ઓબામા ચૂંટાયા ત્યારે અમેરિકન પ્રજાને મંદીમાંથી બહાર લાવનાર તારણહાર તેમનામાં દેખાયો હતો. ૨૦૧૨માં અમેરિકન પ્રમુખની ચૂંટણી છે. ઓબામા કોઇપણ હિસાબે ફરી ચૂંટાવા માગે છે. લાદેનને મારીને ઓબામાએ પોતાનું રેટિંગ સુધાર્યું અને અમેરિકન પ્રજામાં ફરી લોકપ્રિયતા મેળવવાની કોશિશ કરી હતી. પણ ક્રેડિટ કાર્ડથી ચાલતો અમેરિકન સમાજ વીકલી અને મન્થલી બિલમાં દેવા તળે ડૂબતો જાય છે.
ખર્ચાળ અને વિલાસી જીવનશૈલી પર કોઇ પણ પ્રકારનો કાપ મૂક્યા વિના અમેરિકન પ્રજાને એવી વ્યવસ્થા જોઇએ છે કે તેમની આવક સતત વધતી રહે. ઓબામા સરકાર અમેરિકન અર્થતંત્રને લાઇફ સેવિંગ ઇન્જેકશન આપી રહી છે પણ તેનું આધિપત્ય ગુમાવી રહી છે. અમેરિકામાં બેકારીનો દર ૯.૨ ટકાએ પહોંચી ગયો છે. અમેરિકનો નોકરી વિનાના આંટાફેરા કરે છે. ક્રેડિટ પર ચાલતી વ્યવસ્થાના પ્રમુખની ક્રેડિટ દાવ પર લાગી ગઇ છે.

No comments:
Post a Comment