ કાર્યરત બની છે અને અમે બેકલોગ મેસેજનો નિકાલ કરી રહ્યા છીએ.

અમારા ગ્રાહકો પર લઘુતમ અસર થાય તે માટે સપોર્ટ ટીમ કામગીરી કરી રહી છે. અમે તમામ બજારોમાં રાબેતા મુજબના સ્તરે સર્વિસ શક્ય તેટલી ઝડપથી ફરી ચાલુ થાય તે માટે કામગીરી કરી રહ્યા છીએ.

યુરોપ , મધ્યપૂર્વ , ભારત , આફ્રિકા , કેનેડા , લેટિન અમેરિકા અને અમેરિકાના બ્લેકબેરી ગ્રાહકો સોમવારથી ઇ-મેઇલ , મેસેન્જર અને બીજી ઓનલાઇન સર્વિસિસ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. કોર સ્વિચ ફેઇલરને કારણે બ્લેકબેરીની સર્વિસ ખોરવાઈ ગઈ હતી.

આરઆઇએમ ભારતમાં આશરે 10 લાખ ગ્રાહકો ધરાવે છે. જોકે ત્રણ દિવસ સુધી સર્વિસ ખોરવાઈ ગઈ હોવાથી કંપની છેલ્લા ત્રણ દિવસ માટે ટેરિફ પેકેજમાં કોઈ રિબેટ આપશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.

HPCL એ કિંગફિશરને ઈંધણ આપવાનું બંધ કર્યું

દેશની અગ્રણી ઓઇલ માર્કેટિંગ કંપની એચપીસીએલે વિજય માલ્યાની કંપની કિંગફિશર એરલાઇન્સ માટે ઈંધણનો પુરવઠો ફરી બંધ કરી
દીધો છે. તેનાથી દેશની બીજા ક્રમની સૌથી મોટી એરલાઇન્સની વિમાન સેવા ગુરુવારે સાંજે પ વાગ્યાથી ખોરવાઈ ગઈ હતી.

આમ , એચપીસીએલએ બે મહિનામાં બીજી વખત કિંગફિશરનાં વિમાનોને ઈંધણ આપવાનું બંધ કર્યું છે , જોકે કિંગફિશરને દેશભરમાં ઈંધણ આપવાનું બંધ કર્યું હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. અગાઉ જુલાઈમાં મુંબઈ અને દિલ્હી એરપોર્ટ પરથી કિંગફિશરને ઈંધણ આપવાનું એચપીસીએલએ બંધ કર્યું હતું.

કિંગફિશર દરરોજ 52 ડોમેસ્ટિક્સ સ્થળો પરથી 370 ફ્લાઇટનું ઉડ્ડયન કરે છે. એચપીસીએલે ઈંધણના બિલ તરીકે કિંગફિશર પાસેથી આશરે રૂ. 600 કરોડ લેવાના બાકી છે. એરલાઇન અને એચપીસીએના અધિકારીઓએ આ મુદ્દાના ઉકેલ માટે મંત્રણા કરી હતી.

એચપીસીએલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે , કિંગફિશર અને એચપીસીએલ વચ્ચે સમજૂતી માટે મંત્રણા ચાલે છે. આ કટોકટીનો ઉકેલ આવતાં કેટલો સમય લાગશે તે અમે જાણતા નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર એચપીસીએલએ ગયા મહિને કિંગફિશરને ચેતવણી આપી હતી કે જો એરલાઇન્સ બાકી નાણાંની ચુકવણી નહીં કરે તો એચપીસીએલ બેન્ક ગેરંટી વટાવશે. તીવ્ર નાણાભીડનો સામનો કરી રહેલી કિંગફિશર કાર્યકારી મૂડીના જરૂરિયાત પૂરી કરવા નાણાં મેળવવાના પ્રયાસ કરી રહી છે. પ્રમોટરે કંપનીમાં છેલ્લા એક વર્ષમાં રૂ. 500 કરોડનું રોકાણ કર્યું હતું પરંતુ તે દેખીતી રીતે પૂરતું નથી.

કિંગફિશરના માથે કુલ રૂ. 4,000 કરોડનું દેવું છે અને તેના ઓડિટર્સે તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે જો પ્રમોટર્સ નાણાં ઊભાં કરી શકશે તો જ આ કંપની ટકી શકશે. કિંગફિશરને બોર્ડે રાઇટ્સ ઇશ્યૂ મારફત રૂ. 2,000 કરોડ એકત્ર કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે.

ઉદ્યોગનાં વર્તુળોમાં એવી અટકળો છે કે ફોર્મ્યુલા વન ટીમ ફોર્સ ઇન્ડિયાના હિસ્સાનું સહારને વેચાણ મારફત ઊભાં થયેલાં નાણાંને માલ્યા કિંગફિશરમાં લાવે તેવી શક્યતા છે. માલ્યાએ ફોર્સ ઇન્ડિયાનો 42.5 ટકા હિસ્સો 10 કરોડ ડોલરમાં વેચ્યો છે.

મેરિકોમાં મહિલા કર્મચારીઓને વિશેષ સ્થાન

ઘણી કંપનીઓમાં મહિલા કર્મચારીઓની સંખ્યા વધી રહી છે , પરંતુ 85 ટકા સ્ટાફ મહિલા હોય એવી કેટલી કંપનીઓ હશે ? મેરિકોના કાયા સ્કીનકેર બિઝનેસમાં આ હકીકત છે.

બ્યુટી અને સ્કીનકેર રિટેલમાં બિઝનેસના પ્રકારના કારણે જ મહિલા સ્ટાફની સંખ્યા વધારે હોય છે. કાયાના સીઇઓ અજય પાહવા જણાવે છે કે , અમારા 85 ટકા ગ્રાહકો પણ મહિલા છે.

કાયા ભારતમાં લગભગ 1,200 કર્મચારી ધરાવે છે જે તેના 82 આઉટલેટ્સમાં કામ કરે છે. તેઓ સ્કીન પ્રેક્ટિશનર્સ , ક્લાયન્ટ કોઓર્ડિનેટર્સ , ડર્મેટોલોજિસ્ટ્સ અને ક્લિનિક હેડ અથવા મેનેજર્સ તરીકે કામ કરે છે. કાયાની તાલીમ સંસ્થા અને ઓપરેશન્સમાં પણ મોટા ભાગે મહિલાઓ છે.

કંપનીમાં ભરતીમાં પણ આંતરિક સ્તરે પસંદગીને ઉત્તેજન આપવામાં આવે છે. આ ઉપરાંત હોસ્પિટાલિટી , રિટેલ , બેન્કિંગ વગેરેમાંથી ભરતી થાય છે.

પાહવા જણાવે છે કે , ગ્રાહકો અને તેમની જરૂરિયાતને મહિલાઓ વધુ સારી રીતે સમજી શકે છે તેથી તેમની પસંદગી કરાય છે. અમારે ત્યાં વાસ્તવિક કાળજી સાથે કુશળતાનો સમન્વય કરવામાં આવે છે.

કાયાના એચઆર વડા રુહી પાંડે જણાવે છે કે , કર્મચારીઓની પ્રાથમિકતા અલગ છે. મહિલાઓ માટે જીવનમાં લગ્ન , પ્રસૂતિ , માતૃત્વ અને પરિવાર જેવા વિવિધ તબક્કા હોય છે. અમે તેમને આ દરેક તબક્કામાં કઈ રીતે મદદરૂપ બની શકીએ તે મહત્ત્વનું છે.

કાયાનો મોટા ભાગનો સ્ટાફ યુવાન છે તેથી ભાવનાત્મક ટેકો પણ મહત્ત્વનો છે. કંપનીમાં ફ્રન્ટ સ્ટાફની સરેરાશ વય 20 થી 25 વર્ષ છે. કાયામાં કર્મચારીઓને કામના સ્થળે કે બીજે ક્યાંય સમસ્યા હોય તો તેના ઉકેલ માટે બે સ્તર છે.

પ્રથમ સ્તરમાં તેઓ એચઆરમાં કોઈની સાથે હેલ્પલાઇન પર વાત કરી શકે છે. બીજી વ્યવસ્થા મેમ્બર આસિસ્ટન્સ પ્રોગ્રામની છે જે એક થર્ડ પાર્ટી કંપની છે.

તેમાં તેઓ મુક્ત કાઉન્સેલિંગ મળે છે. કેટલાક મુદ્દાનો સીધો ઉકેલ આવી શકતો નથી. પાંડે જણાવે છે કે , મહિલાઓ વીક એન્ડમાં પરિવાર સાથે રહેવાનું પસંદ કરશે. પરંતુ અમારો બિઝનેસ ચોવીસે કલાક ચાલુ હોય છે તેથી રોટેશન પ્રમાણે સાપ્તાહિક રજા મળે છે.

હડતાળથી મારુતિની નબળાઈ છતી થઈ

મારુતિના માનેસર પ્લાન્ટમાં કામદારોની તાજેતરની હડતાલ 10 મા દિવસમાં પ્રવેશી છે ત્યારે રૂ. 30,000 કરોડની ઓટો કંપનીની ઘણા મોરચા પર નબળાઈ છતી થઈ છે.

ગુડગાંવ-માનેસર-ધારુહેરા-રેવા પટ્ટામાં વિકસી રહેલા ઓટો ઉદ્યોગની કામગીરી વિશે સવાલ પેદા થયા છે. આ વિસ્તારમાં ઓટો ક્ષેત્રે ચાર લાખ કામદારો કામ કરે છે ત્યારે કામદાર સંઘોની યોજનાઓ પણ જોવી પડશે.

માનેસરની અત્યારની સ્થિતિ પરથી કેટલાંક તારણ કાઢી શકાય છે. કંપની તેના ગુડગાંવ સ્થિત પ્લાન્ટમાં કામદારો સાથે ઘણા સારા સંબંધ ધરાવે છે. ઓટો ઉદ્યોગમાં વધતી હરીફાઈના કારણે દબાણમાં વધારો થતાં આ સ્થિતિ સર્જાઈ છે જેના કારણે માનેસરમાં ઊભરતી સમસ્યા પર કંપનીનું ધ્યાન ગયું ન હતું.

મારુતિ સુઝુકીમાં કામદાર સંઘની પ્રવૃત્તિ પ્રમાણમાં ઓછી રહી છે. કંપની જેને સત્તાવાર યુનિયન તરીકે માન્યતા આપે છે તે મારુતિ ઉદ્યોગ કામગાર યુનિયન માનેસર પ્લાન્ટમાં કોઈ પદાધિકારી ધરાવતું નથી. છેલ્લાં 11 વર્ષમાં તેણે ગુપ્ત મતદાન કરાવ્યું નથી તેનાથી માનેસરમાં એવી લાગણી છે કે આ યુનિયન વાસ્તવમાં મેનેજમેન્ટની કઠપૂતળી છે.

