October 18, 2011

અમિતાભ બચ્ચન ફરી પાર્કરના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા

લક્સર રાઇટિંગ ઇન્સ્ટ્રુમેન્ટે બે વર્ષ બાદ ફરી એક વાર ' પાર્કર ' પેન માટે બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. બચ્ચન અગાઉ 2001 થી 2008 સુધી પાર્કર પેનના બ્રાન્ડ એમ્બેસેડર હતા. નવો એન્ડોર્સમેન્ટ કોન્ટ્રાક્ટ બે વર્ષ માટેનો છે.

જોકે કંપનીએ આ કોન્ટ્રાક્ટની નાણાકીય વિગત જાહેર કરી નથી. લક્સર ગ્રૂપનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પૂજા જૈને જણાવ્યું હતું કે , બચ્ચનને ફરી સાઇન કરવાનો નિર્ણય સહજ છે , કારણ કે બીજું એવું કોઈ નામ નથી જે અમારા મતે પાર્કરના વારસા સાથે બંધ બેસી શકે.

લક્સર રાઇટિંગ ઇન્સ્ટ્રુમેન્ટે 1996 માં ભારતમાં પાર્કરની રજૂઆત કરી હતી અને હાલમાં દેશના 50,000 કરતાં વધુ સ્ટોર્સમાં આ પેનનું વેચાણ થાય છે.

No comments:

Post a Comment