ભારતનાં ગામડાંમાં રહેતો માણસ દર મહિને સરેરાશ ૧૦૫૩ રૂપિયા ખર્ચે છે અને શહેરમાં રહેતો માણસ દર મહિને સરેરાશ ૧૯૮૪ રૂપિયા ખર્ચે છે. ગામડું હોય કે શહેર બિહારનો માણસ બંનેમાં પાછળ છે. બિહારના ગામડાંમાં રહેતો માણસ દર મહિને ૭૮૦ રૂપિયા ખર્ચે છે જ્યારે શહેરમાં રહેતો માણસ સરેરાશ ૧૨૩૮ રૂપિયા ખર્ચે છે. જ્યારે કેરળના ગામડાંમાં રહેતી વ્યક્તિ મહિને સરેરાશ ૧૮૩૫ રૂપિયા અને મહારાષ્ટ્રના શહેરમાં રહેતી વ્યક્તિ મહિને સરેરાશ ૨૪૩૭ રૂપિયા ખર્ચે છે. સાદા શબ્દોમાં કહીએ તો કેરળનો ગામડિયો બિહારના શહેરી કરતાં વધુ ખર્ચશક્તિ ધરાવે છે અને મહારાષ્ટ્રનો શહેરીજન બિહારના ગામડિયા કરતાં ત્રણ ગણા રૂપિયા દર મહિને ખર્ચે છે. અમીરોનું એક વખતનું લાઇટનું બિલ આ ગરીબોની એક દાયકાની આવક કરતાં વધુ હોય છે!
No comments:
Post a Comment