કંપનીનું કહેવું છે કે તેણે માનેસરમાં 3,500 કર્મચારીઓને જૂના યુનિયનમાં જ રહેવા અને નવું યુનિયન ન રચવા માટે ' સમજાવ્યા ' છે. માનેસરના કામદારોનું કહેવું છે કે કંપનીએ તેને ધમકીઓ આપીને યુનિયન રચતા અટકાવ્યા છે.

મેનેજમેન્ટ અને કામદારો વચ્ચે તથા મેનેજમેન્ટના વિવિધ સ્તર વચ્ચે સંવાદની અછત હોવાથી સમસ્યા વકરી છે. ત્રણ રાઉન્ડની વાટાઘાટ દરમિયાન વિવાદના કારણ બદલાતા રહ્યા છે. મેનેજમેન્ટ , કામદારો અને હરિયાણા સરકાર વચ્ચેની વાતચીતમાં વચ્ચે વચ્ચે વિવિધ કામદાર સંઘો અને હિત ધરાવતાં જૂથોની અસર થઈ છે.

હડતાલમાં કોઈ એક સળગતો મુદ્દો નથી. તેના કેન્દ્રમાં કામદારોની નારાજગી અને વિવિધ મુદ્દે અસંતોષ રહેલો છે. ગયા સપ્તાહમાં 127 થી વધુ એનાલિસ્ટ્સ , રોકાણકારો અને ફંડ મેનેજર્સે હડતાળિયા કામદારોના આગેવાન સોનુ ગુજ્જરના કોન્ફરન્સ કોલમાં ભાગ લીધો હતો અને હડતાલ પાછળનાં કારણો સમજવા પ્રયાસ કર્યો હતો.

અત્યાર સુધીમાં કંપનીને આ હડતાલના કારણે રૂ. 1,500 કરોડથી વધુ નુકસાન થયું છે. મારુતિ સુઝુકી તથા દેશના સૌથી મોટા ઓટો પટ્ટા પર હડતાલની અસર વાસ્તવિક અને લાંબા ગાળાની રહેશે.

પેટન્ટના હક પૂરા થતા હોય તેવી ઓરિજનલ દવાની સંખ્યામાં ઘટાડો તેમજ વેચાણ અને નફાને વેગ આપવા ભારતની ફાર્મા કંપનીઓ નવા બિઝનેસ મોડલ અપનાવી રહી હોવાથી ભારતના દવા બજારમાં છેલ્લાં કેટલાંક વર્ષમાં નવી બ્રાન્ડની રજૂઆતમાં ઘટાડો થયો છે.

આઇએમએસ હેલ્થના ડેટા મુજબ 2010 માં જૂની બ્રાન્ડના વિસ્તરણ સહિત કુલ 2,184 નવી બ્રાન્ડની બજારમાં રજૂઆત કરાઈ હતી , જે 2007 ની 2,506 નવી બ્રાન્ડની સરખામણીમાં 13 ટકાનો ઘટાડો દર્શાવે છે. ઓગસ્ટ 2011 ના રોજ પૂરા થયેલા આઠ મહિના દરમિયાન ફાર્મા કંપનીઓએ માત્ર 1,014 બ્રાન્ડ બજારમાં રજૂ કરી હતી.

દેશની અગ્રણી ફાર્મા કંપનીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ઘણી ઓછી ઓરિજનલ દવાના પેટન્ટના હક પૂરા થયા છે , તેથી ઓછી સંખ્યામાં જેનેરિક બ્રાન્ડ રજૂઆત સહજ વાત છે.

આ વૈશ્વિક ટ્રેન્ડ છે. સિપ્લાના સીએફઓ એસ રાધાક્રિષ્નન્ જણાવે છે કે 2005 માં પ્રોડક્ટ પેટન્ટ સિસ્ટમના અમલથી જેનેરિક ફાર્મા કંપનીઓ માટે પેટન્ટ ધરાવતી દવાના જેનેરિક વર્ઝનના વેચાણ પર નિયંત્રણો આવ્યાં છે અને તેના કારણે જેનેરિક બ્રાન્ડની રજૂઆત મર્યાદિત બની છે.

રાધાક્રિષ્નને જણાવ્યું હતું કે તેમની કંપની હાલની બ્રાન્ડના ઉપયોગ અને નવી બ્રાન્ડની રજૂઆતની બેવડી વ્યૂહરચનાનું પાલન કરે છે અને વાર્ષિક ધોરણે 35 નવી બ્રાન્ડ રજૂ કરવાની સરેરાશને જાળવી રાખી છે.

2005 પહેલાં ભારતમાં પ્રોડક્ટ પેટન્ટ વ્યવસ્થા ન હતી અને સ્થાનિક ફાર્મા કંપનીઓ પેટન્ટ ધરાવતી દવાની વૈશ્વિક રજૂઆતનાં થોડાં વર્ષમાં તેનું જેનેરિક વર્ઝન લોન્ચ કરી શકતી હતી. પરંતુ હવે પેટન્ટ ધરાવતી દવાના પેટન્ટની મુદત પૂરી થયા પછી જ તે દવાનું જેનેરિક વર્ઝન લોન્ચ કરી શકે છે.

ફાર્મા એનાલિસ્ટ્સ જણાવે છે કે ભારતની કંપનીઓ પ્રોડક્ટ્સની રજૂઆતમાં ધીમી ગતિએ આગળ વધી રહી છે , કારણ કે કંપનીઓ હવે વેચાણને વેગ આપવા નવા મોડલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં ચાર વર્ષમાં નવી પ્રોડક્ટ્સની રજૂઆતમાં 13 ટકાનો ઘટાડો થયો હોવા છતાં ઘરેલુ દવા બજારમાં વાર્ષિક 15 ટકા વૃદ્ધિદર જોવા મળી રહ્યો છે.

છેલ્લાં કેટલાંક વર્ષમાં ભારતની ફાર્મા કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી નવી બ્રાન્ડ્સની સંખ્યામાં ઘટાડો થયો છે , પરંતુ વિદેશી કંપનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી પ્રોડક્ટ્સની સંખ્યામાં વધારો થયો છે. ફાઇઝર ઇન્ડિયાના એમડી કેવલ હાન્ડાએ જણાવ્યું હતું કે કંપનીએ આ વર્ષે અત્યાર સુધી આશરે 25 નવી બ્રાન્ડ રજૂ કરી છે.

મારુતિના વેન્ડર્સ મૂંઝવણમાં મુકાયા

મારુતિ સુઝુકી ઇન્ડિયાના 250 જેટલા કોમ્પોનન્ટ સપ્લાયર્સ વિચિત્ર મૂંઝવણમાં ફસાયા છે. કેટલા કર્મચારીઓને નોકરી પર રાખવા અને કેટલાને છૂટા કરવા તેનાથી પરેશાન આ સપ્લાયર્સ મારુતિમાં ચાલતી લાંબી લાંબી હડતાલને કારણે વધતી ઇન્વેન્ટરીનો સામનો કરી રહ્યા છે.

નવી ઉમેરવામાં આવેલી ક્ષમતાનો પૂરા પ્રમાણમાં ઉપયોગ ન થવાથી પણ આ વેન્ડર્સ મુશ્કેલીમાં મુકાયા છે. દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિના માનેસર પ્લાન્ટ્સમાં છેલ્લા પાંચ મહિનામાં ત્રણ વખત હડતાલ પડી ચૂકી છે.

ગયા વર્ષે ભારતીય ઓટો ઉદ્યોગ જ્યારે 30 ટકાના દરે વિકસ્યો હતો ત્યારે આ વેન્ડર્સે તેમની ક્ષમતામાં વધારો કર્યો હતો અને હવે તેઓ 15-20 ટકા ખોટનો સામનો કરી રહ્યા છે. મારુતિને આવકમાં રૂ. 1,800 કરોડની ખોટ ગઈ છે અને તેના સપ્લાયર્સ માટેની આવકમાં રૂ. 1,400 કરોડ જેટલી ખોટ ગઈ હોવાનો અંદાજ છે.

લુમેક્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દીપક જૈને કહ્યું હતું કે , અમને ગયેલી ખોટ એ કંપનીને ગયેલી ખોટ જેટલી છે , જોકે , કંપનીએ અમને સંપૂર્ણ સહાયની ઓફર કરી છે. સઘળું સારું હતું ત્યારે અમે પણ તેનો લાભ લઈ રહ્યા હતા અને આજે પણ અમે તેમની સાથે છીએ. વર્તમાન સમય પડકારજનક છે અને મારુતિની સમસ્યા ઝડપભેર ઉકેલાઈ જાય તેવી આશા છે.

વેન્ડર્સે વિકાસશીલ ઓટોમોબાઇલ બજારમાં નફો રળવાની આશા સાથે નવી ક્ષમતા વિકસાવવા માટે રોકાણ કરવા ભારે ઋણ લીધું હતું. કોમ્પોનન્ટ ઉત્પાદકોએ 2010-11 માં ક્ષમતા વિસ્તરણ માટે રૂ. 10,000 કરોડથી પણ વધુનું રોકાણ કર્યું હતું. પરંતુ ધીમા અર્થતંત્ર અને પેટ્રોલના વધતા ભાવને કારણે ઓટો ઉદ્યોગનો વૃદ્ધિદર ધીમો પડી ગયો હતો.

વ્હીલ્સ ઇન્ડિયાના એમડી શ્રીવસ્ત રામે કહ્યું હતું કે , નવી ક્ષમતા માટે ઊંચા ભાવે ઋણ લેવામાં આવ્યું હતું અને હવે વણવપરાયેલી ક્ષમતાને કારણે કંપનીઓની નફાકારકતા પર ગંભીર અસર પહોંચી રહી છે.

છેલ્લા ઘણા સમયથી મારુતિ સુઝુકીના મેનેજમેન્ટ અને કામદારો વચ્ચેની વાટાઘાટ ચાલી રહી છે ત્યારે કંપનીએ તેના વેન્ડર્સને તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને સપ્લાય સાથે સજ્જ રહેવા પણ જણાવ્યું છે એમ એક અગ્રણી વેન્ડરે નામ ગુપ્ત રાખવાની શરત સાથે કહ્યું હતું.

મારુતિ સાથે નજીકથી સંકળાયેલા વેન્ડરે કહ્યું હતું કે , આ પરિસ્થિતિથી અમારી પાસે હાલની તારીખમાં મહત્તમ ઇન્વેન્ટરી છે .

