શ્રાવણ મહિનો એટલે તહેવારોની મોસમ. આ મોસમની ઉજવણીના ભાગરુપે સૌરાષ્ટ્રના વાંકાનેર પાસે રતનટેકરી પરના જડેશ્વર મહાદેવના મંદિરે કોઠારિયા અને સજનપરના ગામ લોકો દ્વારા 22 અને 23 ઓગસ્ટના રોજ લોકમેળો યોજાશે. લોકમેળાનો પ્રારંભ તા.૨૨ને રવિવારે સવારે થશે.
વાંકાનેર પાસે રતનટેકરી પર જડેશ્વર મહાદેવના મંદિરે દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે વિશાળ લોકમેળો યોજવામાં આવે છે. આ વર્ષે પણ કોઠારિયા અને સજનપરના ગામ લોકો દ્વારા તા.૨૨ અને તા.૨૩ના રોજ જડેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં વિશાળ લોકમેળો યોજાશે.
લોકમેળાનો પ્રારંભ તા.૨૨ના સવારે ૧૦ વાગ્યે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્યથી કરાશે. આ મેળાના પ્રારંભે મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને માજી સાંસદ લલિતભાઈ મહેતા સહિત અનેક મહાનુભાવો હાજરી આપશે.
ઉલ્લેખનીય છે કે, તા.૨૩ને સોમવારે શ્રાવણ માસનો સોમવાર હોય વર્ષોની પરંપરા પ્રમાણે જડેશ્વર મહાદેવ મંદિરે શિવજીના મહોરાવાળી પાલખી યાત્રા નીકળશે જેમાં હજારો ભાવિકો જોડાશે. આ બે દિવસીય મેળાનો લાભ લેવા મંદિરના મહંત રતિલાલજી મહારાજ ગુરુ શ્રી રવિ પ્રકાશજીએ અનુરોધ કર્યો છે.
No comments:
Post a Comment