ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે જો
તમને કશી જ ખબર ના હોય તો એને "નરોવા-કુંજરોવા"
કહેવાય. આજે મને આ વાતનો પ્રત્યક્ષ અનુભવ થયો. ફોરેન કન્ટ્રીમાંથી અમારા સંબંધીએ
મોકલેલા પૈસા લેવા હું બેંક ઓફ બરોડા, આશ્રમ રોડ બ્રાન્ચમાં ગયો. ત્યાં જઈને
મેં પૂછ્યું કે 'મનીગ્રામ' (આ એક વૈશ્વિક કક્ષાની
પૈસાની લેતી-દેતી કરતી સંસ્થા છે જેમકે વેસ્ટર્ન યુનિયન). હું આશ્ચર્ય ચકિત થઇ ગયો એ જાણીને કે
બેન્કના પટાવાળાથી માંડીને બેન્કના ટોપ કક્ષાના
વ્યક્તિને આ સેવા વિશે ખબર જ નથી. મેં જયારે એક કસ્ટમર સર્વિસમાં
બેઠેલા બહેનને પૂછ્યું કે "બહેન તમે મને જણાવશો કે આ મનીગ્રામ વિશે ક્યાં
વિભાગમાં મારે પૂછવું?"
એમણે મને
કહ્યું કે "ભાઈ આ બેંકમાં તમે પૈસા
ક્યાં જમા કરાવવા એ પૂછશો તો બધા લોકો તમને કહેશે કે અમારી પાસે આવો, પરંતુ જો પૈસા લેવાનું પૂછશો તો
કહેશે કે સામેની
બારીએ જઈને
પૂછો".
અંતે કંટાળીને હું પાછો ઓફીસ આવી ગયો. આ બધી હકીકત એ સાબિત કરે છે કે જો તમે તમારા ગ્રાહકને સારી સગવડ પૂરી ના પાડી શકો તો તમે આ બીઝનેસમાંથી ફેંકાઈ જશો. લોકોને આજે સારા પ્રોડક્ટની સાથે સારી સર્વિસ અને સાથે સાથે સાચી માહિતી પણ માંગે છે.
No comments:
Post a Comment