વર્તમાન નાણાકીય વર્ષના પ્રારંભથી સપ્ટેમ્બર સુધીમાં એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર 2011 સુધીમાં મારુતિનું વેચાણ 5,33,833 એકમ નોંધાયું છે , જે ગયા વર્ષના સમાન સમયગાળામાં વેચાયેલા 5,96,978 એકમોની સરખામણીએ 10.6 ટકા ઘટાડો દર્શાવે છે .

વેન્ડર્સના કહેવા પ્રમાણે , ગયા વર્ષમાં જેટલા એકમો વેચાયા હતા તેટલા એકમો વર્તમાન વર્ષમાં વેચવા એ કંપની માટે મોટા પડકાર સમાન છે.

કચ્છના રણોત્સવમાં એક લાખ પ્રવાસીઓ આવવાની સંભાવના

સફેદ રેતી માટે જાણીતા કચ્છના ધોરડો ગામ ખાતે દર વર્ષે રણોત્સવનું આયોજન થાય છે. આ પગલું રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસના ભાગરૂપે કાર્યક્રમ આધારિત પ્રવાસનનો ભાગ છે. 9 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલો રણોત્સવ એક મહિના સુધી ચાલશે.

રણોત્સવ 2010 માં પ્રથમ ત્રણ દિવસ માટે 450 હંગામી ટેન્ટની માંગ હતી. મહિનાના બાકીના દિવસોમાં આ માંગ ઘટીને 150 ટેન્ટ થઈ ગઈ હતી. રાજ્યના પ્રવાસ સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે , અમે ચાલુ વર્ષે સમગ્ર મહિના માટે 450 ટેન્ટનું આયોજન કર્યું છે માટે મુલાકાતીઓની સંખ્યા એક લાખનો આંક વટાવશે. ચાલુ વર્ષે અમે વધુ સુવિધા ઊભી કરી છે. અમે કોર્પોરેટ , બિઝનેસ સેગમેન્ટ અને એનઆરઆઇને લક્ષ્ય બનાવી રહ્યા છીએ.

રણોત્સવ 2010 ના ભાગરૂપે યોજાયેલા હેલિકોપ્ટર રાઇડ , સેન્ડ આર્ટ , કેમલ સફારી , કાઇટ ફેસ્ટિવલ અને ભારત પાકિસ્તાન સરહદની મુલાકાત જેવાં આકર્ષણો 2011 માં પણ રંગ જમાવશે.

રણોત્સવનું સતત છઠ્ઠા વર્ષે આયોજન થઈ રહ્યું છે. ગુજરાતને અગ્રણી પ્રવાસન સ્થળ બનાવવા માટે રાજ્ય સરકાર કાર્યક્રમ આધારિત પ્રવાસન પર ભાર મૂકી રહી છે.

ચાલુ વર્ષે ઓગસ્ટમાં સાપુતારા ખાતે મોન્સુન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરરોજ 15,000 પ્રવાસીઓએ ભાગ લીધો હતો. 2010 માં ગુજરાતમાં 2,95,000 આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું આગમન થયું હતું જેમાંથી 1,70,000 નોન-રેસિડન્ટ ઇન્ડિયન હતા.

એનઆરઆઇના આગમનની સિઝન પર દર વર્ષે શિયાળામાં રણોત્સવનું આયોજન થાય છે. ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (ટીસીજીએલ) જિલ્લા કલેક્ટર કચેરી સાથે એક મહિનો લાંબી ઇવેન્ટનું આયોજન કરે છે.

કચ્છના કલેક્ટર એમ થેન્નારસણે જણાવ્યું હતું કે , સુવિધાની ગુણવત્તા વધારવા પર ભાર મુકાઈ રહ્યો છે. કચ્છ કાર્નિવલમાં બે ડઝનથી વધુ ટેબ્લો હશે જેમાં પરંપરાગત કળા , સ્થાનિક આર્કિટેક્ચર અને પર્યાવરણને લગતા મુદ્દા પ્રદર્શિત કરવામાં આવશે.

પ્રવાસન વિભાગે ગુજરાતને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે રજૂ કરવા માટે બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને દર્શાવતી ટીવી જાહેરાત પણ જારી કરી છે .કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ' જાહેરાત ધોરડો ગામ તેમજ માંડવી બીચને પ્રમોટ કરે છે.

પ્યૂજો નવેમ્બરથી ગુજરાત ફેસિલિટી પર કામ શરૂ કરશે

ફ્રેન્ચ કાર ઉત્પાદક પીએસએ પ્યૂજો સિત્રોન નવેમ્બરના પહેલા સપ્તાહથી સાણંદમાં તેના પ્લાન્ટની કામગીરી શરૂ કરશે એમ કંપની સત્તાવાળાઓએ જણાવ્યું હતું. કંપનીએ 1 સપ્ટેમ્બરના રોજ જાહેરાત કરી હતી કે તે દસ વર્ષ બાદ ભારતમાં પાછી ફરશે અને ગુજરાતમાં તેની ફેસિલિટી સ્થાપશે.

અમેરિકન કાર ઉત્પાદક ફોર્ડ મોટર્સે પણ તેની બીજી ભારતીય ફેસિલિટી પર કામગીરી શરૂ કરી દીધી છે જે તેની પ્રથમ કાર 2014 માં બહાર પાડશે. પ્યૂજો રૂ. 4,000 કરોડનું રોકાણ કરવાનું આયોજન ધરાવે છે ત્યારે ફોર્ડ પણ વાર્ષિક 1.65 લાખ કારની ઉત્પાદન ક્ષમતા ઊભી કરવા માટે તેટલી જ રકમનું રોકાણ કરશે.

પ્યૂજોના ઉચ્ચ અધિકારીઓ તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમના આયોજન અંગે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે , પ્યૂજોની ફેસિલિટીનો શિલાન્યાસ કાર્યક્રમ 3 નવેમ્બરના રોજ યોજાશે.

પ્યૂજો સાણંદ ખાતે 600 એકરમાં પ્લાન્ટ સ્થાપી રહી છે. રાજ્ય ઉદ્યોગ વિભાગના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી માટેની ડિઝાઇન નક્કી થઈ ગઈ છે અને કંપનીના અધિકારીઓ ફ્રાન્સમાં તાલીમ લઈ રહ્યા છે.

પ્યૂજોના સત્તાવાળાઓએ પણ કહ્યું હતું કે ઉત્પાદન એકમની કામગીરી ટૂંક સમયમાં પુરજોશમાં શરૂ થશે. યુરોપિયન કાર ઉત્પાદક બી-પ્લસ , સી અને ડી ક્લાસ કારનું ભારતીય બજાર માટે ઉત્પાદન કરશે. તેનું મોડલ 508 સૌ પ્રથમ 2014 માં બહાર પડશે.

કંપની સત્તાવાળાએ અગાઉ જણાવ્યું હતું કે , ભારતીય ગ્રાહકોની જરૂરિયાતને અનુરૂપ સી-ક્લાસ કાર બનાવવામાં આવશે. બાદમાં પ્યૂજો તેની હાઈબ્રિડ (ડીઝલ અને ઇલેક્ટ્રિક) કાર પણ ભારતમાં લાવશે. તેણે ડીઝલ એન્જિન માટે ફોર્ડ સાથે અને ગેસોલિન એન્જિન માટે બીએમડબલ્યુ સાથે જોડાણ કરેલું છે.

કંપનીએ ઉદ્યોગ માટે કુશળ માનવબળ તૈયાર કરવા માટે સંસ્થા સ્થાપવા માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર પણ કર્યા છે. પીએસએ પ્યૂજો સિત્રોનના બોર્ડના ચેરમેન ફિલિપ વરિને જણાવ્યું હતું કે કંપની તેની કારમાં સ્થાનિક સ્પેરપાર્ટ્સનો વધુ ઉપયોગ કરશે.

ગુજરાત સરકારે પ્યૂજોને સાણંદ જિલ્લામાં નોર્થ કોટપુરા ગામમાં ટાટા નેનોના મધર પ્લાન્ટની સાઇટની બાજુમાં 600 એકરનો પ્લોટ આપ્યો છે. આમાંથી 100 એકર જમીનનો વેન્ડરો દ્વારા ઉપયોગ થશે.

પ્યૂજો એક દાયકા બાદ ભારતમાં ફરી પ્રવેશ કરી રહી છે. અગાઉ તેણે પ્રીમિયર ઓટોમોબાઇલ્સ લિમિટેડ સાથે સંયુક્ત સાહસ રચ્યું હતું પરંતુ તે સફળ રહ્યું ન હતું.

ભારત એક દાયકામાં અમેરિકા અને ચીન બાદનું વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું કાર બજાર બનવા જઈ રહ્યું છે . જોકે , ભારતમાં છેલ્લા ત્રણ મહિનાથી કાર વેચાણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે .

સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ ( એસઆઇએએમ ) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ સપ્ટેમ્બર 2011 માં પેસેન્જર કારનું વેચાણ 1,65,925 યુનિટ નોંધાયું હતું જે અગાઉના વર્ષના સમાન સમયગાળાના 1,68,959 યુનિટના વેચાણની તુલનાએ 1.8 ટકા ઓછું છે.

October 10, 2011

સમર ઇન્ટર્નશિપ માટે વિદ્યાર્થીઓને નવી શરૂ થયેલી કંપનીઓનું આકર્ષણ

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ , અમદાવાદ ( IIM-A) નો 2006 ની બેચનો ભૂતપૂર્વ વિદ્યાર્થી સમીર નિગમ આજે તેની સ્ટાર્ટ અપ કંપનીમાં સંસ્થાના વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ ઓફર કરી રહ્યો છે. તે જણાવે છે કે , પ્રતિભાવ સારો છે અને વિદ્યાર્થીઓ આન્ત્રપ્રિન્યોરશિપ ફેર 2011 માટે કેમ્પસમાં આવેલી નવી કંપનીઓ સાથે કામ કરવા ઉત્સુક છે.

2008 માં સ્ટાર્ટબીન્સ કન્સલ્ટિંગ નામની પોતાની કંપની શરૂ કરનાર નિગમ આઇઆઇએમ-એના બે ગ્રેજ્યુએટ્સ અને આઇઆઇએમ-એ બહારના બે ગ્રેજ્યુએટ્સને ઇન્ટર્નશિપ ઓફર કરવા માંગે છે. તે જણાવે છે કે , વિદ્યાર્થીઓ અને બિઝનેસ સ્કૂલ્સ હવે ઉદ્યોગસાહસિકતા પર ભાર મૂકી રહ્યા છે.

