દેશમાં ભારે વિરોધના વંટોળ વચ્ચે એફડીઆઈમાં વિદેશી રોકાણને કેન્દ્ર સરકાર લીલી ઝંડી આપીને પોતાનો સુધારાવાદી ચહેરો ચમકાવવા પ્રયાસ કર્યો. સરકાર પડી જાય તો પણ ‘લડતાં-લડતાં’ જવાની તત્પરતા બતાવી. વૉલમાર્ટને દેશમાં લાલ જાજમ પાથરવા સરકારે તૈયારીઓ કરી લીધી. આ દરમિયાન વિપક્ષ સહિત અનેક સામાજીક ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો દ્વારા સરકારના આ પગલાંનો જોરશોરથી વિરોધ કરાઈ રહ્યો છે. પરંતુ ‘વૉલમાર્ટ વડે જ વિકાસ’ એવી ગાંઠ બાંધી લેનારી સરકાર કોઈનું પણ સાંભળવા તૈયાર નથી. સરકાર દ્વારા મલ્ટિનેશલન રીટેઈલ સ્ટૉરની ચેઈનને ભારતમાં પ્રવેશ અપાવી વિકાસની નવી તકો ઉભી કરવાના બગણા ફૂંકવામાં આવી રહ્યાં છે. ત્યારે વૉલમાર્ટ તેના કર્ચમારીઓનું જ કેવું શોષણ કરે છે તે અંગે પ્રકાશ પાડતા અહેવાલો ખુદ અમેરિકામાંથી જ સામે આવી રહ્યાં છે.
કર્મચારીઓનું કરવામાં આવી રહેલું શોષણ અને કંપની દ્વારા કરવામાં આવી રહેલી દાદગીરીથી તંગ આવીને કર્મચારીઓએ અમેરિકાના વિવિધ શહેરોમાં વૉલમાર્ટ વિરુદ્ધ રેલીઓ યોજી છે. એટલું જ નહીં, જો પોતાની માંગો પર સંતોષકારક પગલાં લેવામાં નહીં આવે તો કર્મચારીઓ દ્વારા 23 નવેમ્બરના રોજ કામથી અલગ રહીને પોતાનો વિરોધ વ્યક્ત કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.
દરેક મલ્ટીનેશનલ કંપનીમાં ગોટાળા, બોર્ડના સભ્યોની ગેરવર્તણુક વગેરે વસ્તુઓ ધ્યાનમાં લેવાતી હોય છે.
Story Source: Divya Bhaskar
No comments:
Post a Comment