અણ્ણાજી! એક વિનંતી કરવી છે. જંતરમંતર (દિલ્હી) પર મળેલી અઢળક લોકચાહનાને તમે ઉતાવળિયા અભિપ્રાયો આપીને વેડફી ન મારશો. ઢાલની બીજી બાજુ જોયા વિના બોલવું એ ગાંધીજીને મંજૂર નહીં હોય. તમે દિલ્હીમાં નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યા, તેમાં પણ ઉતાવળ હતી અને વળી ગુજરાત આવીને વાણી વેડફી મારી, તેમાં પણ ઉતાવળ હતી. તમારી આસપાસ જેઓ હરખભેર અટવાતા હતા તેવા બધા જ લોકો વિશ્વસનીય ન હતા.
અણ્ણા હજારે, મનમોહનસિંઘ અને નરેન્દ્ર મોદી વચ્ચે એક બાબત કોમન છે. આ ત્રણે મહાનુભાવો પોતે ભ્રષ્ટ નથી, પરંતુ તેમની આસપાસ નૃત્ય કરતા ભ્રષ્ટાચારના તાબૂતો લોકોને સતત જોવા મળે છે. અણ્ણાજીનું ટાર્ગેટ ભ્રષ્ટાચાર દૂર કરવાનું ખરું, પરંતુ તાબૂતોના નિશાન પર કેવળ નરેન્દ્ર મોદી જ હતા. નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટીઝના અધ્યક્ષ વી. કે. સકસેનાએ પત્ર લખીને અણ્ણાજીને એમની સાથે ઊભેલા અને બેઠેલા ભ્રષ્ટ સાથીઓનાં નામો જણાવ્યાં છે.
આપણા દેશમાં આવી ‘વાહિયાત’ વાત કરનારને ક્યારેક ‘ઇન્ટેલેકચ્યુઅલ’ ગણવામાં આવે છે. એક જમાનામાં ગાંધીની કોંગ્રેસની બેફામ નિંદા કરનારા સામ્યવાદી બિરાદરો પોતાને ‘ઇન્ટેલેકચ્યુઅલ’ ગણતા અને ગાંધીને સાથ આપનારા ખાદીધારી સેવકોને તુચ્છ ગણતા. આજે કોંગ્રેસને બદલે ભાજપને આવો લાભ મળી રહ્યો છે. સુરતમાં આવા એક ‘ઇન્ટેલેકચ્યુઅલ’ જશવંત ચૌહાણ હતા.
મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર એમ. એન. સિંહે ટીવી ચેનલ પર જણાવ્યું હતું કે દાઉદ ઇબ્રાહિમને ભારત લાવી શકાય તેમ હતું, પરંતુ કેટલાંક રાજકીય તત્વો દાઉદ ઇબ્રાહિમ પ્રત્યાર્પણ કરે તેવું ઇચ્છતાં ન હતાં.
અણ્ણા હજારે, મનમોહનસિંઘ અને નરેન્દ્ર મોદી વચ્ચે એક બાબત કોમન છે. આ ત્રણે મહાનુભાવો પોતે ભ્રષ્ટ નથી, પરંતુ તેમની આસપાસ નૃત્ય કરતા ભ્રષ્ટાચારના તાબૂતો લોકોને સતત જોવા મળે છે. અણ્ણાજીનું ટાર્ગેટ ભ્રષ્ટાચાર દૂર કરવાનું ખરું, પરંતુ તાબૂતોના નિશાન પર કેવળ નરેન્દ્ર મોદી જ હતા. નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટીઝના અધ્યક્ષ વી. કે. સકસેનાએ પત્ર લખીને અણ્ણાજીને એમની સાથે ઊભેલા અને બેઠેલા ભ્રષ્ટ સાથીઓનાં નામો જણાવ્યાં છે. અણ્ણાજી! You can not clean the dirty table with dirty linen. તમે મેલા મસોતા વડે મેલું ટેબલ સાફ કરી શકશો? સંસાર તો ‘થિયેટર ઓફ ધ એબ્સર્ડ’ છે! વાહિયાતની રંગભૂમિ કેવી?વાહિયાત (એબ્સર્ડ) બાબતો સહન કરવાની તાકાત, એ ભારતીય પ્રજાની અત્યંત પ્રિય નબળાઇ છે.