અમારા જેવી નવી કંપનીઓ જુનિયર લેવલે સરળતાથી લોકોની ભરતી કરી શકે છે પરંતુ મિડલ અને સિનિયર લેવલમાં લોકોની ભરતી કરવામાં મુશ્કેલી પડે છે. અમે વિદ્યાર્થીઓને ઇન-હાઉસ ટ્રેનિંગ દ્વારા તૈયાર કરીશું. તેઓ મૂલ્યવર્ધન કરી શકશે.

આઇઆઇએમ-એ 2008 થી આન્ત્રપ્રિન્યોરશિપ ફેરનું આયોજન કરે છે અને અન્ય આ કાર્યક્રમમાં અન્ય બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરે છે. આ કાર્યક્રમ સમર ઇન્ટર્નશિપ દ્વારા સ્ટાર્ટ-અપને સારી રીતે સમજવા માટે એમબીએના વિદ્યાર્થીઓને એક સારું પ્લેટફોર્મ પૂરું પાડે છે.

સોશિયલ આન્ત્રપ્રિન્યોરશિપ , માઇક્રો-ક્રેડિટ , આઇટી , કન્સલ્ટિંગ , ટેક્નોલોજી , એજ્યુકેશન ક્ષેત્રની 19 જેટલી કંપનીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ તેમને યોગ્ય લાગે તે કંપનીઓનો જાતે સંપર્ક કરી શકે છે અને તેઓ સ્ક્રિનિંગ પ્રક્રિયા બાદ ઇન્ટર્નશિપ મેળવી શકે છે.

આઇઆઇએમ-એ વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા કેળવવા ઇચ્છે છે અને તેને લાગે છે કે આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થી પોતાનું સાહસ શરૂ કરતી વખતે કેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેનું શિક્ષણ આપે છે.

સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ , બેંગલોરના એક વિદ્યાર્થી અશોક શશીધરન જણાવે છે કે , જો તેને બહુરાષ્ટ્રીય કંપની અને નવી શરૂ થયેલી કંપની વચ્ચે પસંદગીની તક આપવામાં આવે તો હું ઇન્ટર્નશિપ માટે નવી શરૂ થયેલી કંપનીની પસંદગી કરીશ.

નવી કંપનીમાં મળેલો અનુભવ વધુ ફળદાયી નીવડી શકે છે. '' એસઆઇબીએમના પાંચ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

દસ વર્ષના કામનો અનુભવ ધરાવતા ઉમેદવારો માટેના આઇઆઇએમ - એના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ ફોર એક્ઝિક્યુટિવ્ઝ ( પીજીપીએક્સ ) ના 20 જેટલા ઉમેદવારો નવી કંપની માટે ઘણા ઉત્સાહી જણાતા હતા .

13 વર્ષનો અનુભવ ધરાવતા પીજીપીએક્સના એક વિદ્યાર્થી પ્રશાંત ભુગ્રાએ જણાવ્યું હતું કે , હું અને મારો મિત્ર સાહસ કરવાનું વિચારી રહ્યા છીએ . મને અહીં ઘણી નવી વસ્તુઓ જાણવા મળી .

સ્ટાર્ટ અપ મોટી કંપનીઓ જેટલું સ્ટાઇપેન્ડ ઓફર કરતી નથી પરંતુ વિદ્યાર્થીઓને સ્ટાર્ટ અપમાં શીખવાનું ઘણું મળે છે . નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના પ્રથમ વર્ષના વિદ્યાર્થી રાહુલ શર્માએ જણાવ્યું હતું કે , હું માનું છું કે , સમર ઇન્ટર્નશિપ કમાણી કરવા નહીં પરંતુ શીખવા માટે છે . સ્ટાર્ટ અપમાં આપણને વધુ કામગીરી અને જવાબદારી મળે છે અને આપણને વાસ્તવિક દુનિયાનો અનુભવ થાય છે.

ગુજરાતમાં દિવાળી બાદ મકાનના ભાવ વધારવાનું વિચારતા બિલ્ડર્સ

ગુજરાતમાં મકાનોનું વેચાણ ઘણું જ ઓછું છે છતાં કેટલાક બિલ્ડર્સ દિવાળી બાદ તેના ભાવ દસ ટકા સુધી વધારવાનું વિચારી રહ્યા છે.
જોકે , રિયલ એસ્ટેટ નિષ્ણાતને લાગે છે કે વર્તમાન બજાર સ્થિતિને જોતાં આ નિર્ણય બિલ્ડર્સ માટે બૂમરેંગ સાબિત થઈ શકે છે.

બાંધકામ અને મજૂરખર્ચમાં વધારો ડેવલપર્સ દ્વારા ભાવવધારો કરવા પાછળનાં મુખ્ય કારણો જણાય છે. આમાંથી મોટા ભાગના ડેવલપર્સ અમદાવાદ અને ગાંધીનગરમાં કામગીરી ધરાવે છે.

ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઉસિંગ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ (ગાહેડ)ના પ્રેસિડન્ટ સુરેશ પટેલે જણાવ્યું હતું કે , ખર્ચમાં થયેલા વધારાને કારણે ડેવલપર્સના નફાને ભારે અસર થઈ હોવાથી અમે દિવાળી બાદ 10 થી 12 ટકાના ભાવવધારાનું વિચારી રહ્યા છીએ.

ગુજરાતના રૂ. 60,000 કરોડના રિયલ્ટી માર્કેટમાં અમદાવાદનો હિસ્સો 40 ટકા છે. પટેલે જણાવ્યું હતું કે , સમગ્ર વર્ષમાં થતા કુલ બુકિંગમાંથી 35 ટકા બુકિંગ નવરાત્રી અને દિવાળીની વચ્ચે થાય છે.

30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન યોજાઈ રહેલા ગાહેડના પ્રદર્શનની મુલાકાત લેનાર ખરીદદારને કોઈ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં પટેલે જણાવ્યું હતું કે , '' અમારી છેલ્લી મિટિંગમાં ડિસ્કાઉન્ટનો કોઈ ઉલ્લેખ થયો ન હતો.

ભાવ ઘટે તેવી કોઈ ધારણા નથી. દિવાળી બાદ ભાવ વધી શકે છે. '' બિલ્ડર્સની સંસ્થા અમદાવાદમાં એક પ્રોપર્ટી શોનું આયોજન કરી રહી છે જેમાં રૂ. 12,000 કરોડના મૂલ્યના 500 પ્રોજેક્ટ પ્રદર્શિત કરાશે. પ્રદર્શનના આમંત્રણમાં પણ એક વાક્ય લખવામાં આવ્યું છે કે , અત્યારે નહીં તો ક્યારેય નહીં. '' જે ગ્રાહકોને તાત્કાલિક ખરીદી કરવા પ્રેરે છે.

રિયલ એસ્ટેટ ક્ષેત્રના એક નિષ્ણાતે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ગાહેડનું સંભવિત પગલું અતાર્કિક લાગે છે અને તે અવળું પડી શકે છે. નિષ્ણાતે જણાવ્યું હતું કે , '' ભાવ વધારવો શક્ય નથી.

અત્યારે બજારમાં કોઈ ખરીદદાર નથી. રૂ. 25 લાખ કે તેનાથી ઓછી કિંમતના એપાર્ટમેન્ટ અને કેટલાક પ્લોટેડ પ્રોજેક્ટ્સ સિવાય વેચાણ નબળું છે. દાખલા તરીકે અમદાવાદમાં થ્રી બેડરૂમ-હોલ-કિચન એપાર્ટમેન્ટ અને બંગલોનું વેચાણ 60 ટકા ઘટ્યું છે.

અમદાવાદમાં ગઈ દિવાળીથી અત્યાર સુધીમાં રિયલ્ટીના ભાવમાં ભાગ્યે જ કોઈ વધારો થયો છે. છેલ્લા કેટલાક મહિનાથી ભાવ સ્થિર રહ્યા છે ત્યારે વેચાણમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.

એક ડેવલપરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે , અમદાવાદમાં રિયલ એસ્ટેટના ભાવ અત્યારે પીક પર છે. તેમાં વધારો કરવાનો કોઈ પણ પ્રયાસ બજારમાં અત્યારે જે પણ થોડી ઘણી માંગ જોવાઈ રહી છે તેને પણ ખલાસ કરી નાંખશે. જોકે , જો 15 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે તો ગુમાવેલી માંગ ફરીથી સક્રિય થઈ શકે છે.

અગાઉ પત્રકાર પરિષદ સંબોધતાં પટેલે જણાવ્યું હતું કે , વૈશ્વિક અર્થતંત્રમાં થતી ઊથલપાથલની ગુજરાતના પ્રોપર્ટી માર્કેટને અસર થતી નથી . 2008 માં મંદી વખતે દિલ્હી અને બેંગલોરના પ્રોપર્ટી માર્કેટમાં 12 ટકા સુધીનો ઘટાડો થયો હતો પરંતુ અમદાવાદમાં ભાવ 8 ટકા વધ્યા હતા .

આ વખતે પણ અમને સ્થાનિક બજાર પર કોઈ અસર જણાતી નથી .જ્યારે રિયલ એસ્ટેટ નિષ્ણાતો બીજું જ કંઈક કહી રહ્યા છે . વૈશ્વિક મંદી વખતે દિલ્હી અને મુંબઈના માઇક્રો માર્કેટમાં મહત્તમ 40 ટકા સુધીનો ઘટાડો જોવાયો હતો અને અમદાવાદમાં 15 થી 20 ટકા ઘટાડો નોંધાયો હતો.

IIM-Aની હિન્દી વેબસાઇટ લોન્ચ કરાઇ

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ ( IIM-A) એ હિન્દી પખવાડિયું ની ઉજવણીના ભાગરૂપે હિન્દીમાં વેબસાઇટ લોન્ચ કરી છે. આઇઆઇએમ-એના ડીન પ્રોફેસર બી એચ જાજૂએ સંસ્થાના કેમ્પસ ખાતે હિન્દી વેબસાઇટ ખુલ્લી મૂકી હતી.

આ પ્રસંગે હાજર રહેલા સત્તાવાર ભાષા અમલ સમિતિના ચેરપરસન પ્રોફેસર આનંદ કુમાર જયસ્વાલે જણાવ્યું હતું કે આઇઆઇએમ-એ હિન્દી ભાષામાં પોતાની સત્તાવાર સાઇટ લોન્ચ કરનાર પ્રથમ સંસ્થા બની છે. હિન્દી વેબસાઇટ ઉપલબ્ધ થતા હવે આઇઆઇએમ-એના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ અંગે વધુ લોકોને માહિતી મળશે તેવી આશા છે.

