લેખિકા: ભૂમિ
ભેસાણિયા
પ્રોફેશન: ચીફ મેનેજર, કોટક મહિન્દ્રા બેન્ક
શોખ: કવિતા / ગઝલ લખવાનો
અને બીજાને વંચાવવાનો
"અરીસા મહીં ખુદને નિહાળતા
ડર લાગે છે,
ક્યાંક ખુદને ખુદની નજર લાગી
જશે." - ભૂમિ ભેસાણિયા
કલમ અને લાગણીનું જયારે સ્નેહ-મિલન
થાય છે ત્યારે સાહિત્ય સર્જાય છે. હું થોડો સાહિત્ય પ્રેમી તો ખરો જ અને તેમાં પણ જો
કવિતા અને ગઝલોનો એક ઘૂંટ મળી જાય તો શું કહેવું? લાવ, આ પુસ્તકને થોડી મીઠી નજર લગાવી
જોઉં. કદાચ ભાગ્યના દરવાજામાં કોઈક ટકોર કરી જાય તેવું પણ બને.
આ પુસ્તકને હાથમાં જોતાંની
સાથે જ જાણીતા લેખિકા આરતી પરીખની એક કવિતા યાદ આવી ગઈ. તે કહે છે કે, 'વર્ષાને કહી
દો, માપથી વરસે, નયનને વહેવાની આદત નથી.' 'સાહિત્ય ભીની સફરે' પુસ્તકમાં લેખિકા ભૂમિએ
એક્યાશી પન્નાઓનો હૃદયસ્પર્શી આલેખન રજુ કર્યો છે. પુસ્તકના અમુક અંશો વાંચીને એમ થયું
કે કલમની શાહી હજુ સુકાઈ નથી. ઝાકળનું એક બિંદુ જેમ વાદળમાંથી ખરીને આંખોને ભીનાશ આપે છે તેવી જ સંવેદના આ પુસ્તકમાં રહેલી છે. ચાલો, લેખિકાની સર્જનશક્તિનો થોડો અહેસાસ કરીએ.
"સંબંધ કેરા સાગરનું
જળ જરા ખારું હોય છે, પણ જલ્દી જણાતું નથી તેટલું સારું હોય છે."
"વસંતની બહારના ફૂલ
નિહાળી પાગલ થનારા તમે પૂછો મને, મેં રણમાં ફૂલની ફોરમ માણી છે."
"રણમાં ભી મને હજાર
લહેરો દેખાય છે... બંધ આંખે જયારે એનો ચહેરો દેખાય છે..."
"સંબંધોના પહેલા વરસાદમાં
ભીંજાતા હું અને તું, વાત હોય બહુ નાની ને છતાં, હરખાતાં હું અને તું."
“એ વરસતો વરસાદ એમ જ રોકાઈ
ગયો તો... પૂછ્યું તો જાણ્યું એને ભી રસ્તો ચૂકાઈ ગયો તો...”
પુસ્તકની ખરીદી તમે
એમેઝોન.કોમ ઉપરથી ખરીદી શકો છો.
નોંધ: પુસ્તક વિશેનો આ મારો
અંગત અભિપ્રાય છે. વાચક ગણ મારી વાત સાથે સહમત થાય તે જરૂરી નથી.
No comments:
Post a Comment