હજુ થોડા સમય પહેલાજ ભારતના પડોશી દેશ ચીને ત્યાની આઉટસોર્સિંગનો કારોબાર કરી રહેલી તમામ વિદેશી કંપનીયોને આકર્ષવા માટે ટેક્સમાં રાહત આપવાની જાહેરાત કરી હતી. પરંતુ ચીનનો આ નુસખો સફળ થતો જોવા નથી મળી રહ્યો. ભારત અત્યારે પણ આઉટસોર્સિગ કારોબાર માટે ફેવરીટ ડેસ્ટીનેશન બનેલુ છે.
બ્રિટનની બે-ત્રત્યાંશ કંપનીયોએ સ્પષ્ટ રીતે માન્યુ છે કે ભારત આઉટસોર્સિગના કારોબાર માટે તેઓની પ્રથમ પસંદગી છે. ત્યાની મોટા ભાગની એક-ત્રંત્યાંશ કંપનીઓજ આ કારોબાર માટે ચીન અથવા પૂર્વ યૂરોપના દેશોને પસંદ કરે છે.આ વાત તાજેતરમા જ બ્રિટનમાં કરવામાં આવેલા એક સર્વેમાં સામે આવી છે. ખ્યાતનામ એકાઉન્ટિંગ કંપની અને ચાર્ટડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પર્સનલ ડેવલપમેન્ટે સાથે મળીને આ સર્વે કર્યો છે. આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે ભારતના વિદ્યાર્થીઓ કેટલાય દેશોની સરખામણીમાં વધારે સમજદાર છે. માત્ર આટલુ જ નહી વિદેશી ભાષાઓ પર તેમની પકડ પણ અન્ય દેશના વિદ્યાર્થીઓની સરખામણીમાં અવ્વલ છે
No comments:
Post a Comment