ઈફ્કો કંડલા નજીક મધદરિયે જેટીનું નિર્માણ કરશે

 ખાતરનું ઉત્પાદન કરતી કંપની ઇફ્કો ખાતરનું મોટા વહાણમાંથી નાનાં વહાણોમાં વહન કરવા માટે કંડલા નજીક મધ દરિયે એક જેટ્ટીનું નિર્માણ કરશે.

કંપનીને આ રૂ. 30 કરોડનો પ્રોજેક્ટ પ્રક્રિયા ઝડપી બનાવવામાં અને નુકસાન ઘટાડવામાં મદદ કરશે કારણ કે વિદેશમાંથી ખાતરની વધેલી માંગને પહોંચી વળવા માટે સજ્જ થઈ રહી છે. પ્રોજેક્ટ કંડલા ખાતે કેટલોક ટ્રાફિક પણ હળવો કરશે.

આ જેટ્ટી ઇફ્કોની કેપ્ટિવ લિક્વિડ જેટ્ટી અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની લિક્વિડ કાર્ગો જેટ્ટીની વચ્ચે 36,000 ચોરસ મીટર જમીન પર બનશે. આ જમીન પહેલેથી ઇફ્કોના કબજામાં છે. મધ્ય દરિયે લાંગરતાં મોટાં વહાણોમાંથી ખાતર ઉદ્યોગ માટેનો કાચો માલસામાન જેટ્ટી પર ઉતારવામાં આવશે અને બાદમાં ટ્રકો દ્વારા ટૂંકા અંતર દ્વારા કંપનીના પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવશે.

પ્લાન્ટ નાઇટ્રોજન , ફોસ્ફરસ અને પોટેશિયમનો વિવિધ પ્રમાણમાં ઉપયોગ કરીને ખાતરનું ઉત્પાદન કરે છે. આયાતી ખાતરનો સંગ્રહ કરવામાં આવશે બાદમાં તેને પેક કરીને રેલવે વેગન દ્વારા મોકલવામાં આવશે. ઇફ્કોના ચેરમેન નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે , અમને કંડલા પોર્ટ ટ્રસ્ટની મંજૂરી મળી છે અમે ટૂંક સમયમાં પ્રોજેક્ટ પર કામ શરૂ કરીશું.

આ જેટ્ટી પિક સિઝનમાં ઘણી ઉપયોગી બનશે કે જ્યારે વહાણોને દસ દિવસ સુધી રાહ જોવી પડતી હોય છે. આવા વિલંબને કારણે અધિકારીઓને પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી હતી. આ જેટ્ટી કંપનીને અત્યંત જરૂરી એવી નિશ્ચિતતા પૂરી પાડશે.

તેનાથી ઇફ્કો કોઈ પણ પ્રકારની ડ્રાફ્ટ મર્યાદા વગર મોટા વહાણમાં કાર્ગો શિપમેન્ટ માટે વ્યવસ્થા કરવામાં મદદ કરશે. કાર્ગોનું સૂચિત જેટ્ટી પર ડાઇવર્ઝન કંડલા પોર્ટને વધુ કાર્ગો સમાવવામાં અને ટ્રાફિકને હળવો કરવામાં મદદ કરશે.

ઇફ્કો લિક્વિડ કાર્ગો માટે પહેલેથી કેપ્ટિવ જેટ્ટી ધરાવે છે જ્યારે ડાઇએમોનિયમ ફોસ્ફેટ , મોનો એમોનિયમ ફોસ્ટેફ અને પોટાશ જેવા ઘન કાર્ગોને કંડલા પોર્ટ પર ઉતારવામાં આવે છે. બાદમાં આ કાર્ગોને ટ્રક્સ અને ડમ્પર દ્વારા કંપનીના પ્લાન્ટમાં સ્ટોરેજ વિસ્તારમાં લઈ જવામાં આવે છે જે 12 કિલોમીટર દૂર આવેલો છે.

હજારો ટ્રકોની હેરફેરને કારણે આ વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા ઊભી થઈ છે. તેમાં પણ કંડલાના વધેલા ઔદ્યોગિકીકરણે સમસ્યા વધુ વિકટ બનાવી છે. કંડલા પોર્ટ ટ્રસ્ટ તેની ક્ષમતા વધારી રહી છે ત્યારે વેપારમાં વધારો ક્ષમતા વિસ્તરણ કરતાં વધી ગયો છે. વધુમાં ખાતરની માંગ વધતાં પણ ઇફ્કોએ આ પગલું ભરવાની ફરજ પડી છે.

અમૂલની નજર યુવા ગ્રાહક સમૂદાય પર

ગયા સપ્તાહમાં બાવીસ વર્ષની આયુષી સચદેવાએ ટ્વિટર પર અમૂલનાં વખાણ કરતી ટ્વિટ કરીને 55 વર્ષ જૂની બ્રાન્ડને ' રોકસ્ટાર ' ગણાવી હતી. પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તર વિશેની અમૂલની એડ્ તેને પસંદ પડી હતી અને યુવાનોમાં અમૂલની લોકપ્રિયતા વધી રહી હોવાના સંકેત મળ્યા હતા.

બે અબજ ડોલરની બ્રાન્ડ છેલ્લા પાંચ દાયકામાં પ્રથમ વખત ઇમેજ બદલવા માટે સક્રિય છે. અમૂલે 18 થી 22 વર્ષના વયજૂથના લોકોને અપીલ કરવા માટે નવી વ્યૂહરચના ઘડી છે જે ભારતના કુલ ગ્રાહક વર્ગમાં 51 ટકા હિસ્સો ધરાવે છે. 2011 ના વર્લ્ડ કપમાં તેણે નેધરલેન્ડ્સની ટીમને સ્પોન્સર કરી હતી. હવે આગામી ભારતીય ગ્રાં પ્રિમાં તે ફોર્મ્યુલા વન સોબર ટીમને સ્પોન્સર કરશે.

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર આર એસ સોઢીએ જણાવ્યું હતું કે , અમૂલની પ્રોડક્ટ વિશે રૂઢિચુસ્ત ઇમેજને દૂર કરીને યુવાનોમાં તેને તાજગીસભર બનાવવી પડશે.

તેના ભાગરૂપે અમે નવી પેઢી સાથે તાલ મિલાવવા માંગીએ છીએ.જીસીએમએમએફ અમૂલનાં ઉત્પાદનોને ભારત અને 50 આંતરરાષ્ટ્રીય બજારોમાં વેચે છે. સોઢીએ કહ્યું હતું કે , અમૂલ હવે પેક ડિઝાઇન , પ્રોડક્ટ પોઝિશનિંગ અને ઇવેન્ટ પ્રમોશન પર ધ્યાન આપી રહી છે જેથી આર્ટિફિશિયલ ડ્રીંક્સ અને જ્યુસથી ફ્રેશ પ્રોડક્ટ તરફ વળતી યુવા પેઢીમાં લોકપ્રિય બની શકાય.

ભારતમાં 13 ડેરી કો-ઓપરેટિવ્સના સંગઠનને લાગે છે કે ચાલુ વર્ષના અંત સુધીમાં અમૂલને ત્રણ અબજ ડોલરની બ્રાન્ડ બનાવવી હોય તો યુવાનોમાં તેની લોકપ્રિયતા વધારવી પડશે.

ઇટીએ 29 જૂનની આવૃત્તિમાં જણાવ્યું હતું કે અમૂલ ટૂંક સમયમાં નેસ્લે , ડેનોન , લેક્ટાલિસ અને ફોન્ટેરાની શ્રેણીમાં આવવા માંગે છે. અમૂલ બટરમાં 90 ટકા , ચીઝમાં 80 ટકા , આઇસક્રીમમાં 40 ટકા બજારહિસ્સો ધરાવે છે. જ્યારે પાઉચ્ડ મિલ્ક કેટેગરીમાં તે 25 ટકા હિસ્સો ધરાવે છે.

સોઢી જણાવે છે કે , યુવાનો જે ભાષા સમજે તેમાં પ્રત્યાયન કરવા માટે અમૂલ વ્યૂહ ધરાવે છે. તેથી ઘી જેવી ડેરી પ્રોડક્ટને રિપોઝિશન કરવી હોય કે ત્વચાને ચમકદાર બનાવે તેવી ચીજને પ્રમોટ કરવી હોય , યુવાનોને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યા છે.

તાજેતરમાં શોએબ અખ્તરે સચિન તેંડુલકર વિશે કરેલી ટિપ્પણી બાદ અમૂલે આ વિષય પર ટીખળ કરતી એડ્ બનાવી છે જેમાં શોએબ માટે ' તબ ભી ફેંકતા થા , અબ ભી ફેંકતા હૈ ' લાઇન વાપરવામાં આવી છે.

અમૂલ અમદાવાદ બેંગલોરમાં કાફે શરૂ કરશે

બ્રાન્ડ અમૂલ યુવા ગ્રાહકોનો લાભ લેવા માટે ટૂંક સમયમાં ગુજરાત અને કર્ણાટકમાં ફાસ્ટ ફૂડ કાફે શરૂ કરશે. દેશની સૌથી જૂની સહકારી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (જીસીએમએમએફ) કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું દેશ અને વિદેશમાં વેચાણ કરે છે તે પિત્ઝા , ગુલાબજાંબુ , નૂડલ્સ , ઢોસા , સેન્ડવીચ અને અન્ય દૂધની બનાવટોનું વેચાણ કરવા માટે અમદાવાદ અને બેંગલોરમાં આઉટલેટ્સ શરૂ કરશે.

જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર આર એસ સોઢીએ જણાવ્યું હતું કે , અમારા ગ્રાહકોની ભારે માંગને વશ થઈને અમે આ ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છીએ.તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમૂલ બ્રાન્ડ ગુણવત્તા અને નાણાંના વાસ્તવિક મૂલ્યને વરેલી રહેશે.

સોઢીએ ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે , કોઈ પણ માનવીય હસ્તક્ષેપ વગર સંપૂર્ણપણે મશીનથી તૈયાર થયેલા ઢોસાની કિંમત રૂ. 40 હશે.

સોઢીએ જણાવ્યું હતું કે , અમે દેશના માત્ર પ્રથમ શ્રેણી અને દ્વિતીય શ્રેણીના શહેર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ એવું નથી. આ આઉટલેટ્સ દેશના કોઈ પણ ખૂણે હોઈ શકે છે.

