કસ્ટમર કેર માં ફોન કરવાથી માંડીને બાળકોના સ્કૂલના અભ્યાસક્રમ જાણવા માટેની લાઈન. આપને હકીકતમાં આ દેશની સિસ્ટમથી તેવી ગયા છીએ. કોઈ પણ જગ્યાએ જાઓ તો વેઈટીંગ. એ પછી બાઈક લેવાનું હોય કે ડોક્ટર પાસે તમારી મુલાકાત હોય. દરેક જગ્યાએ લાઈન માં ઉભું રહેવું પડે છે પછી એ જમવા માટે નું હોટલ હોય કે મેડીકલ સ્ટોર હોય. પૈસા આપીને પણ જો વાર જોવાની હોય તો તેના કરતા ઘરે જ જમીને અને આયુર્વેદિક ઉપચાર કરવો સારો.
દુનિયામાં આજે માણસો ક્રેડીટ કાર્ડ વાપરે છે શા માટે? કારણ કે તેમને ઘેર બેઠા વસ્તુ મળી જાય તે માટે. તમને વિચાર આવશે કે દીપકભાઈને ખબર નથી કે ભારત દેશમાં આજે કેટલા માણસો ક્રેડીટ કાર્ડ વાપરી શકવાની તાકાત ધરાવે છે? માત્ર ૨૦% આખા ભારતની વસ્તીના. મને યાદ છે છેલ્લે મેં જયારે મેગી નુડલ્સ ખરીદ્ય હતા ત્યારે એ ૧૦ રૂપિયાનું એક પેકેટ હતું અને આજે એજ વસ્તુના ૧૬ રૂપિયા દેવા પડે છે. હું તમને વાત આજથી ૧૦ કે ૨૦ વર્ષ પહેલાની નથી કરતો. માત્ર ૩ વર્ષ પહેલા આનો ૧૦ રૂપિયા ભાવ હતો. તમે કહેશો કે દિપકભાઈ આ તો મોંઘવારી છે. કોર્પોરેટ અધિકારીઓના પગાર ભથ્થા, તેમને માટે ખાસ બોનસ અને વિદેશમાં ફરવા જવાની ટ્રીપ આ બધું આપડા પૈસે છે સાહેબ.
હું નાનો હતો ત્યારે એક સપનું જોયું હતું કે હું મારી આ સ્કૂલને મોટો થઈને નવી બનાવીશ પરંતુ આજે જયારે હું એ સ્કૂલ પાસેથી નીકળું છું ત્યારે એમ લાગે છે કે આમાં તો ભાઈ ઘણા બધા પૈસા જોઈએ કારણકે આ મોંઘવારીમાં હું મારા ઘરનું ધ્યાન રાખું કે સમાજનું કે પછી ભૂખ્યો રહું તો થાય. આ જે વિચાર આજે મારા મગજમાં આવ્યો એ આ સરકાર અને સમાજનું જ પરિણામ છે. બધાને આજે પૈસો ફટાફટ જોઈએ છે કઈ પણ કરીને. બીજાને કચડીને કે ખવડાવીને મારું કામ પહેલું થવું જોઈએ. બસ આજ વિચારે આજે મોંઘવારી અને ભ્રષ્ટાચાર અસ્તિત્વમાં મુકેલો છે. જે આજની સરકાર નથી સમજતી. મનમોહનસિંહ જેવા હોશિયાર અને બુદ્ધિશાળી વડાપ્રધાનને જો આજે લોકો એમ કહે કે "આ સરકાર નિષ્ફળ ગઈ છે તો આ દેશનું આવી બન્યું ભાઈ".
પ્રજાને એ ખ્યાલ નથી કે આ વડાપ્રધાનને બનાવવામાં પણ તેનો જ મત હતો અને આજે જયારે એને એની ભૂલ સમજાય છે ત્યારે ખુબ જ સમય જતો રહે છે.
પરંતુ આપની સરકાર અથવા પ્રજા જો સાથે મળીને ઉન્નતીનો માર્ગ અપનાવશે તો જ આપના દેશમાં પ્રગતિ શક્ય છે નહીતર દરેક વ્યક્તિએ અનશન કરવું પડશે.
પ્રજાને એ ખ્યાલ નથી કે આ વડાપ્રધાનને બનાવવામાં પણ તેનો જ મત હતો અને આજે જયારે એને એની ભૂલ સમજાય છે ત્યારે ખુબ જ સમય જતો રહે છે.
પરંતુ આપની સરકાર અથવા પ્રજા જો સાથે મળીને ઉન્નતીનો માર્ગ અપનાવશે તો જ આપના દેશમાં પ્રગતિ શક્ય છે નહીતર દરેક વ્યક્તિએ અનશન કરવું પડશે.
No comments:
Post a Comment