July 3, 2012

વિજય માલ્યા કેમ ના ચાલ્યા ?

આજકાલ કિંગફીશરની નિષ્ફળતાની વાર્તા જોર શોરથી ચર્ચામાં છે. બેન્કોની લોન થી માંડીને અંધારી આલમના ડોન સુધીની લેવડ-દેવડ આજે સાઉથથી લઈને નોર્થ સુધી સંભળાય છે. તેવામાં કિંગફીશરને ડૂબાડનાર કોણ તેવા પ્રશ્નો ઉપસ્થિત થાય તે જરૂરી છે. શું કંપનીના માલિક વિજય માલ્યા તેના દોષી છે કે પછી આડેધડ લીધેલી લોન. 

આ પ્રશ્ન જયારે કોઈ લોકો કિંગફિશર ના પ્લેનમાં બેસતા હશે ત્યારે નહિ વિચારતા હોય પરંતુ જયારે કોઈ એક આખી કંપની ઉઠી જાય ત્યારે જ લોકોને આ પ્રશ્નો પૂછવા સ્વાભાવિક થાય છે. સત્યમ કંપનીના ફ્રોડ પાછળ એક સ્વપ્ન હતું, આગળ વધવાનું અને ઝડપથી પૈસા કમાવાનું. મહેનતના નહિ પણ લોકોને છેતરીને.

કંપની ડૂબી જાય એ પછી જ તેના કિસ્સા, સ્ટોરી, પુસ્તક બહાર પડે છે પરંતુ આપણે જોઈએ કે કેમ કિંગ ફિશર હવે પછીના ૩-૪ મહિનામાં નાદારી નોંધાવશે?

કંપનીના એ બધા કર્મચારીનું શું ? કેટલી એર લાઈન તેના બધા જ કર્મચારીઓને પોતાની કંપનીમાં સમાવેશ કરશે ? એરપોર્ટના સ્ટાફથી માંડીને મોડેલોની નોકરીનો પ્રશ્ન હવે ઉપસ્થિત થવાનો છે. આ સમયમાં વિજય માલ્યા શું પોતાની કંપનીને વહેંચી નાખશે ? શું થશે આગળ ? જોઈએ બે ત્રણ દિવસમાં.

No comments:

Post a Comment