ચાલુ વર્ષના અંત સુધીમાં અમે ફ્રેન્ચાઇઝી મોડલથી વધુ દસ કાફે શરૂ કરીશું. 1,500 થી 2,000 ચોરસ ફૂટ વિસ્તાર ધરાવતા કાફે માટે રૂ. 15 થી 25 લાખના રોકાણની જરૂર પડશે.

મીઠાઈ , ચોકલેટ , આઇસક્રીમ , ઠંડા પાણી જેવી અમૂલની અન્ય પ્રોડક્ટ્સનું પાર્લરમાં વેચાણ થશે. અમૂલ અત્યારે દેશમાં 6,000 પાર્લર ધરાવે છે જે અમૂલની વિવિધ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. અમૂલ દેશભરમાં 400 અમૂલ સ્કૂપિંગ પણ ધરાવે છે જે માત્ર આઇસક્રીમનું વેચાણ કરે છે.

હિટાચીએ ગાંધીનગર સ્થિત હાઇ-રેલ ખરીદી

ટોકયો સ્થિત હિટાચી લિમિટેડે જાહેર નહીં કરાયેલી રકમમાં ગાંધીનગર સ્થિત પાવર ઇલેક્ટ્રોનિક્સ કંપની હાઇ-રેલ ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ ખરીદી છે. હાઇ-રેલનું હવે નામ બદલીને હિટાચી હાઇ-રેલ પાવર ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ કરાશે.

હાઇ-રેલના મેનેજિંગ ડિરેક્ટર પીયૂષ શાહે જણાવ્યું હતું કે , હિટાચીએ હાઇ-રેલનો બહુમતી હિસ્સો ખરીદ્યો છે. અમે એકબીજાની શક્તિનો ઉપયોગ કરીને વૃદ્ધિ કરીશું. અમારી કંપનીમાં હેલિક્સના શેરમાં પણ ફેરફાર થશે.

હાઇ-રેલના એક ઉપરી અધિકારીએ જણાવ્યું હતું કે આ પગલાથી હિટાચીનો ભારતમાં પાવર ઇલેક્ટ્રોનિક્સ બિઝનેસ મજબૂત બનશે.

2010 માં પ્રાઇવેટ ઇક્વિટી કંપની હેલ્કિસ ઇન્વેસ્ટમેન્ટ એડ્વાઇઝર્સે રૂ. 50 કરોડમાં હાઇ-રેલનો બહુમતી હિસ્સો ખરીદ્યો હતો. કંપની સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે હિટાચીના એક્વિઝિશન બાદ હેલિક્સના હિસ્સામાં પણ ઘટાડો થશે.

હાઇ-રેલ ગાંધીનગરમાં એક ઉત્પાદન એકમ ધરાવે છે અને બંને કંપની અમદાવાદ નજીક સાણંદ ખાતે 2 મેગાવોટ અને 5 મેગાવોટની ક્ષમતાવાળા પાવર પ્લાન્ટ્સ માટે મોટર કન્ટ્રોલ ડિવાઇસિસનું ઉત્પાદન કરવા માટે અન્ય એક ગ્રીન ફીલ્ડ પ્રોજેક્ટ સ્થાપી રહી છે.

હાઇ-રેલના બોર્ડ અને હિટાચીના અધિકારીઓ વચ્ચે બુધવારે એક બેઠક યોજાઈ હતી. અધિકારીઓ માને છે કે આ પગલાથી 31 માર્ચ 2016 ના અંતે પૂરા થતા નાણાકીય વર્ષમાં કંપનીની આવક વધીને રૂ. 800 કરોડ ( 14 અબજ યેન) થશે.

ભારતીય અર્થતંત્રની લગભગ 8 ટકાની વૃદ્ધિને પગલે મોટી સંખ્યામાં પાવર પ્લાન્ટ , સ્ટીલ ઉત્પાદન એકમો અને રિન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે જેને પગલે મિડિયમ-વોલ્ટેડ ઇન્વર્ટર સિસ્ટમ્સ , અનઇન્ટ્રપ્ટેડ પાવર સપ્લાઇસ (યુપીએસ) અને સોલર અને વિન્ડ પાવર ઉત્પાદન માટે પાવર કન્ડિશનર્સ જેવી પ્રોડેક્ટ્સની માંગમાં ઉછાળો આવ્યો છે.

જૂન 2011 માં હિટાચી અને હાઇ-રેલે હિટાચી દ્વારા હાઇ-રેલમાં ઇક્વિટી રોકાણની શક્યતા સહિતના બિઝનેસ જોડાણ અંગે ચર્ચાની શરૂઆત કરી હતી. હાઇ-રેલ લો-વોલ્ટેજ ઇન્વર્ટર ડ્રાઇવ સિસ્ટમ સહિત પાવર ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે અને વેચાણ અને સેવાનું દેશવ્યાપી નેટવર્ક ધરાવે છે.

તેના મુખ્ય ક્લાયન્ટ્સમાં ઓએનજીસી , સીઇએસસી , હિન્દુસ્તાન ઝિંક , ટાટા સ્ટીલ , જેએસડબલ્યુ સ્ટીલ અને રિલાયન્સ પેટ્રોલિયમનો તેમજ રાજ્ય ઇલેક્ટ્રિસિટી બોર્ડ્સનો સમાવેશ થાય છે.

શ્રીમંતોની સંખ્યામાં ભારતે યુરોપિયન દેશોને પાછળ રાખ્યા

વિશ્વમાં સૌથી વધુ ગરીબોની વસતિ ધરાવતા ભારતમાં મોટા ભાગના યુરોપિયન દેશોની સરખામણીમાં વધુ ધનાઢ્ય પરિવારો પણ છે. જર્મની અને ફ્રાન્સ કરતાં પણ ભારતમાં ધનિક પરિવારો વધુ છે.

રિસર્ચ કંપની ટીએનએસના અહેવાલ પ્રમાણે ભારતમાં 30 લાખ ધનાઢ્ય પરિવારો છે અને ચીનની સાથે સાથે ભારત પણ શ્રીમંત લોકોના કેન્દ્ર તરીકે ઊપસી રહ્યું છે. ટીએનએસના ડિરેક્ટર , બિઝનેસ અને ફાઇનાન્સ , રેગ વાન સ્ટીને જણાવ્યું હતું કે , ભારત અને ચીને જર્મની અને ફ્રાન્સ જેવા મોટા ભાગના યુરોપિયન દેશોને પાછળ રાખી દીધા છે.

ભારત-ચીનના લોકોની સાહસિકતાના કારણે તેમને અંગત સંપત્તિ વધારવામાં પણ મદદ મળી રહી છે.

ટીએનએસના ' ગ્લોબલ એફ્લુઅન્ટ ઇન્વેસ્ટર સ્ટડી ' માં ચીન , બ્રાઝિલ અને ભારત સહિત 24 દેશોમાં 12,000 લોકોની મુલાકાત લેવામાં આવી હતી. તેમાં રૂ. 50 લાખ (એક લાખ ડોલર)થી વધુ રોકાણ ક્ષમતા ધરાવતા લોકોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

ભારતમાં ધનાઢ્ય લોકો વધુ સંપત્તિવાન બની રહ્યા છે તેથી યુએઇ , સિંગાપોર , હોંગકોંગ અને સ્વિડનની સાથે ભારતમાં પણ એક લાખ ડોલરથી વધુ મૂડી ધરાવતા લોકોની સંખ્યા વધી છે. અભ્યાસમાં જણાવાયું છે કે લક્ઝરી કાર ઉત્પાદકો મર્સિડિઝ બેન્ઝ , જગુઆર લેન્ડ રોવરથી લઈને હર્મિસ અને લુઇ વિટ્ટન જેવી કંપનીઓ ભારતમાં તેમનો બિઝનેસ વિસ્તારી રહી છે.

લક્ઝરી અંગે સીઆઇઆઇ-એટી કર્ની અહેવાલ પ્રમાણે ભારતીય લક્ઝરી ઉદ્યોગ 2015 સુધીમાં વર્ષે 25 ટકાના દરે વિસ્તરીને 14.7 અબજ ડોલર સુધી પહોંચશે. 2009 માં બિઝનેસ 4.76 અબજ ડોલરનો હતો. ભારતમાં શ્રીમંત લોકોની સંખ્યા વધી હોવા છતાં કુલ વસતિમાં તેઓ માત્ર એક ટકા છે.

ચીનમાં પણ કુલ વસતિના માત્ર એક ટકા લોકો ધનિક છે જ્યારે અમેરિકામાં 21 ટકા લોકો ( 3.1 કરોડ પરિવાર) પાસે એક લાખ ડોલરથી વધુ રોકાણપાત્ર સંપત્તિ છે. વિશ્વના કુલ ધનિક પરિવારોમાંથી 80 ટકા લોકો હજુ પણ પશ્ચિમમાં રહે છે.

મંદી પછીના સમયમાં આ પ્રથમ અને વિસ્તૃત અભ્યાસ હતો. તેમાં રોકાણ અને ખર્ચની આદતોને ધ્યાનમાં લેવાઈ હતી.

અભ્યાસમાં જણાવાયા પ્રમાણે દરેક દેશમાં ધનિકોની વય અને રોકાણની પ્રાથમિકતા અલગ અલગ છે. ઉદાહરણ તરીકે અમેરિકા અને યુરોપમાં સુપર રિચ લોકોની સરેરાશ વય 57 વર્ષ છે જ્યારે હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયામાં તેઓ સરેરાશ 40 વર્ષની વયના છે.

ભારતમાં રોકાણના 80 ટકા નિર્ણયો પુરુષ દ્વારા લેવાય છે. મધ્ય યુરોપમાં આ પ્રમાણ 75 ટકા છે જ્યારે અમેરિકામાં ધનિક વર્ગમાં રોકાણને લગતા 55 ટકા નિર્ણયો મહિલા લે છે.

રોકાણનાં સાધનોની બાબતમાં ભારતીયો રૂઢિચુસ્ત છે. ભારતીયો 66 ટકા રોકાણ બોન્ડ અને સરકારી જામીનગીરીમાં કરે છે. મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોક્સને 56 ટકા પસંદગી મળી છે. આ ઉપરાંત 33 ટકા લોકો સોનામાં રોકાણ કરે છે. ચીનમાં 35 ટકા , જર્મનીમાં 23 ટકા ધનિકો સોનામાં રોકાણ કરે છે.
નાણામંત્રાલય નેશનલ સ્મોલ સેવિંગ્સ ફંડ (એનએસએસએફ)માં સુધારા અમલમાં મૂકવાની તૈયારીમાં હોવાથી પોસ્ટ ઓફિસની યોજનાઓમાં બચત કરનારાઓને વધુ વળતર મળશે.