આપણા દેશમાં માનવ-અધિકાર જેવી પવિત્ર બાબતની ચર્ચા પણ કોમવાદ અને વોટબેંકના દાયરામાં જ થતી રહે છે. એ ચર્ચા પરિશુદ્ધ માનવતાના સંદર્ભમાં ન થાય, તે માટે આપણા સેક્યુલર કર્મશીલો ખૂબ જ ઉત્સુક રહેતા હોય છે. એ ચર્ચામાં કાશ્મીરી પંડિતોના માનવ-અધિકારોની વાત ક્યારેય થતી જાણી નથી. વાહિયાત બાબત કોને ગણવી? જે બાબતમાં તર્ક, ન્યાય અને સત્યની બાદબાકી થઇ જાય, એ બાબત ‘વાહિયાત’ ગણાય.

એક કર્મશીલને સત્ય બોલવાની કુટેવ ન હતી. તેમને સાધનશુદ્ધિ પ્રત્યે સખત નફરત હતી. એમને પારકે પૈસે પીવા મળતા શરાબ પ્રત્યે સવિશેષ લગાવ હતો. તેઓ ચીમનભાઇ પટેલ, છબીલદાસ મહેતા અને શંકરસિંહ વાઘેલા સાથે રહસ્યમય મૈત્રી ધરાવતા હતા. ઘણા દુર્ગુણોના માલિક હોવા છતાંય તેમનામાં એક બહુ મોટો ‘સદ્ગુણ’ હતો. તેઓ દર અઠવાડિયે એક કિલોગ્રામ જેટલી ગાળ નરેન્દ્ર મોદીને કાયમ દેતા હતા. આ એક જ સદ્ગુણને કારણે ભોળા ગાંધીજનો પણ તેમની પ્રશંસા કરતા.
મારો અનુભવ કહે છે કે રાજકારણીઓનો ભ્રષ્ટાચાર પણ થોડોક નિખાલસ હોય છે, પરંતુ કેટલાક કર્મશીલો જે ભ્રષ્ટાચાર કરે તે પ્રચ્છન્ન હોય છે. કર્મશીલોના ભ્રષ્ટાચારને આદર્શની ઓથ હોય છે. અણ્ણાજીને માથે ગાંધીટોપી શોભે છે. કર્મશીલો પર પણ અવિશ્વાસ મૂકીને પ્રજા ક્યાં જાય? શબ્દકોશમાં જ જોડણીદોષ? આ બાબતે ઉમદા અપવાદો ઓછા નથી.
ભારત એક એવો દેશ છે, જ્યાં અશક્ય કશુંય નથી. અહીં મેલડી માતાનાં મંદિરો પણ છે અને જયલલિથાના વિજય પછીની ખુશાલીમાં એક પ્રશંસક પોતાની જીભ કાપી શકે છે. વાહિયાતપણા (absurdity)નાં કેટલાંક ઉદાહરણો અહીં પ્રસ્તુત છે. સાંભળો:
- પૂર્વ ટેલિકોમ મંત્રી એ. રાજા અમેરિકાના ‘ટાઇમ’ મેગેઝિનમાં પ્રગટ થયેલી લજજાસ્પદ નેતાઓની યાદીમાં બીજા નંબરનું સ્થાન પામ્યા છે. પ્રથમ નંબરે રિચાર્ડ નિકસન છે અને એ. રાજા પછીના સ્થાને લિબિયાના ગદ્દાફી, ઉત્તર કોરિયાના કિમ જોન્ગ (બીજા) અને ઇટલીના મહિલાગ્રસ્ત વડાપ્રધાન બલ્યુંસ્કોની આવે છે.
- પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ હોદ્દાના શપથ લીધા પછી જણાવ્યું કે તાતા રાજ્યમાં રોકાણ કરે.
- મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર એમ. એન. સિંહે ટીવી ચેનલ પર જણાવ્યું હતું કે દાઉદ ઇબ્રાહિમને ભારત લાવી શકાય તેમ હતું, પરંતુ કેટલાંક રાજકીય તત્વો દાઉદ ઇબ્રાહિમ પ્રત્યાર્પણ કરે તેવું ઇચ્છતાં ન હતાં.
