અમેરિકન ફિલસૂફ ક્રિસ્ટોફર રીડે લખ્યું છે કે ‘લવ ઓન ઈટસેલ્ફ ઈઝ સો ઈનએડકવેટ એન્ડ ધેર ઈઝ નોટ ઈનફ ઈવન ઓફ ધેટ’- પ્રેમ અધૂરો જ લાગે છે. મૂળભૂત રીતે તે અધૂરો છે. વળી, કવિ મિલ્ટન વોર્ડ કહે છે કે પ્રેમમાં આપ-લેની વાત કરો તો પણ પ્રેમ અધૂરો જ લાગે. પ્રેમ એ કાંઈ માત્ર સામી વ્યક્તિ પાસેથી આનંદ મેળવવાનો કોઈ સોદો નથી. પ્રેમ તો કોઈ દિવ્ય આનંદ માટેની ભાગીદારી છે. આ પ્રેમનું મૂલ્ય ૨૧મી સદીમાં શહેરી યુવક-યુવતીએ રાખ ને ધૂળ કરી નાખ્યું છે.
આ પ્રેમના દિવ્ય આનંદની ભાગીદારીમાં પણ સખત અને સતત સંઘર્ષ હોય છે અને એમાં જ પ્રેમની ખરી મજા છે તે વાત આ ઈન્સ્ટંટ કિસકિસિયા પ્રેમીને કોણ સમજાવે? એરિક ફ્રોમ નામના એક જર્મન વિચારક અને ચિંતક-ફિલોસોફરે ‘ટુ હેવ ઓર ટુ-બી’ નામનું પુસ્તક લખ્યું છે. તેમાં પ્રેમ વિશે લખ્યું છે. ઉપરાંત ખાસ તો ઉપર કવિ સ્નેહરશ્મીએ ‘અધૂરો’ નામની કવિતા લખી છે તે માનવીની અધૂરપને તેણે ખૂબ જ ફિલોસોફિક અર્થ આપ્યો છે. અધૂરું રહે તે સારું છે. ‘ઓહિયા’ થઈને ઓડકાર આવી જાય તે પવિત્ર અને દિવ્ય ચીજ રહેતી નથી.

No comments:
Post a Comment