મંત્રાલયે ઉચ્ચસ્તરીય પેનલની ભલામણો અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે જેણે વ્યાજદરને માર્કેટ સાથે સાંકળવા , નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (રાષ્ટ્રીય બચતપત્રો)ના સમયગાળામાં ઘટાડો કરવા અને પબ્લિક પ્રોવિડન્ટ ફંડની રોકાણમર્યાદા વધારવાની ભલામણ કરી છે.

મોટા ભાગની બેન્કો એક વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 9.25 ટકા વ્યાજ આપે છે જ્યારે પોસ્ટ ઓફિસમાં એક વર્ષની ડિપોઝિટ પર માત્ર 6.25 ટકા વ્યાજ મળે છે. બેન્કના સેવિંગ ખાતામાં રહેલાં નાણાં પર ચાર ટકા વ્યાજ ચૂકવાય છે જ્યારે પોસ્ટના બચત ખાતા માટે વ્યાજદર માત્ર 3.5 ટકા છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર શ્યામલ ગોપીનાથના અધ્યક્ષપદ હેઠળ એનએસએસએફે જૂનમાં પોસ્ટ ઓફિસ સ્કીમ્સ પર વ્યાજદર અડધાથી એક ટકા સુધી વધારવા દરખાસ્ત કરી છે. પેનલે પોસ્ટ ઓફિસના બચત ખાતાનો વ્યાજદર પણ અડધો ટકો વધારીને ચાર ટકા કરવાની ભલામણ કરી છે.

આ ઉપરાંત રાષ્ટ્રીય બચતપત્રની મુદત એક વર્ષ ઘટાડીને પાંચ વર્ષ કરવા તથા પીપીએફમાં વાર્ષિક યોગદાનની રકમ રૂ. 70,000 થી વધારીને રૂ. એક લાખ કરવા કહ્યું છે.

રાજ્યો તેના વાર્ષિક ખર્ચને ફાઇનાન્સ કરવા એનએસએસએફનો 80 ટકા હિસ્સો ઉપયોગમાં લઈ શકે છે. 9.5 ટકા વ્યાજદર સાથે 25 વર્ષની લોન માટે ફંડ ઉપલબ્ધ કરાવાય છે. રાજ્યો બજારમાંથી જે દરે લોન મેળવે છે તેના કરતાં આ ઊંચો દર છે.

પેનલની દરખાસ્તોથી રાજ્યોના ઋણ પર અસર થતી હોવાથી નાણામંત્રાલયે આ અંગે રાજ્ય સરકારો સાથે વાતચીત શરૂ કરી હતી. આ ચર્ચા સમાપ્ત થઈ છે અને 60 દિવસની અંદર સમિતિની ભલામણો અમલમાં આવે તેવી શક્યતા છે.

એક અધિકારીએ કહ્યું હતું કે , મોટા ભાગનાં રાજ્યો એનએસએસએફના સુધારા અંગે ઘણા હકારાત્મક છે.નિષ્ણાતોના કહેવા પ્રમાણે આ પગલાંથી રોકાણકારો ફરી ટપાલ ખાતાની નાની બચત યોજનાઓ તરફ આકર્ષાશે.

વેલ્યૂ રિસર્ચના સીઇઓ ધીરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે , આ સારું અને તાર્કીક પગલું છે. અત્યારની સ્થિતિમાં લોકો નાની બચત યોજનાઓ તરફ વળશે કારણ કે તેમાં નિશ્ચિત વળતર મળે છે અને તે સૌથી વધુ સુરક્ષિત છે.ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ ત્રણ મહિનામાં રોકાણકારોએ નાની બચત યોજનાઓમાંથી રૂ. 26,000 કરોડ ઉપાડ્યા હતા.

એનએસએસએફમાંથી આટલા મોટા પ્રમાણમાં ઉપાડ ચાલુ રહેશે તો બેલેન્સ ઘટશે અને સરકારે નાણાં ઉમેરવા પડશે. કેટલાક નિષ્ણાતોના કહેવા પ્રમાણે એનએસએસએફના સુધારાથી કેન્દ્ર તથા રાજ્ય સરકારને ફાયદો થશે.

મદ્રાસ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના ડી કે શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે , ઋણના સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્ય બંનેને લાભ છે. છેલ્લા કેટલાક સમયથી નાની બચતમાં મૂડીપ્રવાહ ઘટી ગયો હતો તે ફરી શરૂ થશે.
અત્યાર સુધી તેઓ મોદીના માસ્ક પહેરીને ફરતા હતા અને જાહેરસભાઓમાં વી ફોર વિક્ટરીની વાતો કરતા હતા. એક સમયે ભારતીય જનતા પાર્ટીની સક્રિય કેડર રચનારા કેટલાક કાર્યકરોએ મુખ્યમંત્રી તરીકે 10 વર્ષ પૂરા કરનારા નરેન્દ્ર મોદી માટે પોતાનો પરસેવો પાડવાના સ્થાને પોતાના કારોબાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કર્યું છે.

ભાજપના સ્ટાર પ્રચારક તેમની છબીને રાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમને પક્ષ કાર્યકરોની પહેલાં કરતાં વધુ જરૂર છે તેવા સમયે આ સ્થિતિ ઊભી થઈ છે. મોદી તેના કરિશ્મા દ્વારા કાર્યકરોના મન જીતી શકે છે પરંતુ પક્ષમાં ઘણા લોકો એવું માનતા થઈ ગયા છે કે ગુજરાત ભાજપ હવે એક વન-મેન શો થઈ ગયો છે.

અમદાવાદ સ્થિત એક સિનિયર એડ્વોકેટ અને ભાજપના કાર્યકરે જણાવ્યું હતું કે , પક્ષ માટે સ્થાનિક સ્તરે કાર્યક્રમો યોજવા માટે દર વર્ષે હું પક્ષ માટે રૂ.એક લાખ ખર્ચતો હતો. હવે મેં મારા પ્રોફેશન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે.

પક્ષનું ધ્યાન નવા કાર્યકરો તરફ વધતાં ભાજપના ડોક્ટર સેલમાં સક્રિય એક મેડિકલ પ્રેક્ટિશનરે પોતાની પ્રેક્ટિસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. આ ડોક્ટર જણાવે છે કે , હું મારી તમામ સાંજ પક્ષ કાર્યાલય પર વિતાવતો હતો અને તમામ કાર્યક્રમમાં ભાગ લેતો હતો. મેં પક્ષ માટે જેટલો સમય આપ્યો છે તેનું મને કોઈ વળતર મળ્યું નથી.

અમદાવાદ મહાનગરપાલિકામાં કેટલીક નગરપાલિકાઓ ભળ્યા બાદ ભાજપના એક પૂર્વ કોર્પોરેટરને લાગી રહ્યું છે કે પક્ષ દ્વારા તેમની ઉપેક્ષા થઈ રહી છે. અત્યારે તેઓ પક્ષમાં નિષ્ક્રિય છે. તેમને લાગે છે કે પક્ષના સિનિયર કાર્યકરોની રાજકીય કારકિર્દી થંભી ગઈ છે.

ભાજપ રાજ્ય પ્રમુખ આર સી ફળદુ પણ ભાગ્યે જ કોઈ રાજકીય મંચ પર જોવા મળે છે. ભાજપ કાર્યકરોનું કહેવું છે કે મોદી સંગઠન સાથે દાયકાઓથી જોડાયેલા અગ્રણી કાર્યકરોની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓની અવગણના કરીને નવા ચહેરાઓને સ્થાન આપે છે.

ભાજપની સાથી સંસ્થાઓ વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી) અને રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘ(આરએસએસ)નો રાજ્યમાં અવાજ રહ્યો નથી. આ સંસ્થાઓ અગાઉ ઘણું પ્રભુત્વ ધરાવતી હતી ખાસ કરીને ટિકિટની વહેંચણી વખતે. અત્યારે આ બંને સંસ્થાઓ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે.

પક્ષ સાથે બે દાયકાથી જોડાયેલા વિહિપના એક કાર્યકર જણાવે છે કે , હવે તો બુથ મેનેજમેન્ટ પણ મોદી કરે છે . આરએસએસ અને વિહિપનું ક્યાંય સ્થાન નથી .

2001 માં કેશુભાઈના રાજીનામાના પગલે રાજ્ય કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તે સમયે પંજાબ , હિમાચલપ્રદેશ , જમ્મુ અને કાશ્મીર અને દિલ્હીનો હવાલો સંભાળતા રાષ્ટ્રીય મહામંત્રી મોદીની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી .

કેશુભાઈ પટેલ અને તેમના સહાયકો ભૂતપૂર્વ કેન્દ્રીય કાપડમંત્રી કાશીરામ રાણા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા પણ હાલ રાજ્યના રાજકારણમાં સુષુપ્ત અવસ્થામાં છે .
પક્ષ કાર્યકરો ગોપાલદાસ ભોજવાણી , જયંતીભાઈ પટેલ ( નરોડા ) , નવલ પટેલ , શંકર ચેવલી સહિતના ઘણા કાર્યકરો રાજકીય મંચ પર ફરીથી ઊભરવાની તકની રાહ જોતા ચૂપ રહેવામાં શાણપણ સમજે છે . ભૂતપૂર્વ ધારાસભ્ય ભાવિન શેઠ , ભરત બારોટ , ડો . જીતુભાઈ પટેલ પણ અન્ય નિષ્ક્રિય નેતાઓ પૈકીના કેટલાક છે .

ભાજપના ભૂતપૂર્વ મંત્રી અને હાલમાં મહાગુજરાત જનતા પાર્ટી નામના રાજકીય પક્ષના સ્થાપક ગોરધન ઝડફિયા જણાવે છે કે , મોદી વાપરો અને ફેંકી દો ' અને ' ભાગલા પાડો અને રાજ કરો ' ની નીતિ અપનાવે છે .

મોદીના કટ્ટર વિરોધી તરીકે જાણીતા ઝડફિયા 2002 ગોધરાકાંડ બાદનાં તોફાનોમાં તેમની ભૂમિકા માટે તપાસ હેઠળ છે . મોદી પક્ષ કરતા પણ મોટા થઇ ગયા છે '' એમ ઝડફિયાએ ઉમેર્યું હતું .

પોતાની મતબેન્ક પર વિશ્વાસ ધરાવતા મોદીએ કેશુભાઈના વફાદારોને પ્રમોટ કરવાની અને કોંગ્રેસમાંથી પણ કાર્યકરો લાવવાની નીતિ અપનાવી હતી .