- ‘મોટાં મોટાં રાષ્ટ્રો કાયમ ગેન્ગસ્ટર્સ તરીકે વત્ર્યાં છે અને નાનાં નાનાં રાષ્ટ્રો કાયમ ગણિકા તરીકે વત્યાઁ છે.’ આ વિધાન અમેરિકાના ફિલ્મ ડિરેક્ટર સ્ટેન્લે કુબ્રિકનું છે. આખી દુનિયા થિયેટર ઓફ ધ એબ્સર્ડ યાને વાહિયાત બાબતોની રંગભૂમિ છે એવું નથી લાગતું?
- કર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરનાર અને કોંગ્રેસી કાર્યકર્તાની માફક વર્તનાર બદનામ રાજ્યપાલ ભારદ્વાજે મુખ્યપ્રધાન યેદીયુરપ્પાનાં વખાણ એક જાહેર સમારંભમાં કર્યા અને કહ્યું: ‘મુખ્યપ્રધાન ૧૮ થી ૨૦ કલાક કામ કરે છે અને તેમની સરકાર ગૃહમાં પૂરતી (માસિવ) બહુમતી ધરાવે છે. તેઓ રાજ્યના વિકાસને ઊંચે લઇ જશે...’
- ૧૧-મે-૨૦૧૧ના દિવસે સુપ્રીમ કોર્ટે મેધા પાટકરના નર્મદા બચાઓ આંદોલનને ‘બિનભરોસાપાત્ર અને જુઠ્ઠાડું’ કહ્યું હતું. યાદ આવે છે? આ કટારમાં તિસ્તા સેતલવાડનાં જુઠ્ઠાણાંનો દસ્તાવેજ રજૂ કરીને લેખનું મથાળું બાંધ્યું હતું: ‘કર્મશીલ જૂઠું બોલે કે?’ તિસ્તા સામેની FIR રદ કરવાની માગણી ગુજરાત હાઇકોર્ટે નામંજૂર રાખી છે. બધા કર્મશીલો આદરણીય હોતા નથી.
- ‘સોનિયા શા માટે એકનિષ્ઠાથી (single mindedly) મોદીની સામે થઇ રહ્યાં છે? કારણ એ જ કે આગામી ચૂંટણીમાં તેમનો પુત્ર રાહુલ ગાંધી વડોપ્રધાન બને તે સામે એ જ એક વિકલ્પ જણાય છે. આપણે સોનિયાને તેમની લુચ્ચાઇ અને નિર્દયતા માટે દાદ આપવી જોઇએ.’ ( આ શબ્દો પેરિસના અખબાર La Revue del’ indeના એડિટર ઇન ચીફ ફ્રાન્કોઇસ ગોટિયરના છે. તંત્રી આગળ લખે છે:
- સોનિયાએ એવી બેફામ સત્તા મેળવી લીધી છે કે એક નજર, એક મૌન કે તેમની માત્ર હાજરી જ તેમના આંતરિક વર્તુળને સક્રિય કરવા માટે પૂરતાં છે... આજે કે કાલે પોતાનું આ કર્મ એક યા બીજા સ્વરૂપે તેમણે ભોગવવું જ પડશે.’ (આ લખાણનો અનુવાદ DNA તા. ૬-૫-૨૦૧૧, અમદાવાદ આવૃત્તિમાં પ્રગટ થયો હતો).
- પ્રિય-આદરણીય અણ્ણાજી! તમારી બધી જ શક્તિ કેવળ ગુજરાતની પાછળ જ વેડફી ન મારશો. ‘ઔર ભી દુ:ખ હૈ જમાને મેં મોહબ્બત કે સિવા!’ તમે કવોટ્રોચી મામાને નિર્દોષ માનો છો ખરા?
