August 20, 2011

સામાજિક વ્યક્તિગત જીવનમાં દરેક વ્યક્તિએ વિવિધ પ્રકારના સવાલોનો સામનો કરવો પડે છે. આપણે લોકોને સવાલ પૂછીએ છીએ. લોકો આપણને સવાલ પૂછે છે, પણ ઘણી વખત એવું પણ બને કે, આપણે આપણા જવાબો દ્વારા બીજાને સંતોષ નથી આપી શકતા અથવા ઘણી વખત આપણા જવાબો આપણને જ ખૂંચે છે, પણ સામેવાળી વ્યક્તિને સમજી, એ મુજબ જવાબ આપવાથી સવાલ પૂછનાર વ્યક્તિને ચોક્કસ સંતોષ થાય છે.

જીવનમાં દરેક જગ્યાએ પૂછવામાં આવતાં સવાલને ધ્યાનથી સાંભળો અને ગોળગોળ કે લાંબાલચક જવાબ આપવાને બદલે ટૂંકમાં જવાબ આપો. તમારો જવાબ એવો હોવો જોઇએ જેમાં પ્રશ્ન પૂછનારની સમસ્યાનું સીધું સમાધાન હોય. આ ઉપરાંત શક્ય હોય તો જવાબ આપતી વખતે પોતાના અભિપ્રાયનું એકાદ ઉદાહરણ પણ આપવું જોઇએ. તેનાથી લોકો પર તમારો પ્રભાવ પડે છે અને સામેવાળી વ્યક્તિને તમારા જવાબને સમજવામાં સરળતા રહે છે.

અમુક લોકો દુ:ખી વ્યક્તિને વધુ દુ:ખી કરવા, હેરાન કરવા અથવા તેની મજાક ઉડાવવા માટે સવાલ પૂછતા હોય છે. આવી પરિસ્થિતિમાં સવાલની ગંભીરતા પ્રત્યે આંખ આડા કાન કરી વાતાવરણને અનુરૂપ જવાબ આપવો જોઇએ.

No comments:

Post a Comment