વાજપેયી સરકારમાં કેન્દ્રીય ભારે ઉદ્યોગમંત્રી અને કેશુભાઈના વફાદાર વલ્લભ કથિરિયાને પાંચ વર્ષ બાદ હમણાં ગૌસેવા આયોગના ચેરમેનપદે નિમણૂક કરવામાં આવી છે .
કેશુભાઈના વધુ એક વફાદાર નેતા અને ભૂતપૂર્વ રાજ્યમંત્રી મહેન્દ્ર ત્રિવેદીને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા છે . રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે , ભાવનગર જિલ્લામાં મતદાતાઓની બદલાયેલી સ્થિતિએ ત્રિવેદીને આ લાભ અપાવ્યો છે .

કોંગ્રેસ શાસન દરમિયાન ભૂતપૂર્વ નાણામંત્રી મનોહરસિંહ જાડેજાના પુત્ર માંધાતાસિંહને ભાજપમાં લાવવામાં આવ્યા હતા અને તેમને ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ ( ટીસીજીએલ ) ના ડિરેક્ટરપદે નિયુક્ત કરવામાં આવ્યા હતા .

રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે , મોદી મત મેળવવા માટે મુખ્યત્વે તેના કરિશ્મા પર આધાર રાખે છે , ઉમેદવારનો માત્ર એક વ્યૂહાત્મક સાધન તરીકે ઉપયોગ કરે છે . જ્યારે પણ પક્ષ નબળો પડે છે કે વિપક્ષ મજબૂત થાય ત્યારે તે ભૂમિકામાં આવે છે અને સુનિશ્ચિત કરે કે તેનો ઉમેદવાર જીતે .

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં નો - રિપીટ થિયરીથી સત્તા વિરોધી વલણ પર અંકુશ આવ્યો છે પરંતુ તેનાથી સિનિયર નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે .

જોકે પક્ષ હોદ્દેદારોનું કહેવું છે કે પક્ષનો નૈતિક જુસ્સો હજુ પણ ઊંચો છે . રાજ્ય ભાજપના પ્રવક્તા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે , 20 વર્ષ સુધી કેશુભાઈનો નિર્ણય અંતિમ ગણાતો હતો . હવે મોદીનો વારો છે . મોદી ખૂબ જ સક્રિય છે અને કેડરને સક્રિય કરે છે.
અત્યાર સુધી તેઓ મોદીના માસ્ક પહેરીને ફરતા હતા અને જાહેરસભાઓમાં વી ફોર વિક્ટરીની વાતો કરતા હતા. એક સમયે ભારતીય જનતા પાર્ટીની સક્રિય કેડર રચનારા કેટલાક કાર્યકરોએ મુખ્યમંત્રી તરીકે 10 વર્ષ પૂરા કરનારા નરેન્દ્ર મોદી માટે પોતાનો પરસેવો પાડવાના સ્થાને પોતાના કારોબાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કર્યું છે.

ભાજપના સ્ટાર પ્રચારક તેમની છબીને રાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમને પક્ષ કાર્યકરોની પહેલાં કરતાં વધુ જરૂર છે તેવા સમયે આ સ્થિતિ ઊભી થઈ છે. મોદી તેના કરિશ્મા દ્વારા કાર્યકરોના મન જીતી શકે છે પરંતુ પક્ષમાં ઘણા લોકો એવું માનતા થઈ ગયા છે કે ગુજરાત ભાજપ હવે એક વન-મેન શો થઈ ગયો છે.

અમદાવાદ સ્થિત એક સિનિયર એડ્વોકેટ અને ભાજપના કાર્યકરે જણાવ્યું હતું કે , પક્ષ માટે સ્થાનિક સ્તરે કાર્યક્રમો યોજવા માટે દર વર્ષે હું પક્ષ માટે રૂ.એક લાખ ખર્ચતો હતો. હવે મેં મારા પ્રોફેશન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું છે.

પક્ષનું ધ્યાન નવા કાર્યકરો તરફ વધતાં ભાજપના ડોક્ટર સેલમાં સક્રિય એક મેડિકલ પ્રેક્ટિશનરે પોતાની પ્રેક્ટિસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. આ ડોક્ટર જણાવે છે કે , હું મારી તમામ સાંજ પક્ષ કાર્યાલય પર વિતાવતો હતો અને તમામ કાર્યક્રમમાં ભાગ લેતો હતો. મેં પક્ષ માટે જેટલો સમય આપ્યો છે તેનું મને કોઈ વળતર મળ્યું નથી.

અમદાવાદ મહાનગરપાલિકામાં કેટલીક નગરપાલિકાઓ ભળ્યા બાદ ભાજપના એક પૂર્વ કોર્પોરેટરને લાગી રહ્યું છે કે પક્ષ દ્વારા તેમની ઉપેક્ષા થઈ રહી છે. અત્યારે તેઓ પક્ષમાં નિષ્ક્રિય છે. તેમને લાગે છે કે પક્ષના સિનિયર કાર્યકરોની રાજકીય કારકિર્દી થંભી ગઈ છે.

ભાજપ રાજ્ય પ્રમુખ આર સી ફળદુ પણ ભાગ્યે જ કોઈ રાજકીય મંચ પર જોવા મળે છે. ભાજપ કાર્યકરોનું કહેવું છે કે મોદી સંગઠન સાથે દાયકાઓથી જોડાયેલા અગ્રણી કાર્યકરોની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓની અવગણના કરીને નવા ચહેરાઓને સ્થાન આપે છે.

ભાજપની સાથી સંસ્થાઓ વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી) અને રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘ(આરએસએસ)નો રાજ્યમાં અવાજ રહ્યો નથી. આ સંસ્થાઓ અગાઉ ઘણું પ્રભુત્વ ધરાવતી હતી ખાસ કરીને ટિકિટની વહેંચણી વખતે. અત્યારે આ બંને સંસ્થાઓ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે.

પક્ષ સાથે બે દાયકાથી જોડાયેલા વિહિપના એક કાર્યકર જણાવે છે કે , હવે તો બુથ મેનેજમેન્ટ પણ મોદી કરે છે . આરએસએસ અને વિહિપનું ક્યાંય સ્થાન નથી .

2001 માં કેશુભાઈના રાજીનામાના પગલે રાજ્ય કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તે સમયે પંજાબ , હિમાચલપ્રદેશ , જમ્મુ અને કાશ્મીર અને દિલ્હીનો હવાલો સંભાળતા રાષ્ટ્રીય મહામંત્રી મોદીની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી .

કેશુભાઈ પટેલ અને તેમના સહાયકો ભૂતપૂર્વ કેન્દ્રીય કાપડમંત્રી કાશીરામ રાણા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા પણ હાલ રાજ્યના રાજકારણમાં સુષુપ્ત અવસ્થામાં છે .
પક્ષ કાર્યકરો ગોપાલદાસ ભોજવાણી , જયંતીભાઈ પટેલ ( નરોડા ) , નવલ પટેલ , શંકર ચેવલી સહિતના ઘણા કાર્યકરો રાજકીય મંચ પર ફરીથી ઊભરવાની તકની રાહ જોતા ચૂપ રહેવામાં શાણપણ સમજે છે . ભૂતપૂર્વ ધારાસભ્ય ભાવિન શેઠ , ભરત બારોટ , ડો . જીતુભાઈ પટેલ પણ અન્ય નિષ્ક્રિય નેતાઓ પૈકીના કેટલાક છે .

ભાજપના ભૂતપૂર્વ મંત્રી અને હાલમાં મહાગુજરાત જનતા પાર્ટી નામના રાજકીય પક્ષના સ્થાપક ગોરધન ઝડફિયા જણાવે છે કે , મોદી વાપરો અને ફેંકી દો ' અને ' ભાગલા પાડો અને રાજ કરો ' ની નીતિ અપનાવે છે .

મોદીના કટ્ટર વિરોધી તરીકે જાણીતા ઝડફિયા 2002 ગોધરાકાંડ બાદનાં તોફાનોમાં તેમની ભૂમિકા માટે તપાસ હેઠળ છે . મોદી પક્ષ કરતા પણ મોટા થઇ ગયા છે '' એમ ઝડફિયાએ ઉમેર્યું હતું .

પોતાની મતબેન્ક પર વિશ્વાસ ધરાવતા મોદીએ કેશુભાઈના વફાદારોને પ્રમોટ કરવાની અને કોંગ્રેસમાંથી પણ કાર્યકરો લાવવાની નીતિ અપનાવી હતી .

વાજપેયી સરકારમાં કેન્દ્રીય ભારે ઉદ્યોગમંત્રી અને કેશુભાઈના વફાદાર વલ્લભ કથિરિયાને પાંચ વર્ષ બાદ હમણાં ગૌસેવા આયોગના ચેરમેનપદે નિમણૂક કરવામાં આવી છે .
કેશુભાઈના વધુ એક વફાદાર નેતા અને ભૂતપૂર્વ રાજ્યમંત્રી મહેન્દ્ર ત્રિવેદીને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા છે . રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે , ભાવનગર જિલ્લામાં મતદાતાઓની બદલાયેલી સ્થિતિએ ત્રિવેદીને આ લાભ અપાવ્યો છે .

કોંગ્રેસ શાસન દરમિયાન ભૂતપૂર્વ નાણામંત્રી મનોહરસિંહ જાડેજાના પુત્ર માંધાતાસિંહને ભાજપમાં લાવવામાં આવ્યા હતા અને તેમને ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ ( ટીસીજીએલ ) ના ડિરેક્ટરપદે નિયુક્ત કરવામાં આવ્યા હતા .

રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે , મોદી મત મેળવવા માટે મુખ્યત્વે તેના કરિશ્મા પર આધાર રાખે છે , ઉમેદવારનો માત્ર એક વ્યૂહાત્મક સાધન તરીકે ઉપયોગ કરે છે . જ્યારે પણ પક્ષ નબળો પડે છે કે વિપક્ષ મજબૂત થાય ત્યારે તે ભૂમિકામાં આવે છે અને સુનિશ્ચિત કરે કે તેનો ઉમેદવાર જીતે .

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં નો - રિપીટ થિયરીથી સત્તા વિરોધી વલણ પર અંકુશ આવ્યો છે પરંતુ તેનાથી સિનિયર નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે .

જોકે પક્ષ હોદ્દેદારોનું કહેવું છે કે પક્ષનો નૈતિક જુસ્સો હજુ પણ ઊંચો છે . રાજ્ય ભાજપના પ્રવક્તા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે , 20 વર્ષ સુધી કેશુભાઈનો નિર્ણય અંતિમ ગણાતો હતો . હવે મોદીનો વારો છે . મોદી ખૂબ જ સક્રિય છે અને કેડરને સક્રિય કરે છે.