- અમદાવાદમાં બોમ્બ-બ્લાસ્ટ થયા અને માણસો મર્યા ત્યારે સુરતમાં ગોઠવાયેલા ૧૫-૨૦ બોમ્બ ન ફૂટ્યા. બીજે દિવસે ગુજરાતના પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (PUCL) ના પ્રમુખ ડૉ. બંદૂકવાલાએ નિવેદનમાં કહેલું કે સુરતના બોમ્બનું તો ફારસ જ ગોઠવાયું હતું. આવું એમણે કયા આધારે કહ્યું હશે? આતંકવાદીઓનું તો ફારસ પણ વિકરાળ હોય છે. બોમ્બ ન ફૂટ્યા તેનું દુ:ખ એમને રહી ગયું હશે? સુરત એક મહાન આપત્તિમાંથી બચી ગયું તેનો ગમ તેમને સતાવતો હશે? બસ, આ જ તમારું ‘સેક્યુલરિઝમ’ ગણાય? આવા તે કેટલાય નમૂના સેક્યુલરિઝમની નાવડીમાં બેસી ગયા છે!
- કેરાલામાં કોંગ્રેસી ગઠબંધન (યુ.ડી.એફ.) મુસ્લિમ લીગના ટેકાથી સત્તા પર આવ્યું છે. છેક ૧૯૫૭માં નમ્બૂદ્રિપાદની સામ્યવાદી સરકાર નહેરુના ઇશારે કોંગ્રેસે મુસ્લિમ લીગના ટેકાથી તોડી પાડી હતી. ભાજપ શિવસેના સાથે ગઠબંધન કરે, તો તે કોમવાદી સંગઠન ગણાય, પરંતુ મુસ્લિમ લીગ ‘સેક્યુલર’ પાર્ટી ગણાય?
- એક પાગલ માણસે સ્વામી અગ્નિવેશ સાથે ખૂબ જ અભદ્ર વ્યવહાર કર્યો. ગુજરાતની શોભા તેથી ઘટી છે. ગુજરાતના પ્રત્યેક વિચારશીલ નાગરિકે અગ્નિવેશની ક્ષમા મનોમન માગવી જોઇએ. તેઓ આર્યસમાજી સાધુ છે. મારું કુળ પણ આર્યસમાજી ગણાય. અગ્નિવેશજીએ ભગવાં વસ્ત્ર શા માટે પહેરવાં જોઇએ? તેઓને હું ટી-શર્ટ અને પેન્ટમાં જોવા ઇચ્છું છું. તેમણે તીર્થધામ અમરનાથના શિવલિંગને પાખંડ ગણાવ્યું તેથી નિત્યાનંદ ક્રોધે ભરાયા.
અગ્નિવેશ એવી જ ટિપ્પણી કાબાના પવિત્ર પથ્થર અંગે કરી શકશે? આમ કરવાથી એમને જેનો અપાર લોભ છે એવી પબ્લિસિટી મળશે, પરંતુ તેઓની હત્યા માટે મસમોટું ઇનામ જાહેર થશે. એમણે તો અમદાવાદની રિવરફ્રન્ટ યોજનાને બર્લિનની દીવાલ સાથે સરખાવી મારી? તેઓ માનવવાદી હોવાનો દાવો કરતા હોય, તો તેમણે ભગવાં ત્યજવાં જોઇએ.
તમે કદી સ્વામી જુગતરામભાઇ, સ્વામી બબલભાઇ કે સ્વામી રવિશંકર જેવા શબ્દો સાંભળ્યા છે? અગ્નિવેશ આંધ્રપ્રદેશની પોલીસે ફેક એન્કાઉન્ટરમાં પોઇન્ટ બ્લેન્ક રેન્જથી જેની હત્યા કરી તેવા માઓવાદી મિત્ર આઝાદની હત્યા કરી તે અંગે માનવ-અધિકારની લડત ચલાવશે? અગ્નિવેશ અને અન્ય કર્મશીલોને બધી વાતે ગુજરાત જ કેમ યાદ આવે છે? અગ્નિવેશને તમાચો મારવામાં આવ્યો તેની પ્રતિક્રિયા રૂપે તા. ૨૬મીની સવારે મારા પર ત્રણ ફોન આવ્યા. એ ત્રણે ફોન કરનારા વાચકોએ નિત્યાનંદની પ્રશંસા કરી અને ખુશી વ્યક્ત કરી.

No comments:
Post a Comment