April 6, 2013

સેટેલાઈટ માર્કેટિંગ સ્ટ્રેટેજી

સૌ પ્રથમ તો  થોડા સમય માટે કોઈ બીજા ગ્રહ ઉપર રહેવા જતું રહેવું. ત્યાંથી જે ગામડામાં જન્મ થયો હોય ત્યાં બે-ચાર ઇંટો મુકાવીને સ્કુલ અથવા હોસ્પિટલનું અવકાશમાંથી જ લાઈવ ઉદઘાટન કરવું જેથી તમે ત્યાં છો તેવું સાબિત થાય.

મોટા નેતાઓ સાથે સેટેલાઈટ ફોન મારફતે હંમેશા સંપર્કમાં રહેવું અને પોતાના બ્રાન્ડીંગ વિશે પૂછપરછ કરતી રહેવી. પોતાના જીવનનો સંઘર્ષ ફિલ્મની જેમ દર્શાવવો કે જેમાં ઘરની આર્થિક પરિસ્થિતિ હંમેશા નબળી  હોય છે. વાંચવા માટે પુસ્તકો હોતા નથી. માં-બાપ ઉંમરલાયક હોય છે. એવા થોડા સાચા ખોટા અનુભવો કોઈ પ્રોફેશનલ લેખક પાસે લખાવીને મોટા પબ્લીશર પાસે પુસ્તક છપાવવું અને તેને ઉંચી કિંમતે વહેચવું. જો કોઈ સ્કુલ પુસ્તક પોતાની લાઈબ્રેરી માટે ભેંટ સ્વરૂપે માંગે તો તુરંત ભારતનાં પબ્લિક રીલેશન મેનેજરનો સંપર્ક નંબર આપી  દેવો અને પુસ્તકની કિંમત જણાવી દેવી.

જો કોઈ પ્રોફેશનલ બાવા-સાધુ એમ કહે કે હવે તમારે આપણા દેશમાં આવવાનો સમય થઇ ગયો છે તો અહિયાં આવીને ત્રણ ચાર દિવસ રોકાઈ જવું. તમારા ગામની મુલાકાત લઇ લેવી. ગામમાં જઈને મંદિરમાં દીવો, અગરબતી કરવી જેથી ભારતીય સંસ્કાર ભૂલ્યા નથી તેવું ગામના લોકોને લાગે.

પ્રખ્યાત લેખકના પુસ્તકનું ઉદઘાટન કરવું અને ઓટોગ્રાફ આપવો. ઉદ્યોગપતિઓ સાથે બીઝનેસ ડીનર લેવું. અહિયાં ઉત્તમ કક્ષાની યુનીવર્સીટી પકડવી અને તેમાં કોઈ પણ જાતના ઈન્ટરવ્યું અને મહેનત વગર  ડોકટરેટની પદવી આસાનીથી મળી જાય તે માટે અથાગ પ્રયત્નો કરવા કરતા રહેવા. તેના બદલામાં એ યુનીવર્સીટીના વિધાર્થીઓ સાથે વાર્તાલાપ કરવું. પછી ભલે વિધાર્થીઓને ભાષણ ઉપરથી જાય.
 
ખાસ યાદ રાખવું કે  જે રાજ્યમાં ગયા હોય ત્યાંના મુખ્યમંત્રીનું આમંત્રણ હોવા છતા પણ મળ્યા સિવાય કાર્યક્રમ પતાવીને સીધું અવકાશમાં પહોચી જવાનુંમારા મત મુજબ માર્કેટિંગ સ્ટ્રેટેજી કોઈ પણ મોટી બીઝનેસ સ્કુલ કે સલાહકાર કંપની કરતાં વધુ પ્રમાણમાં અસરકારક થઇ શકે. અને માટે કોઈ મોટી સિંહ જેવી સંસ્થાઓ કે કોઈ વિદેશી યુનીવર્સીટીમાંથી એમ.બી..કરવાની જરૂર નથી.

મારી પોસ્ટ ગમે તો લાઈક કરજો કોઈ જબરજસ્તી નથી. પોસ્ટ કોઈ વ્યક્તિ માટે અંગત અભિપ્રાય નથી જેની ખાસ નોંધ લેવા વિનંતી

No comments:

Post a Comment