આઝાદ હિન્દુસ્તાનમાં બે દેશ વસે છે - ભારત અને ઇન્ડિયા. ભારત એ ખેડૂતવર્ગ અને ગરીબોનું પ્રતિનિધિત્વ કરે છે અને ઇન્ડિયા એ શહેરીજનો અને ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિત્વ કરે છે. મુંબઇમાં રહેતા ઉદ્યોગપતિઓના મહેલોની નજીકમાં જ એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી-ધારાવી આવેલી છે. ધારાવી એ આપણું ગૌરવ કોઇ કાળે નથી. અહીં રહેતા ગરીબો વૈભવી અને વિલાસી જીવન જીવતા લોકોને તેમના મહેલોમાં અને તેમની લક્ઝુરિયસ ગાડીમાં જતા જુએ છે. દેશની સંપત્તિ પર આ અમીરોનો જાણે કબજો છે. એક ચોંકાવનારી વાત એ છે કે ગામડામાં રહેતા ગરીબો વધુ સારી દશામાં જીવે છે. શહેરમાં વસતા ગરીબોની હાલત ગામડાંના ગરીબો કરતાં બદતર છે. જમીન અધિગ્રહણના મુદ્દે દરેક રાજ્યમાં જે ઉહાપોહ ચાલી રહ્યો છે એ આવા અન્યાયી કાયદા અને અમીરોને ફાયદો કરાવવાની નીતિઓનું જ પરિણામ છે.
નાગરિક તરીકે આ દેશનું બંધારણ તમામને સરખા હક આપે છે, પણ સંપત્તિની અસમાન વહેંચણીને કારણે આમઆદમી દિવસે દિવસે વધુ ગરીબડો બનવા માંડયોછે. સવાલ સમાન તક અને વહેંચણીનો છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ સમાનતાના મુદ્દે ભારત ૧૬૯ દેશોની યાદીમાં છેક ૧૧૯મા સ્થાને છે. એમાં પણ હજી તો શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત જરૂરિયાતોને તો ધ્યાનમાં લીધી જ નથી. ત્રણ પ્રકારની અસમાનતા આપણે ત્યાં પ્રવર્તે છે. મિલકત, ભણવા માટેની તકો અને સામાજિક ઢાંચો.

No comments:
Post a Comment